આ છે અમદાવાદના એ પાંચ સુંદર મંદિરો, એકવાર તમે તેમની મુલાકાત લો તો તમને વારંવાર જવાનું મન થશે- Photos
ભારતના વિવિધ શહેરોમાં અલગ-અલગ મંદિરો છે. આ મંદિરોનો પોતાનો ઇતિહાસ અને કથાઓ છે. જે પૈકી કેટલાક રાજાએ બંધાવ્યા હતા અને કેટલાક મંદિરો સ્વયંભુ રાતોરાત પ્રગટ થયા હતા. જો ગુજરાતના અમદાવાદની વાત કરીએ તો અહીં પણ ખૂબ જ સુંદર મંદિરો છે. જેના દર્શન તમારે ઓછામાં ઓછા એક વખત જરૂર કરવા જોઈએ. એવું કહેવાય છે કે વ્યક્તિ એકવાર આ મંદિરોની મુલાકાત લે છે, તો તેને વારંવાર ત્યાં જવાનું મન થાય છે.

અમદાવાદ શહેર જેટલુ સુંદર છે તેના મંદિરો પણ એટલા જ સુંદર છે. જેની એકવાર તો મુલાકાત લેવી જ જોઈએ. અમદાવાદ અને તેની આસપાસના પ્રખ્યાત મંદિરોની વાત કરીએ તો સૌપ્રથમ આવે છે મોઢેરાનું સૂર્ય મંદિર. આ મંદિર સૂર્યદેવને સમર્પિત છે. જે મોઢેરામાં બેચરાજી હાઇવે નજીક આવેલુ છે. તેનું નિર્માણ 11મી સદી દરમિયાન થયું હોવાનું માનવામાં આવે છે. તેને અમદાવાદની નજીકમાં આવેલા સૌથી જૂના અને પૌરાણિક મંદિરોમાંનુ એક માનવામાં આવે છે. શિલ્પ સ્થાપત્ય અને તેની કોતરણીનો આ બેનમૂન નમૂનો છે આ મંદિર. તે ભારતના મોટાભાગના સૂર્ય મંદિરો કરતાં તદ્દન અલગ દેખાય છે.

શ્રી સ્વામી નારાયણ મંદિર - આ મંદિર અંદર અને બહાર બર્માથી લવાયેલા સાગના લાકડામાંથી બનેલું છે, જે આ મંદિરની અનોખી સુંદરતા પાછળનું મુખ્ય કારણ માનવામાં આવે છે. નારાયણ મંદિરની સાથે, મંદિર પરિસરમાં અન્ય ઘણી ઇમારતો પણ છે.

દેવેન્દ્રેશ્વર મહાદેવ મંદિર-અમદાવાદ રેલ્વે સ્ટેશનથી થોડાક કિલોમીટરના અંતરે આવેલું દેવેન્દ્રેશ્વર મહાદેવ મંદિર શહેરનું સૌથી પવિત્ર સ્થળ માનવામાં આવે છે. આ મંદિરમાં દેવી દુર્ગાની સુંદર અને અલંકૃત મૂર્તિ અને ભગવાન મહાદેવની નાની મૂર્તિ છે. નવરાત્રી દરમિયાન આ મંદિરનો નજારો જોવા જેવો હોય છે.

ભદ્રકાલી માનું મંદિર- આ મંદિર દેવી ભદ્રકાલીને સમર્પિત છે, જેને દેવી કાલીના સ્વરૂપોમાંથી એક માનવામાં આવે છે. આ સુંદર મંદિરની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય નવરાત્રી છે કારણ કે આ તહેવાર સૌથી વધુ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે.

શ્રી હનુમાનજી મંદિર- શાહીબાગમાં આવેલું શ્રી હનુમાનજી મંદિર અમદાવાદના સૌથી જૂના મંદિરોમાંનું એક છે. તેની સ્થાપના લગભગ 100 વર્ષ પહેલા પંડિત ગજાનન પ્રસાદ દ્વારા કરવામાં આવી હતી. મંદિરને ભગવાન રામની વાણીીથી અંદરથી શણગારવામાં આવ્યું છે. મંગળવારે અને શનિવારે મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શને આવે છે.
