Junagadh : મહાશિવરાત્રી મેળાને લઇ પોલીસ એક્શનમાં ! 1200 પોલીસ કર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો,જુઓ Video
મહાશિવરાત્રીના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાને લઈને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. કલેકટર કચેરી ખાતે મેળાને લઈને બેઠક યોજાઈ છે. જેમાં વહીવટી કર્મચારીઓ સહિત સાધુ- સંતો પણ હાજર રહ્યાં હતા.

પ્લાસ્ટિકમુક્ત મેળો બનાવવાનો પ્રયત્ન – કલેકટર
પ્લાસ્ટિકમુક્ત મેળો બને તે માટે આ વર્ષે ખાસ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. આરોગ્ય સંબંધિત વ્યવસ્થા કરવામાં આવશે તેવું કલેકટરે જણાવ્યું છે. મેળામાં એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત મેળાના સમયગાળા દરમિયાન તરવૈયાઓ પણ તૈનાત કરવામાં આવશે. દૂધ અને છાશની અછત ન સર્જાય તેની કાળજી રખાશે તેવુ પણ જણાવવામાં આવ્યું છે. મહાશિવરાત્રીનો આ મેળો 22 થી 26 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે.
51 કેમેરાથી ભવનાથમાં રખાશે નજર !
જૂનાગઢમાં યોજાનાર મહાશિવરાત્રી મેળાને લઇ પોલીસ એક્શનમાં આવી ગઈ છે. કુલ 1200 પોલીસ કર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. 12 DySP, 22 PI, 123 PSI મેળામાં ફરજ નિભાવશે. 468 સીસીટીવી કેમેરાથી શહેરમાં, 51 કેમેરાથી ભવનાથમાં નજર રાખવામાં આવશે. મનપા ઝોનલ ઓફિસે સેન્ટ્રલાઇઝ પોલીસ કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે.

જમ્મુ કાશ્મીર હુમલા બાદ ભારતે 'એક્શન મોડ' એક્ટિવેટ કર્યો

નાની ઉંમરે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક ? જાણો એક્સપર્ટે શું કહ્યું

બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા કેસમાં ખંભાતના આરોપીને ફટકારાઈ ફાંસી

મહુધામાં યુવક-યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો, આરોપીની ધરપકડ