11 મેના મહત્વના સમાચાર : AMCની ચૂંટણીમાં હારેલા ઉમેદવારોને કોંગ્રેસ શેડો કોર્પોરેટર બનાવશે
આજે 11 મેને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
આજે 11 મેને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
AMCની ચૂંટણીમાં હારેલા ઉમેદવારોને કોંગ્રેસ શેડો કોર્પોરેટર બનાવશે
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના હારેલા ઉમેદવારોને શેડો કોર્પોરેટર બનાવશે. પ્રજાના પ્રશ્નોને કોંગ્રેસ થકી વાચા મળતી રહે એ માટે પ્રયત્ન. કોંગ્રેસના આ શેડો કોર્પોરેટર, ભાજપનો ભ્રષ્ટાચાર ઉજાગર કરવા માટે કામ કરશે. મનપા ચૂંટણીમાં મતદાતાઓ સુધી પહોચ્યા બાદ ધરોબો બનેલો રહે એ માટે પ્રયત્ન. જે તે વિસ્તારમાં કોંગ્રેસની પહોંચ બનેલી રહે એના માટે પ્રયોગ. ચૂંટણીમાં હાર બાદ ઉમેદવારો નિષ્ક્રિય ના બની જાય એ માટે શેડો કાઉન્સિલર બનાવશે. હારેલા ઉમેદવારોને વિસ્તારમાં કાર્યાલય શરૂ કરવા પણ સૂચના અપાઈ. પ્રજાના પ્રશ્નોને કોંગ્રેસ થકી વાચા મળતી રહે એ માટે પ્રયત્ન. અમદાવાદ મનપાના ઉમેદવારોની બેઠકમાં લેવાયો નિર્ણય. AMC ચૂંટણીમાં જીતેલા સહિત તમામ ઉમેદવારોની પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયે મળી હતી બેઠક.
-
સરદારના સ્વપ્ન પુરા કરવામાં કોઈ કચાશ નહીં રાખુ, પાછો નહીં પડુંઃ PM મોદી
સરદાર ગૌરવ રત્ન એવોર્ડથી નવાજવા બદલ વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ગગજીભાઈને એક વાત કરવી છે. સરદાર ગૌરવ રત્નથી સન્માનિત કર્યો છે. જે નામ સરદાર સાથે જોડાયેલ હોય ત્યારે જવાબદારી વધી જતી હોય છે. ચાલાકીપૂર્વક બાંધી દિધો. આધાપાછા ના થતા. સરદારના સ્વપ્ન મારે પુરા કરવાના નસીબે આવ્યુ છે. આ સન્માન એવોર્ડ આપ્યો છે ત્યારે હુ વિશ્વાસ આપુ છુ કે સરદારના સ્વપ્ન પુરા કરવા મહેનતમાં કુ કચાશ નહીં રાખું. પાછો પણ નહીં વળું. ભારત સામર્થ્યવાન થઈ રહ્યું છે. ઘરમાં સન્માન થાય ત્યારે તેનુ ગૌરવ અનોખુ હોય.
-
-
પીએમ મોદીએ ભારતીયોને ફરી કરી અપિલ, યુદ્ધની સ્થિતિની અસર ખાળવા ઈંધણનો વપરાશ ધટાડે, પબ્લિક ટ્રાન્સપોર્ટનો વપરાશ કરે
દેશના સંસાધન પર પડનારી અસરને હળવી કરવા ભારતીયોએ પ્રયાસ કરવો પડશે. સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે. જેમ ટીપે ટીપે ઘડો ભરાય તેમ નાના મોટા પ્રયાસથી એવા ઉત્પાદનનો ઉપયોગ ઓછો કરવો છે જે વિદેશથી આવતો હોય અને વિદેશી મુદ્રા ખર્ચ થતો હોય તેનો વપરાશ ઓછો કરવો. વિદેશી મુદ્રા ક્રુડની આયાત કરવા પાછળ વપરાય છે. આ માટે આપણે નાના નાના સંકલ્પ કરવા પડશે. કર્ણાટક અને તેલંગણામાં વાત કરી છે. આજે ગુજરાતમાં પણ આ વાત કરી રહ્યો છું. નાગરિકોને અપિલ છે જ્યા સંભવ હોય ત્યાં પેટ્રોલ-ડિઝલનો વપરાશ ઘટાડે, મેટ્રોનો ઉપયોગ વધારે, પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા વધારે, કાર પુલિગ વધારે, ટેકનોલોજીનો ઉપયોગ વધુ કરે. સરકારી અને ખાનગી કચેરીમાં વરચ્યુલ મિટીગ અને વર્ક ફ્રોમ હોમની સુવિધા વધારે, શાળાઓ પણ ઓનલાઈન શિક્ષણ આપે.
