Ajit Gadhavi

Ajit Gadhavi

Author - TV9 Gujarati

ajit.gadhavi@tv9.com

ભાવનગર સહિત સૌરાષ્ટ્રભરમાં 15 વર્ષનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે. રાજકીય, સામાજિક સહિતના અનેક મુદ્દાઓ પર રિપોર્ટિંગ કરે છે. રાજકીય અને સામાજીક વિષયોનું ઉંડાણથી રીપોર્ટીંગ કરવાની સાથો સાથ, રથયાત્રાના વિશેષ સંગીત શો ડાયરો અને હાસ્ય દરબાર થકી પ્રોડકશન અને ડિરેક્શન ક્ષેત્રમાં પણ પોતાનું કૌવત દાખવ્યું છે. લોકપ્રિય કાર્યક્રમ ‘વાવણીના વધામણાં’ – એ તેમનું વિચાર બીજ છે.

Read More
ભાવનગરમાં ગઢેચી નદીની આસપાસના 800 મકાન હટાવવાના નિર્ણયથી સ્થાનિકોમાં રોષ, કોંગ્રેસે કરી વૈકલ્પિક વ્યવસ્થાની માગ

ભાવનગરમાં ગઢેચી નદીની આસપાસના 800 મકાન હટાવવાના નિર્ણયથી સ્થાનિકોમાં રોષ, કોંગ્રેસે કરી વૈકલ્પિક વ્યવસ્થાની માગ

ભાવનગરમાં ગઢેચી નદીની આસપાસના 800 મકાન હટાવવાના નિર્ણયથી સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. આ મુદ્દે પ્રદેશ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ પણ મેદાનમાં આવ્યા છે અને તેમણે વિસ્થાપિતો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માગ કરી છે.

ભાવનગરમાં ડુંગળીની આવક વધતા ભાવ ગયા તળિયે, ખેડૂતોને પડતર કિંમત પણ ન મળતા મોટુ આર્થિક નુકસાન

ભાવનગરમાં ડુંગળીની આવક વધતા ભાવ ગયા તળિયે, ખેડૂતોને પડતર કિંમત પણ ન મળતા મોટુ આર્થિક નુકસાન

ભાવનગરમાં ડુંગળીનો ભરપૂર પાક થવા છતાં ભાવ ઘટીને તળિયે ગયા છે અને ખેડૂતોને પડતર ભાવ પણ નથી મળી રહ્યા. મહુવા યાર્ડમાં ડુંગળીનો પુષ્કળ ભરાવો થતા હાલ પુરતી આવક બંધ કરાઈ છે.  કેન્દ્ર સરકારે 20% એક્સપોર્ટ ડ્યુટી લાદતા નિકાસ અટકી છે. ખેડૂતો સરકાર પાસે ટેકાના ભાવ અથવા યોગ્ય ભાવ મળે તેવી માંગ કરી રહ્યા છે.

કેવી મજબૂરી હશે ? ભાવનગર નજીક મહિલાએ પોતાની બે દીકરીઓને સળગાવી પોતે આપઘાતનો કર્યો પ્રયાસ, જુઓ Video

કેવી મજબૂરી હશે ? ભાવનગર નજીક મહિલાએ પોતાની બે દીકરીઓને સળગાવી પોતે આપઘાતનો કર્યો પ્રયાસ, જુઓ Video

ભાવનગર નજીક હાથબ ગામ ખાતે સામુહિક આપઘાતનો પ્રયાસ સામે આવ્યો. મહિલાએ પોતાની બંને પુત્રીઓ ઉપર જ્વલનશીલ પ્રવાહી છાંટી સળગાવ્યા બાદ મહિલા પોતે પણ સળગી.

ભાવનગરમાં રખડતી રંઝાડનો ત્રાસ બેફામ, તંત્રની બેદરકારીના પાપે વધુ એક વ્યક્તિનો ગયો જીવ- Video

ભાવનગરમાં રખડતી રંઝાડનો ત્રાસ બેફામ, તંત્રની બેદરકારીના પાપે વધુ એક વ્યક્તિનો ગયો જીવ- Video

ભાવનગરમાં રખડતા ઢોરના ત્રાસે હવે માઝા મુકી છે. અત્યાર સુધીમાં ભાવનગર શહેરના 8 થી 10 લોકોએ રખડતા ઢોરના અડફેટે આવવાથી અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે. છતા તંત્ર દ્વારા આ સમસ્યાનું કોઈ નિરાકણ કરવામાં આવતુ નથી. ત્યારે તંત્રની બેદરકારીના પાપે વધુ એક યુવકનો જીવ ગયો છે.

