AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઉનાળામાં શરીરને ઠંડુંગાર રાખતું ‘સુપરફૂડ’: માત્ર પીણું જ નહીં, આ 5 રીતે પણ ખાઈ શકાય છે ગોંદ કતીરા

શું તમે ઉનાળામાં માત્ર ગોંદ કતીરાનું શરબત જ પીવો છો? તો તમે તેના અસલી ફાયદાથી અજાણ છો. ગરમી અને લૂથી બચવા માટે જાણો ગોંદ કતીરા વાપરવાની 5 જાદુઈ રીતો.

| Updated on: Apr 28, 2026 | 4:13 PM
Share
ગુજરાતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે ત્યારે શરીરને અંદરથી ઠંડક આપવી ખૂબ જરૂરી બની ગઈ છે. આ ભીષણ ગરમી, થાક અને ડિહાઈડ્રેશન સામે લડવા માટે આયુર્વેદમાં 'ગોંદ કતીરા'ને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. મોટાભાગના લોકો ગોંદ કતીરાનો ઉપયોગ માત્ર શરબત કે ઠંડાઈમાં જ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે આ એક એવી વસ્તુ છે જેને તમે તમારા રોજિંદા આહારમાં અનેક રીતે સામેલ કરી શકો છો? ગોંદ કતીરા માત્ર તમને લૂથી જ નથી બચાવતું, પણ ગરમીમાં ગુમાવેલી એનર્જી પાછી મેળવવામાં પણ મદદ કરે છે.

1 / 7
રિફ્રેશિંગ શરબત: સૌથી લોકપ્રિય રીત એટલે તેનું શરબત. રાત્રે ગોંદ કતીરાને પાણીમાં પલાળી દો, સવારે તે જેલી જેવો થઈ જશે. તેને ઠંડા દૂધ અથવા પાણીમાં મધ કે સાકર સાથે ભેળવીને પીવાથી શરીર તરત જ ઠંડું થઈ જાય છે.

2 / 7
પૌષ્ટિક લાડુ: શું તમે વિચાર્યું છે કે ગોંદ કતીરાના લાડુ પણ બની શકે? પલાળેલા ગોંદ કતીરાને સૂકવીને ઘી, ડ્રાયફ્રૂટ્સ અને ગોળ સાથે ભેળવીને લાડુ બનાવી શકાય છે. રોજ એક લાડુ ખાવાથી ઉનાળામાં આવતી નબળાઈ દૂર થાય છે અને તમે દિવસભર તરોતાજા અનુભવો છો.

3 / 7
શાહી ફાલુદા: ઘરે બનાવેલા ફાલુદામાં ગોંદ કતીરા ઉમેરવાથી તેનો સ્વાદ અને ગુણ બંને વધી જાય છે. ઠંડા દૂધ, ગુલાબનું શરબત અને ફાલુદાની સેવ સાથે ગોંદ કતીરા મિક્સ કરવાથી તે શરીરને લાંબા સમય સુધી ઠંડક આપે છે.

4 / 7
દહીં સાથે બેસ્ટ કોમ્બિનેશન: પાચનની સમસ્યા અને એસિડિટી માટે ગોંદ કતીરા અને દહીંનું મિશ્રણ રામબાણ ઈલાજ છે. પલાળેલા ગોંદ કતીરાને દહીંમાં મિક્સ કરીને ખાવાથી પેટમાં ઠંડક થાય છે અને પાચનતંત્ર સુધરે છે.

5 / 7
હેલ્ધી આઈસ્ક્રીમ કે ડેઝર્ટ: જો તમે ગરમીમાં મીઠાઈ ખાવાના શોખીન હોવ, તો ઘરે બનાવેલી આઈસ્ક્રીમ કે અન્ય કોઈ પણ ઠંડી વાનગીમાં ગોંદ કતીરા ઉમેરી શકાય છે. આ રીતે ખાવાથી ગરમી પણ ઓછી લાગશે અને તમે મીઠાઈનો હેલ્ધી વિકલ્પ પણ માણી શકશો.

6 / 7
ગોંદ કતીરાની તાસીર અત્યંત ઠંડી હોય છે, તેથી તે ઉનાળામાં વરદાન સમાન છે. ખાસ કરીને જેમને વધુ પડતો પરસેવો આવતો હોય અથવા હાથ-પગમાં બળતરા થતી હોય તેમના માટે આ 5 રીતો ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તો આ ઉનાળે માત્ર શરબત પર નિર્ભર રહેવાને બદલે ગોંદ કતીરાના આ નવા પ્રયોગો ચોક્કસ અજમાવો!

7 / 7

Breaking News : 80 હિપ્પોપોટેમસને મૃત્યુથી બચાવવા અનંત અંબાણીની કોલંબિયાને અપીલ

Follow Us
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video

અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી

શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી

જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ

પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે

કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ

રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video

રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !

સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર

કતર ગેસ કંપનીમાં થયેલા વિસ્ફોટમાં દ્વારકાના યુવકનું મોત, પરિવાર ગમગીન

g clip-path="url(#clip0_868_265)">