-
પશ્ચિમ એશિયામાં યુદ્ધને કારણે સર્જાયેલ સંકટથી ભારત પણ બાકાત નથી રહ્યુંઃ PM મોદી
વડોદરા ખાતે મધ્ય ગુજરાતના સરદાર ધામ 3નુ લોકાર્પણ કર્યા બાદ, ઉપસ્થિત જનમેદનીને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, નિકાલમાં 1000 દિકરીઓ માટેના છાત્રાલયનું ભૂમિપુજન થયું છે. સમાજ અને સરકારે મળીને કામ કરવું આવશ્યક છે. તેમણે કહ્યું કે, દેશના વિકાસમાં ગુજરાત મોડેલ લાગુ કરાયું છે. એરોસ્પેશ સેકટરમાં વડોદરા નવી ઓળખ બનાવી રહ્યું છે. પાછલા કેટલાક વર્ષોમાં દુનિયા અસ્થિર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે. કોરોના, અખાતનું યુદ્ધની અસર વિશ્વ પર પડી રહી છે. ભારત તેનાથી અછુટ નથી રહ્યું. પશ્ચિમ એશિયામાં યુદ્ધને કારણે સર્જાયેલ સંકટની અસર ભારતીયો પર ઓછામાં ઓછી અસર થાય તેવુ સરકાર કરી રહી છે.
-
ગુજરાતીઓની રાજકીય સ્થિરતાની સમજ ગુજરાતના વિકાસમાં જોવા મળે છેઃ PM મોદી
વડોદરા ખાતે મધ્ય ગુજરાતના સરદાર ધામ 3નુ લોકાર્પણ કર્યા બાદ, ઉપસ્થિત જનમેદનીને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સરદાર ધામ યુવાનો માટે ભવિષ્યના કારકિર્દીના લોન્ચીગ પેડ માટે કામ કરશે. સમાજના બધા લોકોને આવા પૂણ્યશાળી કામ કરવા માટે અભિનંદન આપુ છું
આજે આવ્યો છુ તો એક ખુશી વધુ છે. બંગાળ, આસામ, પુડુચેરીના પરિણામોએ દેશમાં ઉત્સાહનો માહોલ સર્જયો છે. તેની સાથે તમે પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો શાનદાર રહ્યાં છે. આની ચર્ચા દેશભરમાં રહ્યાં છે. ગુજરાતે હંમેશા રાજકીય સ્થિરતાને મહત્વ આપ્યુ છે. ગુજરાતી જાણે છે રાજકીય સ્થિરતા હોય ત્યા અર્થ વ્યવસ્થાની ગતિ વધુ તેજ થાય છે. આ સમજ ગુજરાતના વિકાસમાં જોવા મળે છે. એક પછી એક યોજાતી ચૂંટણી પરિણામોમાં પણ તે જોવા મળે છે.