ભાવનગરમાં પૈસા લઈને ભાજપના સદસ્ય બનાવવાનો વીડિયો થયો વાયરલ- tv9 નથી કરતુ વાયરલ વીડિયોની પુષ્ટિ- Video

ભાવનગરમાં પૈસા લઈને ભાજપના સદસ્ય બનાવવાનો વીડિયો થયો વાયરલ- tv9 નથી કરતુ વાયરલ વીડિયોની પુષ્ટિ- Video

ભાજપમાં ચાલી રહેલુ સદસ્યતા અભિયાન હાલ વિવાદમાં આવ્યુ છે. હાલ આ સદસ્યતા અભિયાન અંગે વીડિયો વાયરલ થયો છે. જેમા દાવો કરાઈ રહ્યો છે કે 100 સભ્યો બનાવો અને અમારી પાસેથી 500 રૂપિયા લઈ જાવ. વીડિયોમાં એક વ્યક્તિ કેટલીક મહિલાઓને સમજાવી રહ્યો છે કે તમારે ભાજપના સદસ્ય બનાવવાના છે. તમે 100 સદસ્ય બનાવો એટલે 500 રૂપિયા પાક્કા....

રોડની કામગીરી મુદ્દે ફરી વિવાદમાં આવી ભાવનગર મહાનગરપાલિકા, રોડની કામગીરીમાં 2 કરોડથી વધુના ભ્રષ્ટાચારનો વિપક્ષે લગાવ્યો આરોપ- Video

રોડની કામગીરી મુદ્દે ફરી વિવાદમાં આવી ભાવનગર મહાનગરપાલિકા, રોડની કામગીરીમાં 2 કરોડથી વધુના ભ્રષ્ટાચારનો વિપક્ષે લગાવ્યો આરોપ- Video

ભાવનગર મહાનગર પાલિકા હંમેશા વિવાદોમાં જ રહેતી હોય છે. સારી અને સરખી સુવિધા લોકોને આપવાનું કામ મનપાનું હોય છે અને આ સુવિધા માટે મનપા લોકો પાસેથી વિવિધ ટેક્સ પણ વસુલતી હોય છે.પણ આ મહાનગર પાલિકા બધી વાતોને ઘોળીને પી ગઇ છે. વાંચો-

હવે તંત્ર કંઈ સામુ જુએ તો સારુ: ભાવનગરમાં બિસમાર રસ્તા અને રખડતા ઢોરની સમસ્યાએ મુકી માઝા- જુઓ Video

હવે તંત્ર કંઈ સામુ જુએ તો સારુ: ભાવનગરમાં બિસમાર રસ્તા અને રખડતા ઢોરની સમસ્યાએ મુકી માઝા- જુઓ Video

ભાવનગરમાં બિસમાર રસ્તાઓ અને રખડતા ઢોરની સમસ્યાથી સ્થાનિકો પારાવાર પરેશાન છે. ખરાબ રસ્તા અને રસ્તામાં ગમે ત્યાં અડિંગો જમાવીને બેસેલા રખડતા ઢોરોને કારણે વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. ટ્રાફિકની સમસ્યાએ પણ માઝા મુકી છે અને તંત્ર છે કે જાગવાનુ નામ નથી લઈ રહ્યુ.

ભાવનગરમાં બિસ્માર રોડ મુદ્દે TV9ના અહેવાલનો પડઘો,  રૂવાપરી રોડનું કામ તાત્કાલિક થયું શરૂ, વાહનચાલકોની મુશ્કેલીનો આવશે અંત

ભાવનગરમાં બિસ્માર રોડ મુદ્દે TV9ના અહેવાલનો પડઘો, રૂવાપરી રોડનું કામ તાત્કાલિક થયું શરૂ, વાહનચાલકોની મુશ્કેલીનો આવશે અંત

ભાવનગરમાં બિસમાર રોડ મુદ્દે TV9ના ગુજરાતીએ ધારદાર અહેવાલ પ્રસારીત કરતા તંત્ર દોડતુ થયુ છે. TV9ના ગુજરાતીના અહેવાલ બાદ નિષ્ક્રીય રહેતા અધિકારીઓના પગ નીચે રેલો આવ્યો હોય તેમ જાણે આળસ મરડીને બેઠા થયા છે. TV9એ બિસમાર રોડને કારણે જનતા કેવી હાલાકી વેઠવા મજબુર છે તેનો ધારદાર અહેવાલ પ્રસારીત કરી જનતાની સમસ્યાને વાચા આપી હતી અને તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો હતો.

