Ranji Trophy Semi Final : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરતી લાલા અરઝાન નાગવાસવાલા બોલાવી રહ્યો છે ધમાલ
રણજી ટ્રોફીની સેમિફાઇનલમાં મુંબઈની ટીમ વિદર્ભ સામે ટકરાઈ રહી છે જ્યારે બીજી સેમિફાઇનલ કેરળ અને ગુજરાત વચ્ચે રમાઈ રહી છે. આ બે મેચના વિજેતાઓ વચ્ચે રણજી ટ્રોફીની ફાઇનલ રમાશે.

અમદાવાદમાં રણજી ટ્રોફી સેમિફાઇનલમાં ગુજરાતનો મુકાબલો કેરળ સામે ચાલુ છે. જેમાં ગુજરાતની ટીમ શાનદાર પ્રદર્શન કરતી જોવા મળી હતી.

ગુજરાત માટે ઘરેલુ ક્રિકેટ રમતા ડાબોડી ફાસ્ટ બોલર અરઝાન નાગવાસવાલાનો જન્મ 17 ઓક્ટોબર, 1997ના રોજ સુરતમાં થયો છે. તેમણે ગુજરાત માટે અંડર-16, અંડર-19 અને અંડર-23ક્રિકેટ રમી ચૂક્યો છે. જોકે, તેને 2008માં ઓળખ મળી, જ્યારે તેણે રણજી ટ્રોફીની પોતાની ડેબ્યૂ મેચમાં મુંબઈ સામે પાંચ વિકેટ લીધી હતી.

અરઝાન નાગવાસવાલા એક નાનકડા ગામ નાર્ગોલનો રહેવાસી છે.ગુજરાત તરફથી બેટિંગ કરવા આવેલા પ્રિયાંક પંચાલે 237 બોલનો સામનો કરીને 148 રનની ઇનિંગ રમી હતી. આ સમયગાળા દરમિયાન, તેના બેટમાંથી 18 ચોગ્ગા અને 1 સિક્સ આવી હતી. અર્જન નાગવાસવાલ પણ શાનદાર પ્રદર્શન કર્યું હતુ.

અરઝાન નાગવાસવાલા 34 ઓવરમાં 81 રન આપી 3 વિકેટ લીધી હતી. જલજ એસ સક્સેના, સચિન બેબી અને અહમદ ઇમરાનની વિકેટ લીધી હતી.

ગુજરાતની પ્લેઈંગ 11ની વાત કરીએ તો ચિંતન ગાજા, પ્રિયાંક પંચાલ,મનન હિંગરાજિયા, વિશાલ જયસ્વાલ,સિદ્ધાર્થ દેસાઈ, અર્જન નાગવાસવાલ, જયમીત પટેલ, રવિ બિશ્નોઈ, પ્રિયજીત જાડેજા છ.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા સ્થપાયેલી રણજી ટ્રોફીનું નામ ભારતના પ્રથમ ટેસ્ટ ક્રિકેટર રણજિત સિંહના નામ પરથી રાખવામાં આવ્યું હતુ, રણજી ટ્રોફીના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

































































