‘રેન્ટલ વાઇફ’ ! હવે આ શું નવું આવ્યું ? કયા દેશમાં આ ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને વિદેશી પ્રવાસીઓને જ કેમ આનો ફાયદો મળે છે ?
સાંભળવામાં ભલે થોડું અજીબ લાગે પણ આ 'રેન્ટલ વાઇફ'નો ટ્રેન્ડ હાલમાં એક ચર્ચાનો વિષય બન્યો છે. હવે આ રેન્ટલ વાઇફનો ટુરિસ્ટો સાથે શું સંબંધ છે? તેઓ પત્નીની ભૂમિકા કઈ રીતે અને કેટલા દિવસ સુધી ભજવે છે?

દુનિયામાં એક એવો દેશ છે કે, જ્યાં 'રેન્ટલ વાઇફ'નો ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને આ એક ચર્ચાનો વિષય બની ગયો છે. અહીં મહિલાઓ ટુરિસ્ટ સાથે અસ્થાયી રૂપે પત્નીનો સંબંધ જાળવી રાખે છે.

આ પ્રકારનો સંબંધ ન તો પરંપરાગત લગ્નના રૂપમાં ગણાય છે અને ન તો કાનૂની રીતે માન્ય હોય છે. આના એક વ્યક્તિગત કોન્ટ્રાક્ટ હોય છે, જેમાં સ્ત્રી ચોક્કસ સમયગાળા માટે ટુરિસ્ટ સાથે તેની પત્નીની જેમ વર્તે છે. ટૂંકમાં રસોઈ બનાવવી, સાથે મુસાફરી કરવી, સંભાળ રાખવી અને જીવનસાથીની જેમ સમય વિતાવવો.

રસપ્રદ વાત એ છે કે, કેટલીકવાર આ સંબંધો ખરેખરમાં એક સ્થાયી લગ્નમાં ફેરવાઈ જાય છે. આ જ કારણ છે કે, હવે આ પ્રથા ફક્ત એક સંબંધ તરીકે નહીં પરંતુ એક બિઝનેસ મોડેલ તરીકે જોવાઈ રહી છે. 'થાઈ ટેબૂ: ધ રાઇઝ ઓફ વાઈફ રેન્ટલ ઇન મોર્ડન સોસાયટી' પુસ્તકમાં, લેખક લેવર્ટ એ ઈમેન્યુઅલે આ વાતની ચર્ચા કરી છે.

પુસ્તકમાં દર્શાવવામાં આવ્યું છે કે, આર્થિક રીતે નબળા પરિવારોની મહિલાઓએ વધારાની આવક મેળવવા માટે આ કામ કરવાનું શરૂ કર્યું. મોટાભાગની મહિલાઓ બાર અને નાઈટક્લબ સાથે જોડાયેલી છે અને ત્યાંથી તેમને ટુરિસ્ટ ક્લાઈન્ટ મળી જાય છે.

નોંધનીય છે કે, આ સંબંધોની કિંમત મહિલાની ઉંમર, સુંદરતા, શિક્ષણ અને સાથે રહેવાના સમયગાળાને આધારે નક્કી કરવામાં આવે છે. કેટલીક મહિલાઓને ફક્ત થોડા દિવસો માટે ભાડે રાખવામાં આવે છે, જ્યારે ઘણી મહિલાઓ મહિનાઓ માટે સાથે રહેતી હોય છે.

આ દેશનું નામ થાઇલેન્ડ છે. થાઇલેન્ડના કેટલાક શહેરોમાં, ખાસ કરીને પટાયામાં, કેટલીક મહિલાઓ વિદેશી ટુરિસ્ટ સાથે અસ્થાયી રૂપે પત્નીની ભૂમિકા ભજવે છે.

અહેવાલો અનુસાર, આનું ભાડું લગભગ $1,600 (લગભગ રૂ. 1.3 લાખ) થી શરૂ થાય છે અને $116,000 (લગભગ રૂ. 96 લાખ) સુધી પહોંચી શકે છે. જો કે, કાયદેસર રીતે આના પર કોઈ પ્રતિબંધ નથી કારણ કે આ બધું પરસ્પર સંમતિ અને ખાનગી કરાર હેઠળ થાય છે.
દેશની સાથે સાથે વિદેશના નાના મોટા મહત્વના તમામ સમાચાર જાણવા માટે આપ અહિંયા ક્લિક કરો
