AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સોનાની આડેધડ ખરીદી…! વિશ્વભરની બેંકોમાં ગોલ્ડ ખરીદવાની લાગી લાઈન, શું હવે ભાવમાં આવશે મોટો ઉછાળો?

છેલ્લા કેટલાક મહિનાઓથી વિશ્વભરની બેંકોમાં ગોલ્ડ ખરીદવાની જાણે લાઈન લાગી હોય તેમ આડેધડ ખરીદી કરવામાં આવી રહી છે. આ પડાપડીને જોતા હવે સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે, શું હવે સોનાના ભાવમાં મોટો ઉછાળો આવશે?

| Updated on: May 09, 2026 | 3:46 PM
Share
અત્યારે વિશ્વભરના આર્થિક જગતમાં ચારેયબાજુ માત્ર સોનાની જ ચર્ચા થઈ રહી છે. બજારના નિષ્ણાતો માની રહ્યા છે કે, સોનામાં ટૂંક સમયમાં મોટી તેજી આવી શકે છે. આ જ કારણ છે કે, હવે સામાન્ય રોકાણકારોની સાથે આખી દુનિયાની કેન્દ્રીય બેંકો પણ સોના પાછળ ઘેલી થઈ છે.

1 / 5
કેન્દ્રીય બેંકો સતત સોનાની ખરીદી કરી રહી છે. બેંકો કિંમતોમાં ઘટાડાને ખરીદીની તક માની રહી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા અનુસાર, માર્ચમાં કેન્દ્રીય બેંકોએ કુલ 30 ટન સોનું વેચ્યું હતું. આ વેચાણ મુખ્યત્વે તુર્કી અને રશિયાના કારણે થયું હતું. આમ છતાં અનેક દેશોએ સોનાની ખરીદી ચાલુ રાખી હતી. પોલેન્ડ, ઉઝબેકિસ્તાન અને કઝાકિસ્તાને આ સમયગાળા દરમિયાન સોનું ખરીદ્યું હતું. ચીન પણ સતત પોતાના સોનાના ભંડારમાં વધારો કરી રહ્યું છે.

2 / 5
ચીનની કેન્દ્રીય બેંક છેલ્લા 18 મહિનાથી સતત સોનું ઉમેરી રહી છે. માર્ચમાં તેણે 8 ટન સોનું ખરીદ્યું હતું. ડિસેમ્બર 2024 પછીની આ સૌથી મોટી માસિક ખરીદી છે. તે સમયે સોનાના ભાવ જાન્યુઆરી 2026 ના ઉચ્ચ સ્તરથી લગભગ 16 ટકા નીચે હતા. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા અનુસાર, વૈશ્વિક ભંડારમાં સોનાનો હિસ્સો અત્યારે લગભગ 15 ટકા છે. આમાં આગળ વધવાની ઘણી શક્યતાઓ છે.

3 / 5
કોસોવો દેશે પણ તેના ઇતિહાસમાં પ્રથમ વખત સોનું ખરીદ્યું છે. આનાથી દેખાય છે કે, નાના દેશો પણ હવે સોનાને સુરક્ષિત રોકાણ માની રહ્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે, હવે કેન્દ્રીય બેંકો માત્ર કિંમતો જોઈને નિર્ણય નથી લઈ રહી પરંતુ લાંબાગાળાની વ્યૂહરચના હેઠળ સોનું ખરીદી રહી છે.

4 / 5
આ કારણે સોનાના ભાવને મજબૂત ટેકો મળી રહ્યો છે. જો કે, ક્યારેક બજારમાં વધ-ઘટ જોવા મળી શકે છે. હાલમાં સોનાનું બજાર સ્થિર સ્થિતિમાં છે અને રોકાણકારો આગળના મોટા આર્થિક સંકેતોની રાહ જોઈ રહ્યા છે. કેન્દ્રીય બેંકોની સતત ખરીદી આ બજારને લાંબા સમય સુધી ટેકો આપતી રહેશે.

5 / 5

સોનામાં રોકાણનો સુવર્ણ મોકો ! DSP Gold ETFમાં 15% ડિસ્કાઉન્ટ સાથે માત્ર ₹100થી Daily SIP શરૂ

Follow Us
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video

અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video

નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને

દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ

કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ

શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ

રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો

વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video

AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ

ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો

g clip-path="url(#clip0_868_265)">