Travel: બરફની શિલાઓ વચ્ચે સાહસિક પ્રવાસ, 90 કિલોમીટરના આ કોરિડોરના અદભૂત દ્રશ્યોના જુઓ Photos
Snow Corridor: અહીં પ્રવાસે આવતા પ્રવાસીઓ માટે સૌથી મોટું આકર્ષણ છે બરફની શિલાઓ વચ્ચે રસ્તાઓની સફર. તમને જણાવી દઈએ કે તોયામા અને નાગાનો પ્રાંતની વચ્ચે ફેલાયેલા આ 90 કિલોમીટરના રસ્તાને જાપાનની છત કહેવામાં આવે છે.


Mount Tateyama:આ સમયે જાપાનના લોકોના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે. જાપાનમાં માઉન્ટ તાતેયામાનો સ્નો કોરિડોર સામાન્ય લોકો માટે ફરીથી ખોલવામાં આવ્યો છે. આ કોરિડોર 15 એપ્રિલથી લોકો માટે ખોલવામાં આવ્યો છે.

આ કોરિડોર યુકીનો ઓટાની તરીકે ઓળખાય છે. 20 મીટર પહોળા આ કોરિડોરમાં હવે પ્રવાસીઓ સાહસ માટે બરફમાંથી પસાર થશે. અહીં નોંધનીય છેકે આ કોરિડોર 25 જૂન સુધી લોકો માટે ખુલ્લો રહેશે.

અહીંના લોકો માટે સૌથી મોટું આકર્ષણ બરફની સફર છે. તમને જણાવી દઈએ કે તોયામા અને નાગાનો પ્રાંતની વચ્ચે ફેલાયેલા આ 90 કિલોમીટરના રસ્તાને જાપાનની છત કહેવામાં આવે છે.

જાપાનના સૌથી ઊંચા ગરમ ઝરણા સુધી પહોંચવાનો આ એકમાત્ર રસ્તો છે. યુકી નો ઓટાની વોકનું ઉદઘાટન શિયાળાના અંતમાં સમગ્ર તાતેયામા કુરોબે આલ્પાઇન રૂટ પર ટ્રાફિક ફરી શરૂ થવાની નિશાની છે.

મુલાકાતીઓ સ્નો કામકુરા (જાપાનીઝ ઇગ્લૂ) અને ડાઇકાન્બો સ્ટેશન પર સ્નો ટનલની પણ મુલાકાત લઈ શકે છે, જેમાં જાપાનીઝ આલ્પ્સના વિહંગમ દૃશ્યો સાથે અદભૂત ડેક પણ છે.

































































