Phone Tips: વોટ્સએપમાં ઓટોમેટિક ડાઉનલોડ થઈ જાય છે ફોટા અને વીડિયો? તો બંધ કરી લો આ ઓપ્શન
ફોનમાં ફોટો અને વીડિયો ઓટોમેટિક ડાઉનલોડ થઈ જાય છે.પણ જો તમે આ ફીચરને બંધ કરી દો છો તો તમારા ફોનમાં આવતા ગમે તે ફોટા કે વીડિયો ડાઉનલોડ નહીં થાય આ માટે નીચે આપેલા સ્ટેપ ફોલો કરી લો

આજે સમગ્ર વિશ્વમાં WhatsAppનો ઉપયોગ થઈ રહ્યો છે. આમાં લોકો તેમના મિત્રો, સબંધીઓ સાથે ચેટ અને વીડિયો કોલ પર વાત કરે છે. દરરોજ ઘણા લોકો તમને વોટ્સએપ પર વીડિયો અને ફોટા મોકલે છે. આવી રીતે ફોનમાં સ્ટોરેજ ફુલ થઈ જાય છે. સૌથી મહત્વની બાબત એ છે કે આમાંથી ઘણા ફોટો અને વીડિયો તમારા કોઈ કામના નથી તેમ છત્તા તે ડાઉનલોડ થઈને તમારી ગેલેરી અને સ્ટોરેજમાં પડી રહે છે.

ત્યારે વોટ્સએપનું એક ફીચર છે જેના કારણે ફોનમાં ફોટો અને વીડિયો ઓટોમેટિક ડાઉનલોડ થઈ જાય છે.પણ જો તમે આ ફીચરને બંધ કરી દો છો તો તમારા ફોનમાં આવતા ગમે તે ફોટા કે વીડિયો ડાઉનલોડ નહીં થાય આ માટે નીચે આપેલા સ્ટેપ ફોલો કરી લો

વોટ્સએપ પર ફોટા અને વિડીયો માટે ઓટો-ડાઉનલોડ બંધ કરવા પહેલા તમારા ફોનમાં WhatsApp ખોલો, આ પછી તમારે સેટિંગ્સમાં જવું પડશે.

સેટિંગ્સમાં ગયા પછી પછી તમારે સ્ટોરેજ અને ડેટા ઓપ્શન પર ટેપ કરો

અહીં તમને મીડિયા ઓટો-ડાઉનલોડનો ઓપ્શન દેખાશે તેની નીચે તમને ત્રણ ઓપ્શન મળશે જેમાં when using mobie data, when connected on wifi અને when roamingના ત્રણ ઓપ્શ હશે

હવે ત્રણેમાં વારાફરતી ટેપ કરો અહીં તમને Photo, audio, video and document પર રાઈટ હશે તે તમાજ જગ્યાએ તે રાઈટ કાઢી નાખો

આટલુ કર્યા બાદ સેટિંગ્સમાં પાછા જઈ ચેટના ઓપ્શન પર જાવ અહીં Media visibilityનો ઓપ્શ ચાલુ હશે તેને બંધ કરી દો. બસ આટલુ કરતા તમારા ફોનમાં ગમે તે ફોટો અને વીડિયો ડાઉનલોડ નહીં થાય અને તમારા ફોનની સ્ટોરેજ પણ નહીં ભરાય.
ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ફોનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો



























































