ભગવાન ધન્વંતરીને સમર્પિત છે આ જાણીતા મંદિરો, ધનતેરસના દિવસે જરુરથી કરો આ મંદિરોમાં દર્શન
Dhanteras Special : એવુ માનવામાં આવે છે કે ભગવાન ધન્વંતરિ ધનતેરસના દિવસે અમૃત કળશ લઈને દરિયામાંથી નીકળ્યા હતા. દેશમાં તેમના કેટલાક મંદિરો પણ છે. જેના દર્શન માટે તમે ટ્રિપ પ્લાન કરી શકો છો.

ધનતેરસના દિવસે સામાન્ય રીતે દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. પણ ભારતમાં ઘણી જગ્યાએ ધનતેરસને ભગવાન ધન્વંતરિની જયંતી તરીકે ઉજવવામાં આવે છે. ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરિની પૂજા કરવામાં આવે છે. એવુ માનવામાં આવે છે સમુદ્ર મંથન દરમિયાન ભગવાન ધન્વંતરી અમૃત કળશ લઈને પ્રગટ થયા હતા. દેશમાં તેમના કેટલાક મંદિરો પણ છે. જેના દર્શન માટે તમે ટ્રિપ પ્લાન કરી શકો છો.

રંગનાથસ્વામી મંદિર - આ મંદિર તમિલનાડુમાં સ્થિત છે. આ મંદિર ભગવાન ધન્વંતરિને સમર્પિત છે. આ મંદિરમાં જડીબૂટિનો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે. આ મંદિરમાં વિધિ -વિધાનથી પૂજા કરવામાં આવે છે.

થોટટૂવા ધન્વંતરી મંદિર - આ મંદિરમાં ભગવાન ધન્વંતરીની લગભગ 6 ફીટ લાંબી મૂર્તિ છે. આ મંદિરમાં પ્રસાદમાં માખણ અર્પણ કરવામાં આવે છે.

શ્રી ધન્વંતરી મંદિર - તમિલનાડુમાં સ્થિત આ મંદિર ભગવાન ધન્વંતરિનું પ્રખ્યાત મંદિર છે. ધનતેરસના દિવસે અહીં ભગવાન ધન્વંતરિની ખાસ પૂજા કરવામાં આવે છે.

ધન્વંતરી મંદિર - આ મંદિર નેલ્લુવાઈમાં સ્થિત છે. એવી માન્યતા છે કે આ મંદિરમાં ભગવાન ધન્વંતરિની મૂર્તિ અશ્વિતી દેવોએ સ્થાપિત કરી હતી. આ મંદિર 5000 વર્ષ જૂનુ છે.