Mango Lassi Recipe: ઉનાળામાં શરીરમાં ઠંડક જાળવી રાખશે મેંગો લસ્સી, જાણો તેને બનાવવાની રીત
Mango Lassi Recipe in Gujarati : ઉનાળામાં ચારે તરફથી ગરમ હવા અને આકરા તાપને કારણે ભયંકર ગરમીનો માહોલ હોય છે. આવા સમયમાં આપણા શરીરમાં ઠંડક બનાવી રાખવા માટે મેંગો લસ્સી જેવા પીણા મદદગાર સાબિત થાય છે.


ઉનાળામાં કેરી ખાવાનો અને લસ્સી પીવાનો ભારે ક્રેઝ જોવા મળે છે. પણ તમે આ બંનેના કોમ્બિનેશનનો આનંદ ઉનાળામાં માણી શકો છો.

2 વ્યક્તિ માટે મેંગો લસ્સી બનાવવા લગભગ 10 મિનિટનો સમય લાગશે. મેંગો લસ્સી બનાવવા માટેની સામગ્રી - 1 કપ કાપેલી કેરી (લગભગ 1 મધ્યમ આકારની પાકેલી કેરી), 1 કપ દહીં, 1/4 કપ પાણી અથવા દૂધ, 1 ચપટી એલચીનો પાઉડર, 1/2 ટેબલસ્પૂન ખાંડ, 1 ટેબલસ્પૂન કાપેલા સૂકા મેવા

સ્ટેપ 1 - એક પાકેલી કેરીના નાના ટુકડાઓ કાપો. એક બ્લેન્ડરમાં આ કાપેલી કેરી સાથે દહીં અને 1/4 કપ પાણી નાંખો.

સ્ટેપ 2- તે મુલાયમ અને ક્રીમી થાય ત્યાં સુધી આ મિશ્રણને પીસો. તેમાં એલચી પાઉડર અને ખાંડ નાંખો. લસ્સી ઘટ્ટ થઈ કે નહીં તે તપાસી જેમાં જરુરી પાણી નાંખો.

સ્ટેપ 3 - લગભગ 1 મિનિટ સુધી આ મિશ્રણને પીસી લો. તેને સર્વિંગ ગ્લાસમાં કાઢો અને કાપેલા સૂકા મેવાથી મેંગો લસ્સીના ગ્લાસને સજાવો.

































































