Stored Food: ફ્રીજમાં રાખેલો ખોરાક કેટલા કલાક પછી ન ખાવો જોઈએ ? તમે તો આ ભૂલ નથી કરતાને ,જાણો અહીં

Stored Food: જો થાળીમાંથી જરૂરિયાત કરતાં વધુ ખોરાક લેવામાં આવે તો તે ઘણી વખત બચી જાય છે. આવી સ્થિતિમાં આપણે આપણી થાળી કાં તો ફ્રીજમાં રાખીએ છીએ અથવા બચેલો ખોરાક બીજા વાસણમાં મૂકીને ફ્રીજમાં સ્ટોર કરીએ છીએ. જેથી જ્યારે તમને ભૂખ લાગે ત્યારે તમે તે ખોરાક ફરીથી ખાઈ શકો. ત્યારે ફ્રીજમાં રાખેલો ખોરાક કેટલા કલાક પછી ન ખાવો જોઈએ ચાલો જાણીએ.

| Updated on: Apr 01, 2024 | 4:03 PM
શહેરના વ્યસ્ત જીવનમાં ઘણી વખત ભૂખ લાગે ત્યારે તાજો ખોરાક તૈયાર કરવો શક્ય નથી. જોકે હવે ગરમી પણ આવી ગઈ છે. ત્યારે ખોરાક જલદી બગડી ના જાય તે માટે લોકો ખોરાક બનાવી તેને ફ્રીજમાં મુકી દેતા હોય છે કે તે લાંબા સમય સુધી સારો રહે અને બગડે નહી. લોકો સમય બચાવવા માટે ઘણી વખત ખોરાક રાંધીને તેને રેફ્રિજરેટરમાં સંગ્રહિત કરે છે. રેફ્રિજરેટરમાં બચેલા ખોરાકનો સંગ્રહ કરવાનો હેતુ કાં તો ખોરાકનો બગાડ અટકાવવાનો અથવા સમય બચાવવાનો છે. ત્યારે ફ્રિજમાં રાખેલો ખોરાક બગડતા બચાવી શકાય છે, પરંતુ તે ફ્રીઝમાં રાખેલો ખોરાક તમારા સ્વાસ્થ્ય માટે કેટલો યોગ્ય છે તે જાણો છો તમે?

1 / 8
ફ્રીઝ બનાવવાનો હેતુ જ શાકભાજી અને ફળોને બગાડ થતો અટકાવી તેને લાંબા સમય સુધી તાજા રાખવાનો છે પણ દરેક ખોરાક લાંબા સમય સુધી નથી ટકી શકતા. ત્યારે ચાલો જાણીએ કે રેફ્રિજરેટરમાં રાખેલો ખોરાક, ફળો અને શાકભાજીને કેટલા સમય સુધી સ્વાસ્થ્ય રહે છે અને કેટલા સમય બાદ ફ્રીજમાં રાખેલો ખોરાક ન ખાવો જોઈએ.

2 / 8
રેફ્રિજરેટરમાં રાખેલા રાંધેલા ભાત આમ તો 1 દિવસની અંદર ખાઈ લેવા જોઈએ જો તમે રાંધેલી વસ્તુ રેફ્રિજરેટરમાં તો તે થોડા સમયમાં તેના ન્યુટ્રીશન મરી જાય છે. જોકે આયુર્વેદ મુજબ રાંધેલો તમામ ખોરાક 6 કલાક સુધી જ પોષણ પુરો પાડે છે તે પછી તેના પોષક તત્વો મરી જાય છે.

3 / 8
જો તમે ઘઉંના રોટલીને રેફ્રિજરેટરમાં રાખતા હોવ તો રોટલી બનાવ્યાના 12 થી 14 કલાકની અંદર તેને ખાઈ લેવી જોઈએ. જો તમે આમ નહીં કરો તો તે પોષક તત્વો મરી જશે અને વધુ સમય ફ્રીજમાં રાખેલી રોટલી તમારા માટે પેટમાં દુખાવાનું કારણ પણ બની શકે છે. રોટલી સાથે લોકો રોટલીનો લોટ પણ બાંધીને ફ્રીજમાં મુકતા હોય છે જે પણ બને તો એક દિવસમાં જ પુરો કરી દેતો અને 6-8 કલાક સુધી રાખી તેની રોટલી બનાવી લેવી. બને તો રાતે લોક ફ્રીજમાં રાખી તેની રોટલી બીજા દિવસે ન કરવી.

4 / 8
જો તમારા ભોજનમાં બચી ગયેલી દાળ હોય અને તમે તેને બગડવાથી બચાવવા માટે તેને ફ્રીજમાં રાખી હોય તો 2 દિવસની અંદર તેનું સેવન કરી લેવું. જો રેફ્રિજરેટરમાં રાખેલી દાળ 2 દિવસ પછી ખાવામાં આવે તો તેનાથી પેટમાં ગેસ ઉત્પન્ન થવા લાગે છે.

5 / 8
ઘણી વખત આપણે ફળો અને શાકભાજી અઠવાડિયાનું ફ્રીજમાં ભરી લઈએ છે પણ લાંબો સમય ફ્રીજમાં રહેલા શાકભાજી અને ફળો તેની ન્યુટ્રીશન વેલ્યુ ગુમાવે છે અને તેને ખાવાથી લાભને બદલે તમને નુકસાન થઈ શકે છે. શાકભાજી અને ફળો કાપ્યા વગર 3થી 4 દિવસ રાખી શકાય છે તેથી વધુ બને તો ન રાખવા જોઈએ

6 / 8
જો તમે રેફ્રિજરેટરમાં સમારેલા ફ્રુટ મુકો છો તો તેનુ સેવન  6 કલાકની અંદર કરી લેવું જોઈએ. નહીંતર તે તમારી બીમારીનું કારણ બની શકે છે.

7 / 8
રેફ્રિજરેટરમાં કોઈ પણ વસ્તુ મુકો તે પછી ભાત, દાળ, રોટલી કે રોટલીનો લોટ તમામ વસ્તુઓ સંપૂર્ણપણે વાસણથી બરોબર ઢાંકીને મુકવા જોઈએ અને રાંધેલા ખોરાકને 24 કલાકની અંદર ખાઈ લેવા જોઈએ.

8 / 8

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">