Stock Market: કંપનીને મળ્યો ‘મોટો ઓર્ડર’! આ રેલવે સ્ટોક ગુરૂવારે કમાલ કરી શકે છે
બુધવારે કેટલાંક શેર રોકેટની માફક ઉડવા લાગ્યા હતા અને કેટલાંક શેરમાં નરમી જોવા મળી હતી. જો કે, બજારના અંતે રેલવેનો સ્ટોક ચર્ચામાં આવ્યો છે.

BSE 500 માં સમાવિષ્ટ રેલવે સ્ટોક ગુરુવારના સત્રમાં હલચલ મચાવી શકે છે. કંપનીએ માહિતી આપી છે કે, તેને રેલવે તરફથી ઓર્ડર મળ્યો છે. બજાર બંધ થયા પછી કંપનીએ આ જાહેરાત કરી છે.

આ ઓર્ડર વંદે ભારતના વ્હીલ્સ સાથે સંબંધિત છે. બુધવારે બજારમાં ઉછાળા વચ્ચે સ્ટોકમાં ઘટાડો જોવા મળ્યો છે. જણાવી દઈએ કે, સ્ટોક 0.23 ટકા ઘટીને 330 ના સ્તરે બંધ થયો છે.

બુધવારે બજાર બંધ થયા પછી 'જ્યુપિટર વેગન' કંપનીએ માહિતી આપી છે કે, તેની અનલિસ્ટેડ પેટાકંપની 'જ્યુપિટર તત્રવગોન્કા રેલવ્હીલ ફેક્ટરી'ને વંદે ભારત ટ્રેનના વ્હીલ સેટ માટે લેટર ઓફ ઇન્ટેન્ટ મળ્યો છે. આ ઓર્ડર હેઠળ, કંપનીએ 5376 વ્હીલ સેટ સપ્લાય કરવાના છે અને ઓર્ડર વેલ્યૂ લગભગ 215 કરોડ રૂપિયા છે.

કંપનીએ ગયા અઠવાડિયે માહિતી આપી હતી કે, તેને GATX ઇન્ડિયા તરફથી 583 વિશિષ્ટ વેગનના ઉત્પાદન અને સપ્લાય માટેનો ઓર્ડર મળ્યો છે. આની સાઇઝ 242 કરોડ રૂપિયા છે. આ સાથે, કંપનીએ ગયા અઠવાડિયે જાહેરાત કરી હતી કે તે ચાલુ નાણાકીય વર્ષમાં 2 ઇલેક્ટ્રિક વાહનો લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે.

પ્રથમ ક્વાર્ટરમાં, કંપનીની આવકમાં વાર્ષિક ધોરણે 50 ટકાનો ઘટાડો અને નફામાં 66 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. બુધવારે સ્ટોક 0.23 ટકાના ઘટાડા સાથે 330 પર બંધ થયો.

જો કે, ઘટાડા પછી સ્ટોકમાં રિકવરી જોવા મળી રહી છે. 3 મહિના પહેલા સ્ટોક 400 ના સ્તરથી ઉપર હતો. 14 ઓગસ્ટના રોજ, સ્ટોક રિકવરી સાથે 314 ના સ્તર પર પહોંચી ગયો. સ્ટોકનું વર્ષનું સૌથી નીચું સ્તર 270 અને વર્ષનું સૌથી ઊંચું સ્તર 588 છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
શેરબજાર એ શેરની ખરીદી અને વેચાણ માટેનું પ્લેટફોર્મ છે. અહીં શેરની ખરીદી અને વેચાણ થાય છે. શેરબજારને લગતા અન્ય આર્ટિકલ વાંચવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.
