PM Modi Breaking News: “દેશ પહેલા…” PM મોદીએ નાગરિકોને કરી 10 મોટી અપીલ, જાણો શું બદલવું પડશે જીવનમાં
દેશ પર વૈશ્વિક સંકટની અસર ઓછી થાય તે માટે PM મોદીએ નાગરિકોને 10 મહત્વપૂર્ણ સૂચનો આપ્યા છે. ઈંધણ બચતથી લઈને સોનાની ખરીદી ટાળવા અને Work From Home અપનાવવા સુધીના સંદેશે દેશભરમાં ચર્ચા જગાવી છે.

પશ્ચિમ એશિયામાં વધી રહેલા સંકટ અને વૈશ્વિક ઊર્જા બજારમાં ઊભા થયેલા દબાણને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકોને “દેશહિત સર્વોપરી” રાખવાની અપીલ કરી છે. તેમણે ઈંધણ બચત, વર્ક ફ્રોમ હોમ, ઓછી વિદેશ યાત્રા, સોનાની ખરીદીમાં સંયમ અને જાહેર પરિવહનના વધુ ઉપયોગ પર ભાર મૂક્યો છે. (Image Credit Source: Social Media)

રવિવારે તેલંગાણામાં એક કાર્યક્રમ દરમિયાન સંબોધન કરતાં PM મોદીએ કહ્યું કે અમેરિકા-ઈરાન વચ્ચે વધતા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટ આસપાસ સર્જાયેલી અસ્થિરતાના કારણે વૈશ્વિક અર્થતંત્ર પર અસર પડી રહી છે. આવી સ્થિતિમાં ભારતને આર્થિક રીતે મજબૂત રાખવા માટે દરેક નાગરિકે જવાબદારીપૂર્વક વર્તવું જરૂરી છે. (Image Credit Source: Social Media)

વડાપ્રધાને લોકોને પેટ્રોલ, ડીઝલ અને ગેસનો ઉપયોગ મર્યાદિત રીતે કરવાની અપીલ કરી. તેમણે કહ્યું કે ભારત હજુ પણ મોટા પ્રમાણમાં આયાતી ઈંધણ પર નિર્ભર છે અને વૈશ્વિક યુદ્ધ અથવા સંકટના સમયમાં તેનો સીધો પ્રભાવ દેશની અર્થવ્યવસ્થા પર પડે છે. તેથી ઈંધણ બચત સમયની મહત્વપૂર્ણ જરૂરિયાત બની ગઈ છે. (Image Credit Source: Social Media)

PM મોદીએ કોરોના સમયગાળાની યાદ અપાવતા કહ્યું કે તે સમયે દેશે વર્ક ફ્રોમ હોમ, ઓનલાઈન મિટિંગ અને વિડિયો કોન્ફરન્સિંગ જેવી પદ્ધતિઓ સફળતાપૂર્વક અપનાવી હતી. હાલની પરિસ્થિતિમાં પણ શક્ય હોય ત્યાં સુધી આ મોડલ ફરી અમલમાં મૂકવા જોઈએ, જેથી ઈંધણની બચત થઈ શકે અને ટ્રાફિકનું ભારણ ઘટે. (Image Credit Source: Social Media)

તેમણે જણાવ્યું કે વિશ્વભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઝડપથી વધી રહ્યા છે, જેના કારણે ભારત પર વિદેશી ચલણનો વધારાનો બોજ પડે છે. આવા સમયમાં દરેક નાગરિકે ઈંધણ બચાવીને દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવામાં યોગદાન આપવું જોઈએ. (Image Credit Source: Social Media)

મહાનગરોમાં રહેતા લોકોને PM મોદીએ જાહેર પરિવહનનો વધુ ઉપયોગ કરવાની સલાહ આપી. જ્યાં મેટ્રો સેવા ઉપલબ્ધ હોય ત્યાં ખાનગી વાહન છોડીને મેટ્રોમાં મુસાફરી કરવા અને જરૂરી હોય ત્યારે કાર-પૂલિંગ અપનાવવા તેમણે અનુરોધ કર્યો. (Image Credit Source: Social Media)

માલ પરિવહન માટે વડાપ્રધાને રેલવેને પ્રાથમિકતા આપવા પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે વીજળીથી ચાલતી ટ્રેનો પેટ્રોલ અને ડીઝલ પરની નિર્ભરતા ઘટાડવામાં મદદરૂપ બને છે, તેથી ટ્રાન્સપોર્ટ ક્ષેત્રમાં રેલવેનો વધુ ઉપયોગ થવો જોઈએ. (Image Credit Source: Social Media)

PM મોદીએ વિદેશમાં ડેસ્ટિનેશન વેડિંગ અને ફરવા જવાના વધતા ટ્રેન્ડ અંગે પણ ચિંતા વ્યક્ત કરી. (Image Credit Source: Social Media)

તેમણે કહ્યું કે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકો ઓછામાં ઓછા એક વર્ષ સુધી બિનજરૂરી વિદેશ પ્રવાસ અને વિદેશી લગ્ન સમારંભો ટાળી શકે છે. (Image Credit Source: Social Media)

સોનાની ખરીદી મુદ્દે પણ વડાપ્રધાને સંયમ રાખવાની અપીલ કરી. તેમણે કહ્યું કે ભારત મોટા પ્રમાણમાં સોનાની આયાત કરે છે, જેના કારણે દેશની વિદેશી મુદ્રા ખર્ચાય છે. તેથી આગામી એક વર્ષ સુધી બિનજરૂરી સોનાની ખરીદી ટાળવી દેશહિતમાં રહેશે. (Image Credit Source: Social Media)

ખાદ્ય તેલના વધતા આયાત ખર્ચ અંગે PM મોદીએ જણાવ્યું કે જો દરેક પરિવાર રસોઈમાં તેલનો ઉપયોગ થોડો ઓછો કરે તો દેશની વિદેશી મુદ્રાની બચત થશે અને લોકોના આરોગ્યને પણ લાભ મળશે. (Image Credit Source: Social Media)

ખેડૂતોને સંબોધતા વડાપ્રધાને રાસાયણિક ખાતરના વધતા ઉપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી. તેમણે જણાવ્યું કે ભારત મોટા પ્રમાણમાં કેમિકલ ફર્ટિલાઇઝર આયાત કરે છે, તેથી ખેડૂતો કુદરતી ખેતી તરફ આગળ વધે અને રાસાયણિક ખાતરના ઉપયોગમાં ઘટાડો કરે તે જરૂરી છે. (Image Credit Source: Social Media)

ઊર્જા સુરક્ષાને ભવિષ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાવતા PM મોદીએ જણાવ્યું કે ભારત સોલાર એનર્જી, ઇથેનોલ બ્લેન્ડિંગ, પાઇપ ગેસ અને CNG આધારિત ટ્રાન્સપોર્ટ સિસ્ટમને ઝડપી ગતિએ પ્રોત્સાહન આપી રહ્યું છે. તેમના મતે આ પગલાંઓના કારણે ભારત વૈશ્વિક ઊર્જા સંકટનો વધુ મજબૂતીથી સામનો કરી શકશે. (Image Credit Source: Social Media)
11 મેના મહત્વના સમાચાર : PM મોદી આજે સાંજે વડોદરામાં સરદારધામ-3નું PM મોદી કરશે લોકાર્પણ
