AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સોના-ચાંદીમાં જોરદાર ઉછાળો, પણ ગોલ્ડ-સિલ્વર ETF કેમ કંગાળ થયા ? જાણો અંદરની વાત

સોના અને ચાંદીના ભાવમાં અચાનક મોટો ઉછાળો આવ્યો છે, પણ આ શું? ગોલ્ડ અને સિલ્વર ETFમાં તો સીધો 4% સુધીનો મોટો કડાકો બોલાઈ ગયો! ટાટા, નિપ્પોન અને HDFC જેવા દિગ્ગજો પણ રેડ ઝોનમાં આવી ગયા છે. ભાવ વધવા છતાં આ ફંડો કેમ ડૂબ્યા? જાણો આ રહસ્યમય ઘટાડા પાછળનું અસલી ગણિત

| Updated on: Jun 25, 2026 | 6:44 PM
Share
શેરબજારમાં ગુરુવારે જોરદાર તેજી જોવા મળી હતી અને સોના-ચાંદીના ભાવમાં પણ મોટો ઉછાળો આવ્યો હતો, પરંતુ આ બધાની વચ્ચે ગોલ્ડ અને સિલ્વર ETF (Exchange Traded Funds) માર્કેટમાં અચાનક મોટો આંચકો લાગ્યો છે.

1 / 10
માર્કેટ ઓપન થતાંની સાથે જ તમામ દિગ્ગજ ફંડ હાઉસિસના ઈટીએફ લાલ નિશાનમાં આવી ગયા હતા. ટાટાથી લઈને નિપ્પોન ઈન્ડિયા સુધીના પ્રીમિયમ સિલ્વર ફંડ્સમાં રોકાણકારોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

2 / 10
ગુરુવારે ટ્રેડિંગ સેશનની શરૂઆતથી જ સિલ્વર ઈટીએફમાં સતત ઘટાડો નોંધાયો હતો. બજાર જેમ-જેમ આગળ વધ્યું તેમ-તેમ આ સેક્ટરમાં વેચવાલીનું દબાણ એટલું વધ્યું કે ફંડ્સ 4% સુધી તૂટી ગયા હતા.

3 / 10
આ ઘટાડામાં સૌથી મોટો ફટકો HDFC Silver ETF (4.05%), Nippon India Silver ETF (3.98%) અને Tata Silver ETF (3.90%) ને પડ્યો હતો. આ સિવાય Groww અને Zerodha ના સિલ્વર ETF પણ 3.70% સુધી નીચે સરકી ગયા હતા.

4 / 10
માત્ર આટલું જ નહીં, મિરાઈ એસેટ, Axis, SBI અને ICICI પ્રુડેન્શિયલ જેવા પ્રતિષ્ઠિત સિલ્વર ઈટીએફ પણ બજારના આ પ્રવાહમાં તણાયા હતા અને લગભગ 4 ટકાની મોટી ખોટ સાથે ટ્રેડ કરી રહ્યા હતા.

5 / 10
ચાંદીની પાછળ-પાછળ ગોલ્ડ ઈટીએફમાં પણ આવો જ કટોકટીનો માહોલ જોવા મળ્યો હતો. ટાટા ગોલ્ડ ETF 2.40%, નિપ્પોન ઈન્ડિયા ગોલ્ડ બીઝ 2.35% અને ગ્રો ગોલ્ડ ETF 2.20% જેટલા ગગડી ગયા હતા.

6 / 10
આ ઉપરાંત સેક્ટરમાં ટોચનું સ્થાન ધરાવતા ICICI પ્રુડેન્શિયલ, ઝેરોધા, HDFC, એન્જલ વન અને મિરાઈ એસેટના ગોલ્ડ ETF પણ 2 ટકાથી વધુ તૂટતા રોકાણકારો ચિંતામાં મુકાયા છે.

7 / 10
આશ્ચર્યની વાત એ છે કે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર શરૂઆતી ઘટાડા બાદ કિંમતોમાં જબરદસ્ત ઉછાળો આવ્યો હતો. વાયદા બજાર ગ્રીન ઝોનમાં ટ્રેડ કરી રહ્યું હોવા છતાં ETF આ તેજીનો સાથ આપી શક્યા નહોતા.

8 / 10
બજારના અહેવાલો મુજબ, ચાંદીની વાયદા કિંમત આશરે 3,000 રૂપિયાના ઉછાળા સાથે ₹2.16 લાખ પર ટ્રેડ કરી રહી હતી, જ્યારે સોનાનો વાયદો પણ ₹1.42 લાખની આસપાસ મજબૂતી સાથે કારોબાર કરી રહ્યો હતો.

9 / 10
આ વિચિત્ર ઘટાડા પાછળ ગ્લોબલ માર્કેટના સમીકરણો જવાબદાર માનવામાં આવે છે. વૈશ્વિક સ્તરે અમેરિકી ડોલરની મજબૂતી અને યુએસ ફેડરલ રિઝર્વ (US Fed) દ્વારા વ્યાજદરમાં સંભવિત વધારાની આશંકાએ કિંમતી ધાતુઓના આકર્ષણ પર ભારે દબાણ ઊભું કર્યું છે.

10 / 10

EPFO એલર્ટ: 26થી 28 જૂન સુધી PF ક્લેમ નહીં કરી શકો, UMANGની સેવાઓ પણ થશે પ્રભાવિત, વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ

રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video

રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !

સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર

કતર ગેસ કંપનીમાં થયેલા વિસ્ફોટમાં દ્વારકાના યુવકનું મોત, પરિવાર ગમગીન

જુનાગઢના રસ્તા પર એકસાથે નવ સિંહની લટાર
જુનાગઢના રસ્તા પર એકસાથે નવ સિંહની લટાર
સરકારી કાર્યક્રમોમાં હાજર ના રહેતા BJPના કોર્પોરેટરો પર આવશે તવાઈ

રાજ્યમાં ખેંચાતા વરસાદની સ્થિતિ વચ્ચે અંબાલાલ પટેલે કરી આ મોટી આગાહી

અસગર અલીને મળશે મુક્તિ? હાઇકોર્ટનો મહત્વનો આદેશ, જુઓ વીડિયો

અમદાવાદ કોર્પોરેશનની વિવિધ કમિટીઓમાં નવા ચેરમેનની નિમણૂક

g clip-path="url(#clip0_868_265)">