-
-
પીએમ મોદીને, વડોદરામાં સરદાર રત્ન એવોર્ડથી નવાજવામાં આવ્યા
વડોદરા ખાતે મધ્ય ગુજરાતના સરદાર ધામ 3નુ લોકાર્પણ કરવા ઉપસ્થિત રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સર્વોચ્ચ એવોર્ડ એવા સરદાર રત્ન એવોર્ડથી નવાજવામાં આવ્યા. વડાપ્રધાન મોદીને પ્રશસ્તિપત્ર, શાલ, સ્મૃતિચિન્હ આપીને સન્માન કરાયું હતું.
-
PMની સોમનાથ મુલાકાતને લઈને, પોરબંદર જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખે, સોશિયલ મીડિયામાં કરેલ ટિપ્પણી અંગે પોલીસ ફરિયાદ
પોરબંદર જિલ્લા ભાજપ મહામંત્રીએ, જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સામે ફરિયાદનો મામલો. સોમનાથ મંદિરે અને જાહેર સભા કાર્યક્રમમાં આવતા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખે કરી હતી ટિપ્પણી. કોંગ્રેસ પૂર્વ પ્રમુખ નાથા ભૂરા ઓડેદરા સામે સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી. હાલ સમગ્ર મામલે કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તપાસ કરી રહ્યા છે. પોલીસ દ્રારા વીડિયો આધારે પૂછપરછ કરવામાં આવી રહી છે, પોલીસ તપાસ બાદ નાથા ભૂરા ઓડેદરાનો ધરપકડ કરવામાં આવશે.
-
PM મોદી સરદારઘામ-3નું લોકાર્પણ કરવા વડોદરા પહોંચ્યા
વડોદરા ખાતે મધ્ય ગુજરાતના સરદાર ધામ 3નુ લોકાર્પણ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા ખાતે પહોચ્યા છે. પાટીદાર સંસ્થાઓ દ્વારા 150 કરોડના ખર્ચે નિર્મિત આ સરદાર ધામમાં પાટીદાર જ્ઞાતિના યુવક-યુવતીઓ માટે અનેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. 400 વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતી ઈ લાયબ્રેરીનો પણ સમાવેશ થાય છે.
-
પાનમ ડેમમાં નાહવા પડેલા કિશોરનું ડૂબી જવાથી મોત
મહીસાગર કોઠંબાના ગુંગાલીયા ગામે પાનમ ડેમમાં નાહવા પડેલા કિશોરનું ડૂબી જવાથી મોત થયું છે. 17 વર્ષીય વર્ષિય કિશોરનો ભારે જહેમત બાદ મૃતદેહ મળ્યો. ભેંસો ચરાવવા ગયો હતો તે દરમિયાન બની ઘટના. ફાયરની ટિમ દ્વારા મૃતદેહ શોધવામાં આવ્યો. મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો.
-
વડોદરાના કરજણના ભરથાણા ગામે લગ્ન પ્રસંગના વરઘોડામાં થઈ બબાલ, ગામ રણભૂમિમાં ફેરવાયુ
વડોદરાના કરજણના ભરથાણા ગામે લગ્ન પ્રસંગના વરઘોડામાં બબાલ થઈ છે. એક જ કોમના બે જૂથ વચ્ચે સામસામે થઈ સામાન્ય બોલાચાલી. વરઘોડાની બાબતે બોલાચાલી બાદ ગામ રણભૂમિમાં ફેરવાયુ. ઘટનાની જાણ થતા કરજણ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો. પોલીસે મામલો શાંત પાડી ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો. ઘટના અંગે એટ્રોસિટી અને રાયોટિંગનો ગુનો નોંધવાની તજવીજ.
