આ છે બોલીવુડની સૌથી ઊંચી અભિનેત્રીઓ, જેની સાથે ફિલ્મમાં કામ કરવા અભિનેતાઓ હિલ્સવાળા પહેરે છે શૂઝ
બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં અમિતાભ બચ્ચન સૌથી મોટા સ્ટાર માનવામાં આવે છે, તેની આગળ અન્ય તમામ સ્ટાર ઊંચાઈમાં નાના છે પરંતુ શું તમે જાણો છે કે, આ ઈન્ડસ્ટ્રીમાં કેટલીક એવી અભિનેત્રીઓ છે. જે ઉંચાઈ મામલે અમિતાબ બચ્ચને પણ ટકકર આપે છે. તો ચાલો જાણીએ બોલિવુડની સૌથી લાંબી અભિનેત્રી કોણ છે.

બોલિવુડ ઈન્ડસ્ટ્રી રંગીલી દુનિયા છે. જેમાં લોકો પોતાની રંગ રુપ સ્ટાઈલથી પરફેક્ટ રહે છે. કેટલીક એવી અભિનેત્રીઓ છે, જે ઊંચાઈમાં ખુબ લાંબી છે. જેને ફિલ્મમાં લેવા માટે પણ મેકર્સ 100 વખત વિચાર કરે છે. એવું પણ કહેવામાં આવે છે કે, ક્યારેક આ અભિનેત્રી હીરોથી એટલી ઊંચી હોય છે કે, અભિનેતાને હિલ વાળા શૂઝ પહેરવાનો વારો આવે છે. આમાંથી એક તો અમિતાભ બચ્ચને પણ ટકકર આપે છે.

મિસ વર્લ્ડ 1999 યુક્તા મુખીની ઊંચાઈ સૌથી વધુ છે. બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં આ સૌથી હાઈટવાળી અભિનેત્રી માનવામાં આવે છે. યુક્તાની હાઈટ 5 ફુટ 11 ઈંચ છે. આ અમિતાભ બચ્ચને નજીક છે. જો અભિનેત્રી હિલ પહેરે છે તો અભિનેત્રી અમિતાભ બચ્ચનથી પણ લાંબી લાગે છે.

બોલિવુડની સ્ટાઈલિશ અભિનેત્રી સોનમ કપૂર તેના પિતાની જેમ ખુબ લાંબી છે. સોનમ કપૂરની હાઈટ સામાન્ય છોકરીઓથી વધારે 5'9 છે.

ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીની પત્ની અને ફેમસ અભિનેત્રી અનુષ્કા શર્મા 5 ફૂટ 9 ઇંચ ઉંચી છે. તેમણે શાહરૂખ ખાન સાથે 'રબ ને બના દી જોડી' ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.

દીપિકા પાદુકોણ બોલિવુડની સૌથી હાઈટ વાળી અભિનેત્રી માનવામાં આવે છે. તેની ઊંચાઈ 5 ફિટ 9 ઈંચ છે. જોવામાં દીપિકા પાદુકોણ ખુબ જ લાંબી લાગે છે.

બોલિવુડ હિટ અભિનેત્રીમાંથી એક કૈટરીના કૈફની ઊંચાઈ પણ ખુબ વધારે છે. કૈટરીના કૈફની લંબાઈ દીપિકા પાદુકોણની જેમ 5'9 છે.

તેરી બાતોમે એસા ઉલસા જિયા અભિનેત્રી કૃતિ સેનન ઊંચાઈમાં દીપિકા પાદુકોણને સખત ટકકર આપે છે. તે 5 ફૂટ 9 ઇંચ ઉંચી છે.

ડાયના પેન્ટી અન્ય અભિનેત્રીથી ઊંચાઈ ખુબ વધારે છે.તેની હાઈટ 5 ફિટ 10 ઈંચ છે.
હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે. બોલિવૂડનું નામ અંગ્રેજી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોલીવુડની તર્જ પર રાખવામાં આવ્યું હતું.બોલિવુડના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