Bhavnagar: જાહેર સ્થાન પર આવેલા ધાર્મિક સ્થાનોને દૂર કરવા અંગે લેવાયો ભાવનગર મનપાએ લીધો આ મહત્વપૂર્ણ નિર્ણય- વાંચો

Bhavnagar: જાહેર સ્થાન પર આવેલા ધાર્મિક સ્થાનોને દૂર કરવા અંગે લેવાયો ભાવનગર મનપાએ લીધો આ મહત્વપૂર્ણ નિર્ણય- વાંચો

ભાવનગરમાં જાહેર સ્થાન પર આવેલા ધાર્મિક સ્થાનોને દૂર કરવા અંગે પ્રશાસન દ્વારા સંતુલન જાળવી સકારાત્મક વલણ અપનાવવાનું નક્કી કરાયું છે. થોડા સમય પહેલા ઠેર ઠેર ધાર્મિક સ્થાનો ઉભા કરી દેવા મામલે પ્રશાસને તમામને નોટીસો પાઠવી હતી. જોકે નોટીસ બાદ ભાવનગરના ધારાસભ્ય સેજલબેન પંડ્યા અને ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ મુખ્યમંત્રી અને કમિશનરને યોગ્ય કરવા રજૂઆત કરી હતી.

ભાવનગરમાં 200 કરોડના ખર્ચે બનેલી સુપર સ્પેશ્યિલિટી હોસ્પિટલનું બિલ્ડીંગ ત્રણ વર્ષથી બનીને તૈયાર, માત્ર લોકાર્પણના વાંકે ખાઈ રહી છે ધૂળ

ભાવનગરમાં 200 કરોડના ખર્ચે બનેલી સુપર સ્પેશ્યિલિટી હોસ્પિટલનું બિલ્ડીંગ ત્રણ વર્ષથી બનીને તૈયાર, માત્ર લોકાર્પણના વાંકે ખાઈ રહી છે ધૂળ

ભાવનગરમાં 200 કરોડના ખર્ચે બનેલી પ્રધાનમંત્રી સુપર સ્પેશ્યિલિટી યોજના અંતર્ગત નવ નિર્મીત હોસ્પિટલ ત્રણ વર્ષથી બનીને તૈયાર છે માત્ર તેનુ લોકાર્પણ બાકી હોવાથી હોસ્પટલને કાર્યરત કરાઈ નથી. હાલ લાખોના ખર્ચે વસાવાયેલા અત્યુધિનિક સાધનો પણ બગડી રહ્યા છે.

ભાવનગર મહાનગરપાલિકાના આયોજનના અભાવે સિવિલ વર્ક મટિરિયલની લેબ બની શોભાના ગાંઠિયા સમાન, 90 લાખની મશીનરી ધૂળ ખાતી હાલતમાં- Video

ભાવનગર મહાનગરપાલિકાના આયોજનના અભાવે સિવિલ વર્ક મટિરિયલની લેબ બની શોભાના ગાંઠિયા સમાન, 90 લાખની મશીનરી ધૂળ ખાતી હાલતમાં- Video

ભાવનગર મનપાના આયોજનના અભાવે સિવિલ વર્ક મટિરિયલની લેબ હાલ શોભાના ગાંઠિયા સમાન બની છે અને લેબમાં 90 લાખના ખર્ચે વસાવાયેલી મશીનરી ધૂળ ખાઈ રહી છે. લેબ ટેસ્ટિંગ બિલ્ડીંગ પણ બનાવી દેવાઈ પરંતુ હજુ લેબ શરૂ ન થતા મોટી રકમ ચુકવી ખાનગી લેબમાં સિવિલ વર્કના કામોનો ટેસ્ટ કરાવવો પડી રહ્યો છે.

ભાવનગર મનપા દ્વારા ફાયર સેફ્ટી મુદ્દે સઘન ઝુંબેશ શરૂ, અનેક હોટેલ, દુકાનો, હોસ્પિટલોને કરાઈ સીલ- Video

ભાવનગર મનપા દ્વારા ફાયર સેફ્ટી મુદ્દે સઘન ઝુંબેશ શરૂ, અનેક હોટેલ, દુકાનો, હોસ્પિટલોને કરાઈ સીલ- Video

રાજ્યભરમાં ફાયર સેફ્ટી અંગે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યુ છે અને ફાયર સેફ્ટી વિનાના એકમોને સીલ કરવાની ઝુંબેશ યથાવત છે. આજ સિલસિલામાં ભાવનગરમાં અનેક ફાયર સેફ્ટીના સાધનો વિનાની અનેક હોટેલ, હોસ્પિટલ અને દુકાનોને સીલ કરવામાં આવી.

g clip-path="url(#clip0_868_265)">