-
અંકલેશ્વર GIDCમાં આવેલ કેડિલા ફાર્માસ્યુટિકલ કંપનીને ક્લોઝર નોટીસ ફટકરાઈ
ભરૂચની અંકલેશ્વર GIDCમાં આવેલ કેડિલા ફાર્માસ્યુટિકલ કંપનીમાં બ્લાસ્ટ બાદ લાગેલી આગમાં 2 કામદાર દાઝી જવાનો મામલો. ઇન્ડ્રસ્ટીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા કંપનીને ક્લોઝર નોટીસ ફટકરાઈ છે. પોલીસે FSLની ટીમ સાથે કંપનીમાં તપાસ શરૂ કરી છે. કંપનીના MPP 2 પ્લાન્ટમાં સોડિયમ કાર્બોનેટ લોડ કરતા બની હતી ઘટના. બે કામદારોને વડોદરા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
-
સુરતમાં, રૂપિયા ન આપતા પુત્રએ પિતા પર કર્યો હુમલો
સુરતમાં, રૂપિયા ન આપતા પુત્રએ પિતા પર કર્યો હુમલો. ઉધનાના અશોક સમ્રાટનગરની ઘટના. કપડા લેવા માટે પુત્રએ માંગ્યા હતા રૂપિયા. અશોક આગલેના 27 વર્ષીય પુત્ર ધીરજ કપડાં લેવા પૈસા માંગી રહ્યો હતો. પુત્ર ધીરજે ચપ્પુ વડે હુમલો કરી 4 ઘા ઝીંકી દીધા. ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડાયા. ઉધના પોલીસે આરોપી પુત્ર ધીરજની અટકાયત કરી. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
-
પંચમહાલ: ગોધરામાં એક યુવકે ચેકડેમમાં ઝંપલાવ્યું
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં એક યુવકે મેસરી નદીના ચેકડેમમાં ઝંપલાવી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. 37 વર્ષીય યુવકે અજાણ્યા કારણોસર ચેકડેમમાં કૂદી જીવન ટૂંકાવતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ યુવકના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો હતો. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
-
મોરબીઃ ગાળા ગામના પાટિયા નજીક આવેલી કંપનીમાં આગ
મોરબી જિલ્લામાં ગાળા ગામના પાટિયા નજીક આવેલી T-Plus સર્જીકલ્સ નામની કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા કંપની વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની બે ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મિની ફાયર તેમજ વોટર બ્રાઉઝરની મદદથી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. આગ લાગવાનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
-
સુરત: વેસુમાં DGGIની ઓફિસમાં લાગી ભીષણ આગ
સુરતના વેસુ વિસ્તારમાં આવેલી DGGI ઓફિસમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. કાળઝાળ ગરમી વચ્ચે લાગેલી આગને કારણે ઓફિસમાં રહેલી અનેક મહત્વપૂર્ણ ફાઈલો બળીને ખાખ થઈ ગઈ હતી. આગ લાગતા ઓફિસ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. હાલ ઓફિસમાં આગ લાગવાનું ચોક્કસ કારણ અકબંધ છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
-
અમદાવાદ જોધપુર BRTS પાસે મેડિકલ દુકાનના ગોડાઉનમાં આગ
અમદાવાદના જોધપુર BRTS બસ સ્ટેન્ડ નજીક આવેલી પારસ મેડિકલ નામની દુકાનના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. હાલ ફાયર વિભાગ દ્વારા સતત આગ બુઝાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આગ લાગવાના કારણ અંગે હજુ સુધી સ્પષ્ટ માહિતી સામે આવી નથી.
-
ગીર સોમનાથઃ ઉનાના ઉમેજ ગામે 2 શ્રમિકના મોત
ગીર સોમનાથ જિલ્લાના ઉનાના ઉમેજ ગામે દુર્ઘટનામાં બે શ્રમિકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ કૂવો ખોદવાની કામગીરી દરમિયાન અચાનક દોરડું તૂટી જતા બંને શ્રમિકો આશરે 70 ફૂટ ઊંડા કૂવામાં પટકાયા હતા. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ બંને શ્રમિકોને બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે ફરજ પરના તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતા. સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે.
