AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કતરની ગેસ કંપનીમાં થયેલા વિસ્ફોટમાં દ્વારકાના 31 વર્ષિય કિરીટ કણજારીયાનું થયુ મોત, પરિવારમાં માતમ -Video

કતરની ગેસ કંપનીમાં થયેલા વિસ્ફોટમાં દ્વારકાના 31 વર્ષિય કિરીટ કણજારીયાનું થયુ મોત, પરિવારમાં માતમ -Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 25, 2026 | 4:11 PM
Share

કતરની ગેસ કંપનામાં થયલા વિસ્ફોટમાં દ્વારકાના 31 વર્ષિય કિરીટ કણજારીયાનું મોત થયુ છે. બ્લાસ્ટમાં કૂલ 12 ભારતીયોના મોત થયા છે જેમા દ્વરાકાના ખંભાળિયાના 31 વર્ષિય કિરીટ કણજારિયાએ પણ જીવ ગુમાવ્યો.

કતરની ગેસ કંપનીમાં થયેલા બ્લાસ્ટમાં કૂલ 12 ભારતીયોના મોત થયા છે. જેમા ગુજરાતના પણ બે યુવકોએ જીવ ગુમાવ્યા છે. દ્વારકાના ખંભાળિયાના 31 વર્ષિય કિરીટ કણજારિયાનું મોત થયુ છે. બ્લાસ્ટમાં ગંભીર રીતે દાજી જવાને કારણે સારવાર દરમિયાન કિરીટનું મૃત્યુ થયુ છે. આ મોતને પગલે હર્ષદપુરમાં સતવારા સમાજમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે. હર્ષદપુર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. જવાનજોધ દીકરાના મોતના સમાચાર મળતા પરિવારમાં ગમગીની છવાઈ છે. મૃતક કિરીટ છેલ્લા બે વર્ષથી કતારમાં નોકરી કરતા હતા અને પરિવારનું આર્થિક ભરણપોષણ કરી રહ્યા છે. હાલ તેમના મોતથી પરિવારમાં માતમ છવાયો છે. પુત્ર ગુમાવવાથી માતાપિતાના માથે પહાડ જેવડુ દુ:ખ આવી પડ્યુ છે.

કતારની LNG કંપનીમાં થયેલા બ્લાસ્ટમાં ન માત્ર દ્વારકા પરંતુ સુરતના એક યુવકે પણ જીવ ગુમાવ્યો છે. કતારની રાસ લાફાન લિક્વિફાઈડ નેચરલ ગેસ કોમ્પલેક્સમાં થયેલા ભીષણ બ્લાસ્ટમાં 12 ભારતીયોના મોત થયા છે. આ વિસ્ફોટમાં કૂલ 13 લોકોના મોત થયા છે. દોહા સ્થિત ભારતીય દૂતાવાસે આ જાણકારી આપી છે. દૂતાવાસે પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને જણાવ્યુ છે કે આ ઘટનામાં ઘાયલ તમામ લોકોન હાલત સ્થિત છે.

પાકિસ્તાનનું નવું નેરેટિવ યુદ્ધ, પાણીના નામે ભારત સામે આંતરરાષ્ટ્રીય મોરચો ખોલવાની તૈયારી

Published on: Jun 25, 2026 04:08 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">