આ છે Zomato ના CEO, 6 મહિના સુધી જેની રાહ જોઈ એ પહેલી પત્નીને આપ્યા છુટાછેડા, હવે કર્યા બીજા લગ્ન, જુઓ Photo
ફૂડ ડિલિવરી કંપની Zomatoના CEO દીપેન્દ્ર ગોયલે પોતાની મેક્સિકન ગર્લફ્રેન્ડ ગ્રેસિયા મુનોઝ સાથે ગુપ્ત રીતે બીજી વખત લગ્ન કર્યાના સમાચાર ચર્ચામાં છે. પરંતુ શું તમે જાણો છો કે તેમની પહેલી પત્ની કંચન જોશી આ દિવસોમાં ક્યાં છે અને શું કરી રહી છે?

શાર્ક ટેન્ક ઈન્ડિયા સીઝન 3 ના જજ અને ઝોમેટોના સ્થાપક-સીઈઓ દીપેન્દ્ર ગોયલે તેની મેક્સીકન ગર્લફ્રેન્ડ ગ્રેસિયા મુનોઝ સાથે ગુપ્ત રીતે બીજા લગ્ન કર્યા છે. આ દરમિયાન તેમની પહેલી પત્ની કંચન જોશીની પણ ચર્ચા થઈ રહી છે. કંચન જોશી એ જ વ્યક્તિ છે જેની 'હા' માટે દીપેન્દ્ર ગોયલે 6 મહિના સુધી રાહ જોઇ હતી. ચાલો જણાવીએ તમને પુરી કહાની...

દીપન્દર અને કંચન IIT-દિલ્હીમાં અભ્યાસ દરમિયાન મળ્યા હતા. આ બંને મૈથમેટિક્સ અને કોમ્પ્યુટર વિભાગના વિદ્યાર્થીઓ હતા. દીપેન્દ્રએ એકવાર ફોર્બ્સ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેણે કંચન પાસેથી 'હા' સાંભળવા માટે 6 મહિના સુધી રાહ જોવી પડી હતી. કંચન એ દિવસોમાં ગણિતમાં એમએસસી કરતી હતી, તેથી તેઓ લેબમાં અવારનવાર મળતા હતા.

2007માં લગ્ન કર્યા હતા, 2008માં Zomatoની શરૂઆત થઈ હતી- આજે દીપન્દર ઝોમેટોના નામથી ઓળખાય છે, પરંતુ તેની શરૂઆતમાં પણ કંચનનો હાથ હતો. દીપેન્દ્ર અને કંચનનાં લગ્ન 2007માં થયાં હતાં. પછીના વર્ષે એટલે કે 2008માં, દીપિન્દર અને પંકજ ચઢ્ઢાએ Zomatoની શરૂઆત કરી, ત્યારબાદ તે Foodibay તરીકે જાણીતી હતી. દીપન્દર કંચન વિશે કહેતા હતા કે તે તેને સારી રીતે સમજે છે અને વર્ષોથી તેમની વચ્ચે કોઈ લડાઈ નથી થઈ. આ પાવર કપલે 2013માં સિઆરા નામની દીકરીને જન્મ આપ્યો હતો.

કંચન જોશી હવે શું કરે છે?- મીડિયા રિપોર્ટ્સ અનુસાર કંચન અને દીપેન્દ્ર હવે અલગ થઈ ગયા છે. કંચન જોશી હાલમાં દિલ્હી યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કરે છે. બંનેએ છૂટાછેડા લીધા છે કે નહીં તેની પુષ્ટિ કરવા માટે કોઈ સમાચાર નથી.

આ દરમિયાન દીપેન્દ્ર ગોયલ અને ગ્રેસિયા મુનોઝના લગ્ન થઈ ગયા છે. કહેવાય છે કે ગ્રેસિયા ભારતની મુલાકાતે આવી હતી, આ દરમિયાન તેની મુલાકાત દીપેન્દ્ર ગોયલ સાથે થઈ અને બાદમાં બંનેએ લાંબા સમય સુધી ડેટ કર્યું. બંને ફેબ્રુઆરી મહિનામાં જ હનીમૂન પરથી પરત ફર્યા હતા.

































