-
રાજકોટઃ હિટ એન્ડ રનમાં એકનું મોત
રાજકોટમાં મહિલા કોલેજ અંડરબ્રિજ પાસે હિટ એન્ડ રનની ગંભીર ઘટના સામે આવી છે. ઝડપી ગતિએ આવી રહેલી કારએ સાયકલચાલકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ગંભીર ઈજાઓને કારણે સાયકલચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બનાવની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે ફરાર કારચાલકની શોધખોળ શરૂ કરી છે. ઘટનાને લઈને વિસ્તારમાં શોક અને ચકચારનો માહોલ જોવા મળ્યો હતો.
-
ગુજરાતમાં આગામી દિવસોમાં અગનવર્ષા જેવી ગરમીનો પ્રકોપ વધવાની શક્યતા
ગુજરાતમાં આગામી દિવસોમાં અગનવર્ષા જેવી ગરમીનો પ્રકોપ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ માટે હિટવેવની આગાહી કરી છે, જેના કારણે લોકોને ગરમીથી રાહત મળવાની સંભાવના ઓછી છે. કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રણ દિવસ માટે નારંગી ચેતવણી જાહેર કરવામાં આવી છે. ઉપરાંત બનાસકાંઠા, ગાંધીનગર, પાટણ અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં પીળી ચેતવણી સાથે હિટવેવની આગાહી કરવામાં આવી છે. સાથે જ રાજકોટ, દેવભૂમિ દ્વારકા, બોટાદ, જૂનાગઢ, આણંદ, વડોદરા અને સુરતમાં પણ ગરમીને લઈને પીળી ચેતવણી જાહેર કરાઈ છે. હવામાન વિભાગ અનુસાર આગામી દિવસોમાં તાપમાન 41 થી 45 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. પશ્ચિમી પવનો ફૂંકાતા રાજ્યમાં આકરી ગરમીની અસર વધુ અનુભવાઈ રહી છે.
-
રાજકોટ શહેરમાં કાળઝાળ ગરમીથી લોકો પરેશાન
રાજકોટ શહેરમાં કાળઝાળ ગરમીથી જનજીવન પ્રભાવિત બન્યું છે. આજે પણ તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચતા લોકો ભારે ગરમીથી પરેશાન થયા છે. બપોરના સમયે રસ્તાઓ પર કર્ફયૂ જેવી સ્થિતિ જોવા મળી રહી છે અને લોકો જરૂરી કામ સિવાય બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ગરમીના વધતા પ્રકોપને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગે લોકોને બપોર દરમિયાન બહાર ન નીકળવા, પૂરતું પાણી પીવા અને સાવચેત રહેવા અપીલ કરી છે. શહેરમાં સતત વધતા તાપમાનને કારણે હીટવેવ જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે.
-
દેશ વિરોધી માનસિકતાથી આપણે સાવધાન રહેવુ પડશે-PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યુ કે દેશ વિરોધી માનસિકતાથી આપણે સાવધાન રહેવુ પડશે. તેમણે સોમનાથ મંદિર અંગે વાત કરતા કહ્યુ કે તેને તોડનારને ખબર નહોતી આપણા રાષ્ટ્રના વૈચારિક સામર્થ્ય વિશે. આજે ભારત આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યુ છે.
-
સોમનાથ મંદિરના પૂજા બાદ PM મોદીનું જનતાને સંબોધન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથમાં જય સોમનાથ અને હર હર મહાદેવના નાદ સાથે સંબોધન શરુ કર્યુ. તેમણે જણાવ્યુ કે સોમનાથ મંદિરે ભૂતકાળમાં અનેક અકસ્માતો ઝેલ્યા છે. સોમનાથ મંદિરને અનેક વાર તોડવામાં આવ્યુ છે. પણ જેટલી વાર હુમલા થયા એટલી વાર મંદિર ફરી બન્યુ છે.લૂંટારુઓએ સોમનાથના વૈભવને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે વારંવાર આ મંદિર ઊભુ થયુ.
