AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટાટાનો આ શેર ‘સોના’ જેવો…! ₹5,000 ની સપાટી તોડવા તૈયાર, રોકાણકારો માટે મોટી કમાણીનો સંકેત

ટાટા ગ્રુપની આ જાણીતી કંપનીએ તેના નવા પરિણામોથી માર્કેટમાં ધૂમ મચાવી દીધી છે. શેરબજારના દિગ્ગજ એક્સપર્ટ્સ પણ આ કંપનીના ભવિષ્યને લઈને ખૂબ જ ઉત્સાહી છે.

| Updated on: May 10, 2026 | 5:09 PM
Share
ટાટા ગ્રુપની આ કંપનીના માર્ચ ત્રિમાસિકના પરિણામો બાદ ગ્લોબલ બ્રોકરેજ હાઉસ કંપનીને લઈને પોઝિટિવ જોવા મળી રહ્યા છે. જ્વેલરીના મજબૂત વેચાણ, ખરીદદારોની સંખ્યામાં સુધારો અને સરસ માર્જિનને કારણે બ્રોકરેજે સ્ટોક પર ભરોસો વ્યક્ત કર્યો છે. બ્રોકરેજનું માનવું છે કે, ટાટા ગ્રુપ આ કંપનીની મજબૂત બ્રાન્ડ પકડ અને લાંબાગાળાની ગ્રોથ વિઝિબિલિટી તેના વ્યવસાયને આગળ પણ સપોર્ટ કરશે.

1 / 5
મોર્ગન સ્ટેનલીએ ટાટા ગ્રુપ આ કંપનીના શેર પર 'ઓવરવેઇટ' રેટિંગ જાળવી રાખતા ટાર્ગેટ પ્રાઇસ વધારીને 5,212 રૂપિયા કર્યો છે, જે અગાઉ 5,102 રૂપિયા હતો. બ્રોકરેજના જણાવ્યા અનુસાર, માર્ચ ત્રિમાસિકમાં જ્વેલરી વ્યવસાયની આવક અને માર્જિન અપેક્ષા કરતા વધુ સારા રહ્યા છે. TMZ બિઝનેસ રેવન્યુ વાર્ષિક ધોરણે 48 ટકા વધી છે, જે અગાઉના ત્રિમાસિક ગાળામાં 40 ટકા હતી. ત્રણ નબળા ત્રિમાસિક ગાળા બાદ ખરીદદારોનો ગ્રોથ પણ 8 ટકા સાથે પોઝિટિવ થયો છે. બ્રોકરેજે જણાવ્યું કે, સોનાના ઊંચા ભાવને કારણે ટિકિટ સાઈઝ અને વેડિંગ શોપિંગને સપોર્ટ મળ્યો છે. જ્વેલરી EBIT માર્જિન Q3 ના 10.9 ટકાની સરખામણીએ વધીને 11.3 ટકા રહ્યું છે. જો કે, ઊભરતા અને આંતરરાષ્ટ્રીય વ્યવસાયમાં વધેલા નુકસાનને કારણે કમાણી અંદાજ કરતા નબળી રહી છે. મેનેજમેન્ટે આગામી 3-5 વર્ષ માટે જ્વેલરી રેવન્યુમાં 15-20 ટકા CAGR ગ્રોથ ગાઇડન્સ દોહરાવ્યું છે. મોર્ગન સ્ટેનલીનું માનવું છે કે, મજબૂત ગ્રોથ વિઝિબિલિટી અને આકર્ષક વેલ્યુએશનને કારણે સ્ટોક આગળ પણ સારું પ્રદર્શન કરી શકે છે.

