પ્રકૃતિ માટે વેટલેન્ડ્સનું મહત્વ કેટલું છે ? તે યાદ કરાવવા માટે દરવર્ષે 2જી ફેબ્રુઆરીએ વર્લ્ડ વેટલેન્ડ્સ ડે (World Wetlands Day)ની ઉજવણી કરવામાં આવે છે.
પૃથ્વી પર વેટલેન્ડ્સનું મહત્વ ઘણું વધારે છે. તેનું મહત્વ સમજાવવા અને તે અંગે જાગૃતિ લાવવા સમગ્ર વિશ્વમાં આ World Wetlands Dayની ઉજવણી કરવામાં આવે છે. 2જી ફેબ્રુઆરી, વર્ષ 1971માં ઇરાનના રામસરમાં વેટલેન્ડ્સના વૈશ્વિક મહત્વ વિશે આંતરરાષ્ટ્રીય સંમેલન યોજાયું હતું. તેની જયંતિ રૂપે પણ આજના દિવસની ઉજવણી વર્લ્ડ વેટલેન્ડ્સ ડે તરીકે સમગ્ર વિશ્વમાં કરવામાં આવે છે.
1 / 5
વેટલેન્ડ્સ એટલે શું ? - જે ભૂમિ ભાગમાં કે વિસ્તારમાં કાયમી કે પછી અમુક સિઝન પુરતુ પાણી ભરાઈ રહેતું હોય તેને વેટલેન્ડ્સ કહેવાય છે. અહીં એક પ્રકારની ઈકો સિસ્ટમ વિકસિત થાય છે. પાણીમાં થતી વનસ્પતિઓ આવા વિસ્તારમાં ઉગે છે અને તેના કારણે ઘણાં યાયાવર પક્ષીઓ પણ આવા વિસ્તારમાં આવે છે.
2 / 5
વેટલેન્ડ્સ બે પ્રકારના હોય છે. એક તો દરિયાકિનારાના વેટલેન્ડ્સ જેમાં ખારાપાણીના, મેનગ્રુવ્સના વૃક્ષોવાળા, લગુન્સ અને કોરલના વેટલેન્ડ્સનો સમાવેશ થાય છે. અને બીજા હોય છે ઈનલેન્ડ. જેમાં નાના તળાવ, અને સરોવરનો સમાવેશ થાય છે. ગુજરાતમાં અંદાજે 831 વેટલેન્ડ્સ આવેલા છે. ગુજરાતની ત્રણ બાજુ દરિયાકિનારો મળ્યો હોવાથી અહીં અંદાજે 438 જેટલા દરિયાઈ વેટલેન્ડ્સ અને 393 જેટલા ઈનલેન્ડ વેટલેન્ડ્સ છે.
3 / 5
નળ સરોવર, થોળ સરોવર, પરીએજ, ખીજડીયા વગેરે ગુજરાતના સારી રીતે સચવાયેલા વેટલેન્ડસ છે જ્યાં ખૂબ મોટી સંખ્યામાં પક્ષીઓ આવે છે અને તેમને જોવા પ્રવાસીઓ પણ અહીં વધારે આવે છે.
4 / 5
ધરતી માટે વેટલેન્ડ્સનું મહત્વ કેટલુ છે તે સમજાવવા માટે 1997 વર્ષથી આજના દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી, વેટલેન્ડસ વિશે રસપ્રદ વાતો ભાવનગર ના ડો.તેજસ દોશી પાસેથી જાણવા મળેલ છે.