-
મંદિરના શિખર પર 11 તીર્થોના પવિત્ર જળથી કુંભાભિષેક
સોમનાથ મંદિરના ઇતિહાસમાં પ્રથમ વખત પુનઃનિર્મિત મંદિર પર કુંભાભિષેક વિધિ યોજાઈ રહી છે. આ વિશેષ ધાર્મિક પ્રસંગમાં મંદિરના શિખર પર 11 તીર્થોના પવિત્ર જળથી કુંભાભિષેક કરવામાં આવશે. ક્રેનની મદદથી વિશાળ કુંભને મંદિરના શિખર સુધી પહોંચાડવામાં આવશે અને પરંપરાગત મંત્રોચ્ચાર વચ્ચે પવિત્ર જળથી જળાભિષેક વિધિ સંપન્ન કરવામાં આવશે. સમગ્ર વિધિને લઈને યાત્રાધામમાં ભક્તિભાવ અને ધાર્મિક ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
-
સોમનાથ પહોંચ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગીર સોમનાથના પવિત્ર યાત્રાધામ સોમનાથ મંદિર ખાતે આયોજિત ‘સોમનાથ અમૃતપર્વ-2026’માં હાજરી આપવા પહોંચ્યા છે. વડાપ્રધાનનું હેલીપેડ ખાતે આગમન થતા જ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ત્યાંથી તેમનો ઝંઝાવાતી રોડ-શો શરૂ થયો હતો. રોડ-શોના માર્ગમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને તેઓએ Narendra Modiનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. PM મોદીએ પણ હાથ હલાવીને ઉપસ્થિત જનસમૂહનું અભિવાદન ઝીલ્યું હતું. સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વચ્ચે ભવ્ય અને ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું.
-
અમદાવાદમાં એક જ કુટુંબના 2 પક્ષ વચ્ચે મારામારી
અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એક જ કુટુંબના બે પક્ષ વચ્ચે થયેલી મારામારીનો વીડિયો વાયરલ થયો છે. રામેશ્વર ચોકી બહાર કૌટુંબિક વિવાદને લઈને બંને પક્ષ સામસામે આવી જતા ભારે બબાલ સર્જાઈ હતી. જાહેરમાં થયેલી મારામારીને કારણે આસપાસ લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી બંને પક્ષોને છૂટા પાડી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મામલો ચર્ચાનો વિષય બન્યો છે.
-
Stock Market News: નિફ્ટીમાં આવતીકાલે પણ ગેપ ડાઉન/બેરિશ ટ્રેન્ડ રહેશે
PSP ડેલ્ટા કેન્ડલ વિક સિગ્નલ સૂચક મુજબ, છેલ્લા 90 દિવસમાં આજ જેવી પરિસ્થિતિ 12 વખત આવી છે. જ્યારે પણ આવું બન્યું છે, ત્યારે બીજા દિવસે, નિફ્ટી કાં તો ગેપ ડાઉન ખુલ્યો છે અથવા બજાર ગેપ ડાઉન સાથે મંદીભર્યું રહ્યું છે.

