3500 ફૂટની ઊંચાઈએ બનેલું મંદિર, સુલતાને તોડી પાડ્યું શિખર, 500 વર્ષ પછી થયું આ કામ
Pavagadh Temple: આ મંદિર ગુજરાતના સૌથી મોટા પ્રવાસી અને તીર્થધામોમાંનું એક છે, જયાં દર વર્ષે મોટી સંખ્યામાં લોકો આવે છે. આ મંદિર 3.5 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું છે.


Pavagadh Temple: ગુજરાતનું ભોજન સમગ્ર ભારતમાં પ્રખ્યાત છે. પરંતુ અહીંના ભોજન સિવાય પર્વત પર બનેલા મા કાલીના મંદિરની પણ ઘણી ચર્ચા છે. આ મંદિર લગભગ 500 વર્ષ જૂનું છે અને 51 શક્તિપીઠોમાંથી એક છે.

એવું માનવામાં આવે છે કે આ મંદિર 10મી અને 11મી સદીની વચ્ચે બનાવવામાં આવ્યું હતું. માતા કાલીએ 3500 ફૂટની ઉંચાઈ પર પોતાનો દરબાર શણગાર્યો છે. આ મંદિર ગુજરાતના સૌથી મોટા પ્રવાસી અને તીર્થસ્થાનોમાંનું એક છે, જ્યાં દર વર્ષે મોટી સંખ્યામાં લોકો આવે છે.

લગભગ 500 વર્ષ પહેલા સુલતાન મહમૂદ બેગડા દ્વારા મંદિરના શિખરનો નાશ કરવામાં આવ્યો હતો. જોકે, પાવાગઢ ટેકરી પર સ્થિત આ 11મી સદીના મંદિરના શિખરને પુનઃવિકાસ યોજનાના ભાગરૂપે પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે. પીએમ મોદીએ લગભગ 500 વર્ષ બાદ આના પર ધ્વજ ફરકાવ્યો છે.

આ મંદિરની સૌથી ખાસ વાત એ છે કે એક સમયે લગભગ 2000 ભક્તો માતાના દર્શન કરી શકે છે. અહીં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના લોકો પણ મોટી સંખ્યામાં આવે છે.

અહીં રોપ-વે અથવા સીડી દ્વારા મંદિર સુધી સરળતાથી પહોંચી શકાય છે. આ મંદિર ગાઢ જંગલની વચ્ચે એક ખડક પર આવેલું છે. સેંકડો વર્ષો પછી પણ આજે પણ આ મંદિર લોકોની ભક્તિનું કેન્દ્ર છે. (ઇનપુટ ક્રેડીટ : ટીવી9 ભારત વર્ષ )






































































