Gandhinagar : ટ્રક અને ફોર્ચ્યુનર કાર વચ્ચે સર્જાયો અકસ્માત, ઈજાગ્રસ્ત લોકોને સારવાર હેઠળ ખસેડાયા, જુઓ Video
રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ફરી એક વાર અકસ્માત સર્જાયો છે. ગાંધીનગરના પાલજ પાસે ઓવર બ્રિજ પાસે અકસ્માત સર્જાયો છે. પાલજ પાસે આવેલા ઓવર બ્રિજ પાસે ટ્રક અને ફોર્ચ્યુનર કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે.
રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ફરી એક વાર અકસ્માત સર્જાયો છે. ગાંધીનગરના પાલજ પાસે ઓવર બ્રિજ પાસે અકસ્માત સર્જાયો છે. પાલજ પાસે આવેલા ઓવર બ્રિજ પાસે ટ્રક અને ફોર્ચ્યુનર કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં ગાડીનો ડ્રાઈવર સ્ટેરિંગમાં ફસાયો હતો. સદનસીબે અકસ્માતમાં કોઈ મોટી જાન હાનિ થઈ નથી. મનપાની ફાયર વિભાગે ડ્રાયવરને બહાર કાઢ્યો હતો.
સુરતમાં અકસ્માતમાં 4 લોકોના મોત
બીજી તરફ ગઈકાલે સુરતમાં વહેલી સવારે અકસ્માતમાં 4 લોકોના મોત થયા હતા. માંડવી તાલુકાના ઉમરખડી ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પિક અપ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 4 લોકોના મોત થયા હતા. તેમજ 16 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.મળતી માહિતી અનુસાર લગ્નમાંથી પરત આવતા સમયે અકસ્માત સર્જાયો હતો. 3 ગંભીર ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. 9 લોકો વધુ ઈજાગ્રસ્ત થતા માંડવી રેફરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા.
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