-
આણંદ: તારાપુર નજીક અકસ્માતમાં 4 વ્યક્તિના મોત
આણંદ જિલ્લાના તારાપુર નજીક ફતેપુરા ગામ પાસે આવેલા CNG પંપ નજીક ભયાનક અકસ્માત સર્જાતા 4 લોકોના મોત થયા છે, જ્યારે 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પ્રાથમિક માહિતી મુજબ ગુજરાત ગેસના CNG પંપ પાસે ઊભેલી ટ્રક પાછળ ટેમ્પો ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટનાસ્થળે માનવ અંગો વિખેરાઈ ગયા હતા. મૃતકોમાં 2 મહિલાઓ, 1 પુરુષ અને 1 પાંચ વર્ષની બાળકીનો સમાવેશ થાય છે. તમામ મૃતકો દાહોદ તરફના મજૂર વર્ગના હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્તોને તારાપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. Tarapur Police ઘટનાસ્થળે પહોંચી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
-
ભાવનગરના પરિવારને હિમાચલ પ્રદેશમાં નડ્યો અકસ્માત
ભાવનગરના એક પરિવારને હિમાચલ પ્રદેશ પ્રવાસ દરમિયાન ગંભીર અકસ્માત નડ્યો છે. ભાવનગરથી કુલ 9 લોકો ફરવા માટે હિમાચલ પ્રદેશ ગયા હતા, ત્યારે ચંબા નજીક કિંકરી ગામ પાસે તેમનું વાહન અકસ્માતગ્રસ્ત બની ખીણમાં ખાબક્યું હતું. આ ભયાનક અકસ્માતમાં 5 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક બચાવ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. ઇજાગ્રસ્તોને બહાર કાઢી સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને લઈને પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
-
સુરત: લિંબાયતમાં પોલીસ અને આરોપી વચ્ચે સર્જાયા ફિલ્મી દ્રશ્યો
Suratના લીંબાયત વિસ્તારમાં પોલીસ અને આરોપી વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. હત્યાના કેસમાં વોન્ટેડ રીઢા ગુનેગાર રાહુલ જોગીને ઝડપી પાડવા ગયેલી પોલીસ ટીમ પર આરોપીએ અચાનક છરી વડે હુમલો કર્યો હતો. ઘટનામાં એક પોલીસકર્મી મુકેશ બાગુલ ઇજાગ્રસ્ત થતાં પરિસ્થિતિ તંગ બની ગઈ હતી. સ્વબચાવમાં Limbayat Police Stationના PI ડી.ડી. ચૌહાણે આરોપી પર ફાયરિંગ કર્યું હતું. ગોળી આરોપીના પગમાં વાગતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સાથે જ ઇજાગ્રસ્ત પોલીસકર્મી મુકેશ બાગુલને પણ સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.
-
અમદાવાદઃ સાણંદના સનાથલ ગામમાં હત્યા
Ahmedabad જિલ્લાના સાણંદ તાલુકાના સનાથલ ગામમાં નજીવી બાબતને લઈને થયેલા ઝગડામાં યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ લગ્ન પ્રસંગ દરમિયાન કાર લઈને જવા બાબતે થયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં દેવેન્દ્રસિંહ ઉર્ફે જીગો ભરતસિંહ ચૌહાણ પર છરીના તીક્ષ્ણ ઘા ઝીંકી તેમની નિર્દયી હત્યા કરવામાં આવી હતી. ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. બનાવની જાણ થતાં Changodar Police તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે આ મામલે બે આરોપીઓને રાઉન્ડ અપ કરી આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.
-
ગીર સોમનાથ: યાત્રાધામ સોમનાથ મંદિરનો અમૃત મહોત્સવ
-
વડોદરા: આજે સાંજે સરદારધામ-3નું PM મોદી કરશે લોકાર્પણ
નરેન્દ્ર મોદી આજે સાંજે વડોદરા ખાતે સરદારધામ-3નું ભવ્ય લોકાર્પણ કરશે. સરદારધામ પરિસરમાં ત્રણ વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં મધ્ય ડોમમાં વિશાળ સ્ટેજ પરથી PM મોદી જનસભાને સંબોધશે. લોકાર્પણ કાર્યક્રમ બાદ ગદા સર્કલથી જૂના એરપોર્ટ સુધી અંદાજે દોઢ કિમી લાંબો ભવ્ય રોડ-શો યોજાશે, જેમાં 15 વિશેષ સ્ટેજ તૈયાર કરાયા છે. સમગ્ર રૂટ પર બેનર્સ, વીજ પોલ પર આકર્ષક લાઇટિંગ, LED સ્ક્રીન્સ અને થીમ આધારિત સજાવટ કરવામાં આવી છે. સાથે જ Narendra Modi અને Sardar Vallabhbhai Patelની રોશનીથી બનાવેલી પ્રતિકૃતિઓ લોકોમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બની છે.
Published On - May 11,2026 7:28 AM
