AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વાળમાં વારંવાર મહેંદી લગાવવી પડી શકે છે ભારે, જાણો તેના ગંભીર સાઈડ ઈફેક્ટ્સ

કુદરતી હોવા છતાં વાળમાં મહેંદીનો વારંવાર ઉપયોગ 'સ્લો પોઈઝન' સાબિત થઈ શકે છે. મહેંદીમાં રહેલું ટેનિન વાળના કુદરતી ભેજને શોષીને તેમને અંદરથી કોરા અને નબળા બનાવી દે છે, જેના પરિણામે વાળ તૂટવા અને પાતળા થવાની સમસ્યા સર્જાય છે.

| Updated on: May 09, 2026 | 3:31 PM
Share
મહેંદી વર્ષોથી વાળને રંગવા માટેનો એક કુદરતી અને પરંપરાગત વિકલ્પ રહ્યો છે. સદીઓથી તેનો ઉપયોગ વાળને લાલ-ચોકલેટી રંગ આપવા અને કન્ડિશનિંગ માટે કરવામાં આવે છે. કેમિકલ યુક્ત કલરની સરખામણીમાં મહેંદીને સુરક્ષિત માનવામાં આવે છે, પરંતુ તેનો અતિરેક વાળને નુકસાન પહોંચાડી શકે છે.

1 / 7
વાળમાં શુષ્કતા (Dryness) અને નબળાઈ: મહેંદીનો વધુ પડતો ઉપયોગ વાળને અત્યંત ડ્રાય બનાવી શકે છે. તેમાં રહેલા 'ટેનિન' વાળના કુદરતી તેલને શોષી લે છે, જેનાથી વાળ બરડ થઈ જાય છે. શરૂઆતમાં વાળ મુલાયમ લાગે છે, પરંતુ સતત ઉપયોગથી તેની નમી (moisture) ખતમ થઈ જાય છે, પરિણામે વાળ તૂટવા લાગે છે અને બે-મોઢાવાળા (split ends) થઈ જાય છે.

2 / 7
વાળના બંધારણમાં ફેરફાર: નિયમિત મહેંદી લગાવવાથી વાળની કુદરતી બનાવટ બદલાઈ શકે છે. જેમના વાળ કુદરતી રીતે રેશમી અને સોફ્ટ હોય છે, તેઓ સમય જતાં ખરબચડાપણું અનુભવી શકે છે. મહેંદી વાળના ઉપરના પડ પર જામી જાય છે, જેનાથી વાળ જાડા તો દેખાય છે પણ તેની લવચીકતા ઓછી થઈ જાય છે.

3 / 7
વાળ પાતળા થવા અને ખરવા: ઘણા લોકો માને છે કે મહેંદી વાળને મજબૂત કરે છે, પરંતુ હકીકતમાં વધુ પડતો ઉપયોગ ઉલટી અસર કરી શકે છે. તે વાળને એટલા કોરા કરી દે છે કે વાળના મૂળ નબળા પડી જાય છે અને વાળ પાતળા થવા લાગે છે. જ્યારે સ્કેલ્પને પૂરતું પોષણ અને ભેજ નથી મળતો, ત્યારે વાળ ખરવાની સમસ્યા વધી જાય છે.

4 / 7
એલર્જી અને સ્કેલ્પની સમસ્યાઓ: ભલે મહેંદી કુદરતી હોય, પણ તે દરેકને માફક આવે તે જરૂરી નથી. વારંવાર ઉપયોગ કરવાથી સ્કેલ્પમાં બળતરા, લાલાશ, ખંજવાળ કે ચકામા થઈ શકે છે. કેટલાક કિસ્સામાં 'કોન્ટેક્ટ ડર્મેટાઈટિસ' (ત્વચામાં સોજો) જેવી ગંભીર સ્થિતિ પણ સર્જાઈ શકે છે. તેથી, સંવેદનશીલ ત્વચા ધરાવતા લોકોએ હંમેશા પેચ ટેસ્ટ કરવો જોઈએ.

5 / 7
અન્ય કોઈ કલર ન ચઢવો: સતત મહેંદી લગાવવાથી વાળ પર રંગનું એક એવું લેયર બની જાય છે જેને દૂર કરવું મુશ્કેલ છે. તે જલ્દી ફીકી પડતી નથી, જેના કારણે પછીથી વાળનો રંગ અસમાન દેખાય છે. સૌથી મોટો ગેરફાયદો એ છે કે જો તમે પછીથી કોઈ કેમિકલ હેર કલર કરવા માંગો છો, તો તે મહેંદીના લેયરને કારણે વાળમાં ઉતરતો નથી. પરિણામે વાળમાં વિચિત્ર લીલો કે નારંગી જેવો રંગ આવી શકે છે.

6 / 7
મહેંદી એક સારો કુદરતી ઉપાય છે, પરંતુ તેનો ઉપયોગ મર્યાદિત પ્રમાણમાં જ કરવો હિતાવહ છે. 'નેચરલ' હોવાનો અર્થ એ નથી કે તેનો ગમે તેટલી વાર ઉપયોગ કરી શકાય. તમારા વાળની હેલ્થ જાળવી રાખવા માટે અતિરેક ટાળવો જોઈએ.

7 / 7

Disclaimer: આ સમાચાર સામાન્ય માહિતી પર આધારિત છે. વધુ માહિતી માટે તમારા ડૉક્ટરની સલાહ લો.

Health Alert: શક્કરટેટી ખાવાના શોખીનો સાવધાન ! સ્વાદના ચક્કરમાં ક્યાંક લેવાના દેવા ન પડી જાય, જાણો કોણે આ ફળથી દૂર રહેવું જોઈએ

Follow Us
સુરતમાં મોબાઈલ ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ

નિયમિત કસરતની દિનચર્યા જાળવો, તમારી સુખાકારીમાં વધારો થશે

‘કામચોરી’ ભારે પડી! AMCના 13 અધિકારીઓને 'શો-કોઝ' નોટિસ - જુઓ Video

હવે ભગવાનને પણ નડી મોંઘવારી ! ડાકોરમાં વિવિધ મનોરથના લાગામાં થયો વધારો

Breaking News : 1 મહિનામાં અમદાવાદ પ્લેન ક્રેશનો આવી શકે છે રિપોર્ટ

વડોદરામાં ઈંડા કેસમાં આરોપીઓની પરેડ મુદ્દે HCએ પોલીસ પાસે માંગ્યો જવાબ

98 લાખના ખર્ચે બનેલી ટાંકીનુ કૌભાંડ આવ્યું સામે,હવે 2 ટાંકીઓ તોડી પડાઈ

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામ નજીક બે સિંહોની લટાર

ખેડામાં હલકી ગુણવત્તા વાળી કેનાલ પર ચાલ્યુ દાદાનું બુલડોઝર-Video

હરિદ્વાર દર્શન કરાવવાની લાલચે યાત્રિકો પાસેથી ઉચાપત

g clip-path="url(#clip0_868_265)">