2 / 5
બર્નસ્ટીને પણ ટાટા ગ્રુપના આ શેર પર 'આઉટપરફોર્મ' રેટિંગ યથાવત રાખીને 5,000 રૂપિયાની ટાર્ગેટ પ્રાઇસ નક્કી કરેલ છે. બ્રોકરેજ મુજબ, કંપનીનો ગ્રોથ, ગ્રાહકોની માંગ અને માર્જિન અંગેની ચિંતાઓ હવે ઘણી અંશે ઓછી થઈ ગઈ છે. સોનાના ભાવ ઊંચા હોવા છતાં ખરીદદારોની સંખ્યામાં 8 ટકાનો વધારો એ સકારાત્મક સંકેત છે. બ્રોકરેજે કહ્યું કે, નબળા પ્રોડક્ટ મિક્સ હોવા છતાં TMZ બિઝનેસે 11.3 ટકા EBIT માર્જિન જાળવી રાખ્યું છે. TMZ અને Damas ના કોન્સોલિડેશનને કારણે જ્વેલરી બિઝનેસમાં 50 ટકાનો મજબૂત ગ્રોથ નોંધાયો છે. જો કે, સ્ટડેડ જ્વેલરીનો હિસ્સો ઘટવા અને Damas કોન્સોલિડેશનને કારણે માર્જિન પર દબાણ રહ્યું છે. કેરેટલેન (CaratLane) નો ગ્રોથ ઘટીને 22 ટકા રહ્યો છે, જે અગાઉના કેટલાક ત્રિમાસિક ગાળામાં 30 ટકાથી વધુ હતો. બીજી તરફ, ઘડિયાળના વ્યવસાયનો ગ્રોથ 8 ટકા રહ્યો છે, જે અંદાજિત 15-20 ટકાની રેન્જ કરતા ઓછો છે. તેમ છતાંય, બર્નસ્ટીને માંગમાં અનિશ્ચિતતાના ગાળામાં ટાઇટનની મજબૂત વ્યવસાયિક ક્ષમતાને પોઝિટિવ ગણાવી છે.

3 / 5
ટાઇટનનો શેર શુક્રવારે 4.68 ટકાના ઉછાળા સાથે 4,509 રૂપિયા પર બંધ થયો હતો. છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરમાં 28.68 ટકાની તેજી જોવા મળી છે. છેલ્લા 3 મહિનાના ડેટાના આધારે 35 નિષ્ણાત એનાલિસ્ટ્સ દ્વારા આ શેર માટે સકારાત્મક અભિપ્રાય આપવામાં આવ્યો છે. કુલ એનાલિસ્ટ્સમાંથી 22 લોકોએ 'સ્ટ્રોંગ બાય' (Strong Buy) અને 4 લોકોએ 'બાય' (Buy) રેટિંગ આપ્યું છે. 6 એનાલિસ્ટ્સે શેરને 'હોલ્ડ' (Hold) કરવાની સલાહ આપી છે, જ્યારે માત્ર 2 લોકોએ 'સેલ' (Sell) અને 1 વ્યક્તિએ 'સ્ટ્રોંગ સેલ' (Strong Sell) રેટિંગ આપ્યું છે. એકંદરે માર્કેટ સેન્ટિમેન્ટ આ શેર માટે 'બાય' (Buy) તરફ છે.

4 / 5
ભાવના અનુમાનની વાત કરીએ તો, નિષ્ણાતોએ આગામી 1 વર્ષ માટે સરેરાશ ₹4,903.10 નો ટાર્ગેટ આપ્યો છે, જે વર્તમાન ભાવથી અંદાજે 8.74% નો વધારો સૂચવે છે. તેજીની સ્થિતિમાં આ શેર ₹5,350 (અંદાજે 18.65% વધારો) સુધી પહોંચી શકે છે, જ્યારે ઘટાડાની સ્થિતિમાં તે ₹4,000 સુધી નીચે જઈ શકે છે. ચાર્ટ મુજબ શેરના ભાવમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે પરંતુ લાંબાગાળે નિષ્ણાતો આ સ્ટોકમાં ગ્રોથની શક્યતા જોઈ રહ્યા છે.

5 / 5
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

એક્સપર્ટે આપ્યું ‘Buy’ સિગ્નલ…! જલ્દી આ શેર ખરીદી લેજો નહીં તો કમાણીમાં પાછળ રહી જશો

Follow Us
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'

ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા

કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના

Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!

બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા

પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ

જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા

Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
યોગ અને ધ્યાનથી ચમકશે ભાગ્ય, સ્વાસ્થ્યમાં થશે મોટો સુધારો

કચ્છના મુંદ્રા નજીક ભંગારના ગોડાઉનમાં વિકરાળ આગ

g clip-path="url(#clip0_868_265)">