ટેક્નોલોજી સમાચાર : હવે વોટ્સઅપ પર તમારી પ્રાઈવેટ ચેટ બનશે વધુ સુરક્ષિત ! જાણો કેવી રીતે
દેશ-દુનિયામાં મોટોભાગના લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોય છે. જેમાં વોટ્સએપનો ઉપયોગ સૌથી વધારે થાય છે. વોટ્સઅપનો ઉપયોગ પર્સનલ ઉપયોગની સાથે પ્રોફશનલ ઉપયોગ માટે પણ મહત્તવનું સોશિયલ મીડિયો એપ્લિકેશન છે. વોટ્સઅપમાં દિવસે દિવસે નવા ફિચર આવતા હોય છે. તો આજે અમે તમને આગામી સમયમાં આવનાર નવા ફિચર વિશે વાત કરીશું.

WhatsAppમાં એક નવું અપડેટ આવી રહ્યુ છે.વોટ્સએપના આ નવા અપડેટ સાથે યુઝર્સને એક નવો સિક્રેટ કોડ ફીચર મળશે. જો કે કંપનીએ આ વર્ષની શરૂઆતમાં આ સિક્રેટ કોડ ફીચરની જાહેરાત કરી હતી.

આ સિક્રેટ કોડનો ફાયદો એ થશે કે જો તમે તમારો ફોન કોઈને આપો છો તો પણ તે તમારી ચેટ્સ જોઈ શકશે નહીં. સિક્રેટ કોડ દ્વારા તમે નિશ્વિત એક ચેટને પણ લોક કરી શકશો.

સિક્રેટ ચેટ લોક માટે યુઝર્સને PIN, પાસકોડ, ફિંગરપ્રિન્ટ અથવા ફેસ અનલોકનો વિકલ્પ મળશે. મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે પોતાની એક ફેસબુક પોસ્ટમાં સિક્રેટ કોડ વિશે માહિતી આપી છે. મેટા અનુસાર, સિક્રેટ કોડ સાથે લૉક કરેલી ચેટ સૂચિમાં દેખાશે નહીં.

નવી સુવિધાઓ માટેના અપડેટ્સ ધીમે ધીમે બહાર પાડવામાં આવી રહ્યા છે. નવા અપડેટ પછી, તમારે એપના સેટિંગ્સમાં જવું પડશે, લૉક કરેલ ચેટને છુપાવવા માટે ચેટ લોક સેટિંગમાં જવું પડશે અને પછી સિક્રેટ કોડ દાખલ કરવો પડશે. તમારે આ કોડ યાદ રાખવાની જરૂર છે.

સ્માર્ટ ફોનની એક્સપાયરી ડેટ endoflife.date વેબસાઇટ પર જોઇ શકો છો.અહીં ફોનનો એક્ટિવ સપોર્ટ અને સિક્યોરિટી અપડેટની જાણકારી મળે છે. વોટ્સએપ દર વર્ષે જુના OSથી પોતાનો સપોર્ટ અહીંથી હટાવી લેશે.જો તમારુ OS વધારે જુનુ હશે, તો કદાચ તમે વોટ્સએપનો યુઝ નહીં કરી શકો.
