AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: સોમનાથમાં ઐતિહાસિક ક્ષણોનું સર્જન ! PM મોદીની હાજરીમાં ગુંજશે ‘હર હર મહાદેવ’, યોજાશે ભવ્ય એર શો, જુઓ Video

Breaking News: સોમનાથમાં ઐતિહાસિક ક્ષણોનું સર્જન ! PM મોદીની હાજરીમાં ગુંજશે ‘હર હર મહાદેવ’, યોજાશે ભવ્ય એર શો, જુઓ Video

Kinjal Mishra
| Edited By: | Updated on: May 10, 2026 | 2:28 PM
Share

સોમનાથમાં અમૃત મહોત્સવને લઈને ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન 11 મેના રોજ સોમનાથ પહોંચશે, જ્યાં તેઓ ખાસ પૂજા અર્ચના સાથે વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. PM મોદીના આગમન પહેલા સોમનાથ મંદિર અને આસપાસના વિસ્તારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

સોમનાથ મંદિર ખાતે આવતીકાલે ભવ્ય “સૂર્ય કિરણ એર શો” યોજાશે. તેને લઈને આજે 6 ફાઇટર જેટ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું. આશરે 800 થી 900 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ જેટ્સ આકાશમાં અદભુત કરતબ બતાવશે. PM મોદી મંદિર ખાતે વિશેષ પૂજા કરશે ત્યારે આ એર શો યોજાશે.

ખાસ કળશ અભિષેકનું આયોજન

આ ઉપરાંત, મંદિર ખાતે પહેલી વખત ખાસ કળશ અભિષેકનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિરના શિખર પર 11 અલગ અલગ તીર્થોના પવિત્ર જળથી જળાભિષેક કરવામાં આવશે. આ ધાર્મિક વિધિ માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે.

મંદિરને રંગબેરંગી લાઈટિંગ અને સેલ્ફી પોઇન્ટ્સથી સજાવવામાં આવ્યું છે. બીજી તરફ PM મોદીની જનસભાને લઈને સુરક્ષા વ્યવસ્થા પણ કડક બનાવાઈ છે. SP, DSP સહિત 2000થી વધુ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે જેથી લોકોને કોઈ હાલાકી ન પડે.

Breaking News : ડાકોરના ઠાકોરને નડી મોંધવારી,યાત્રાધામ ડાકોરમાં લાગો વધારવાનો નિર્ણય મોકૂફ જુઓ વીડિયો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">