રમત કરતા વધારે પર્સનાલિટીના કારણે ટ્રોલ થનારી ક્રિકેટર ભારતી ફુલમાલીનો પરિવાર જુઓ
31 વર્ષીય ભારતી ફૂલમાલીનો જન્મ 11 ઓક્ટોબર, 1994ના રોજ મહારાષ્ટ્રના અમરાવતીમાં થયો હતો. તે વિદર્ભ મહિલા ટીમ માટે ઘરેલુ ક્રિકેટ રમે છે. કોણ છે ભારતી ફૂલમાલી તેના પર શંકા કરવામાં આવી રહી છે કે, તે મહિલા નથી. ભારતી ફુલમાલીનો પરિવાર જુઓ

ભારતીય મહિલા ક્રિકેટર ભારતી ફૂલમાલી તેના લુકને કારણે ચર્ચાનો વિષય બની છે. એક મહિલા તરીકેની તેની ઓળખ પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે.લોકોને શંકા છે કે ભારતી ફૂલમાલી મહિલા નથી, પરંતુ તેમ છતાં તે મહિલા ટીમમાં રમી રહી છે.

ભારતીને 12 જૂનથી શરૂ થયેલી મહિલા T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. તે ટુર્નામેન્ટ પહેલા વોર્મ-અપ મેચોમાં રમતી જોવા મળી હતી.

ભારતી ફુલમાલીનો પરિવાર જુઓ

ભારતી શ્રીકૃષ્ણ ફુલમાલીનો જન્મ 11 ઓક્ટોબર 1994ના રોજ થયો છે. તે એક ભારતીય ક્રિકેટર છે જે વિદર્ભ મહિલા ક્રિકેટ ટીમ માટે રમે છે.

ભારતીના પિતા એક સામાન્ય પરિવારમાંથી આવતા હતા, અને તેઓ એક ખાનગી શાળામાં શિક્ષક હતા. તેને ઘણીવાર સોશિયલ મીડિયા પર તેના દેખાવ અને વ્યક્તિત્વ વિશે નકારાત્મક ટિપ્પણીઓ (ટ્રોલિંગ)નો સામનો કરવો પડ્યો છે, તેમ છતાં, તેમણે તેની રમત અને મહેનત પર ધ્યાન કેન્દ્રિત કર્યું.

તે 13 વર્ષની ઉંમરથી ક્રિકેટ રમી રહી છે, અને 17 વર્ષની ઉંમરે સિનિયર ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. જાન્યુઆરી 2019માં તેમણે 2018-19 સિનિયર મહિલા ચેલેન્જર ટ્રોફી માટે ઇન્ડિયા બ્લુની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું.

ફેબ્રુઆરી 2019માં તેને ઇંગ્લેન્ડ સામેની સીરિઝ માટે ભારતની મહિલા ટ્વેન્ટી20 આંતરરાષ્ટ્રીય (WT20I) ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું.

ભારતી ફુલમાલી વિદર્ભ મહિલા ટીમની બે ખેલાડીઓમાંની એક હતી, બીજી કોમલ ઝાંઝાદ હતી, જેને રાષ્ટ્રીય ટીમ માટે પસંદ કરવામાં આવી હતી.7 માર્ચ 2019ના રોજ ઇંગ્લેન્ડ સામે TW20I માં ડેબ્યૂ કર્યું હતું.

તે મહિલા IPL અથવા મહિલા પ્રીમિયર લીગમાં ગુજરાત જાયન્ટ્સની સભ્ય પણ છે. ભારતીએ માર્ચ 2019માં T20I દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. જોકે, માત્ર બે મેચ રમ્યા બાદ તેને વાપસી માટે 7 વર્ષ રાહ જોવી પડી. તેની વાપસી એપ્રિલ 2026માં થઈ.

ભારતી ફૂલમાલીની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દી પર નજર કરીએ તો, તેમણે અત્યાર સુધીમાં 6 મેચ રમી છે, જેમાં પાંચ ઇનિંગ્સમાં 72 રન બનાવ્યા છે, જેમાં તેમનો ઉચ્ચ સ્કોર 40 છે.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો
