Travel Tips : માર્ચ મહિનામાં ફરવા માટે પ્લાન બનાવી રહ્યા છો, તો ગુજરાતના આ હિલ સ્ટેશન છે બેસ્ટ, જુઓ ફોટો
સાપુતારામાં લોકો માર્ચ મહિનામાં ફરવા માટે પહોંચી જાય છે. કારણ કે, અહિ વાતાવરણ ખુબ જ ઠંડુ હોય છે. તો ચાલો આજે જાણીએ કે, માર્ચ મહિનામાં ગુજરાતમાં ફરવા લાયક સ્થળો ક્યા ક્યા છે.

ફેબ્રુઆરી પછી હવે માર્ચ મહિનો આવશે. માર્ચ મહિનામાં હવામાન વધુ ગરમ હોય છે અને પ્રવાસીઓ મોટી સંખ્યામાં તેમના ઘરની બહાર ફરવા માટે પ્લાન બનાવતા હોય છે. માર્ચ મહિનામાં પ્રવાસીઓ મોટે ભાગે હિલ સ્ટેશનો તરફ જાય છે અને ઠંડીનો આનંદ માણે છે. તો આજે અમે તમને ગુજરાતમાં માર્ચ મહિનામાં ફરવા લાયક સ્થળો વિશે જણાવીશું.

આમ તો ગુજરાત કચ્છ માટે સૌથી ફેમસ છે પરંતુ વાતાવરણ અને પ્રાકુતિક સુંદરતા માટે અહિ એક એવું હિલ સ્ટેશન આવેલું છે. જ્યાં લોકો ઉનાળામાં ફરવા માટે જાય છે.તમને જણાવી દઈએ કે, આ હિલ સ્ટેશનને ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન પણ કહેવામાં આવે છે, સાપુતારા ગુજરાતના લોકો માટે શિમલા કે મનાલીથી ઓછું નથી.

સાપુતારા પ્રકુતિ પ્રેમીઓ માટે બેસ્ટ ડેસ્ટિનેશન છે. આ ટુરિસ્ટ પ્લેસ લોકોને ઈતિહાસ અને સંસ્કૃતિ સાથે પણ જોડી લે છે. સાપુતારા હિલ સ્ટેશનથી લગભગ 1.5 કિમી દૂર આવેલું છે અને તેને સાપુતારા સૌથી પ્રખ્યાત પિકનિક સ્થળોમાંનું એક માનવામાં આવે છે.

ગિરનાર પહાડ પર હિન્દુ અને જૈન મંદિરો આવેલા છે. હિન્દુઓ માટે સૌથી મહત્વપૂર્ણ તીર્થ સ્થળોમાંથી એક માનવામાં આવે છે. હવે તો ગિરનાર પર જવા માટે રોપવેની સુવિધા પણ છે. ગિરનાર બાદ તમે ભવનાથમાં લીલાછમ જંગલમાં ઠંડીનો અહેસાસ થશે.

પાવાગઢ સુરતથી માત્ર 200 કિલોમીટર દુર વડોદરાના પંચમહાલ જિલ્લામાં સ્થિત એક સુંદર હિલ સ્ટેશન છે. પાવાગઢ હિલ્સ પ્રકૃતિ પ્રેમીઓ માટે એક શ્રેષ્ઠ હિલ સ્ટેશન છે. અહિ મહાકાળી માતાનું મંદિર પણ આવેલું છે.

એશિયાટીક સિંહનું નિવાસ સ્થાન એટલે ગીર અભયારણ્ય, અને તેમા પણ સાસણ ગીર અભયારણ્ય પ્રવાસીઓનુ ફેમસ સ્થળ છે. અહી વર્ષ દરમિયાન લાખો પ્રવાસીઓ ગીર અભયારણ્યની મુલાકાતે આવે છે. જો તમે હિલ સ્ટેશન નહિ પરંતુ બીચ પર જવાનો પ્લાન બનાવી રહ્યા છે. તો ઉનાળામાં તમે શિવરાજપુર બીચ, સોમનાથ બીચ, દ્વારકા પણ જવાનો પ્લાન બનાવી શકો છો.
બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
