AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ડાકોરના ઠાકોરને નડી મોંધવારી,યાત્રાધામ ડાકોરમાં લાગો વધારવાનો નિર્ણય મોકૂફ જુઓ વીડિયો

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રણછોડરાય મંદિરમાં ભક્તો દ્વારા કરવામાં આવતા મનોરથનો ટેમ્પલ કમિટી દ્વારા ભાવ વધારવાનો મામલો હાલ મોકૂફ રાખવામાં આવ્યો છે. મનોરથના લાગામાં ધરખમ વધારો કરવામાં આવ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 10, 2026 | 1:31 PM
Share

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રણછોડરાય મંદિરમાં ભક્તો દ્વારા કરવામાં આવતા મનોરથનો ટેમ્પલ કમિટી દ્વારા ભાવ વધારવાનો મામલો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે.ડાકોરના રાજા રણછોડ ને ભક્તો દ્વારા કરાવવામાં આવતા મનોરથોમાં કમિટી દ્વારા અચાનક જ લાગો વધારી દેતા ભક્તો તથા સેવક પૂજારીઓ રોષે ભરાયા હતા. ટેમ્પલ કમિટી દ્વારા સોનાના શિખર ઉપર ચડાવવામાં આવતી ધજા જે પહેલા 600 રૂપિયામાં ચડતી હતી તે જ ધજાના 2500 કરવામાં આવ્યા હતા સેવક ભાઈઓ અને ભક્તોનો વિરોધ જોતા ટેમ્પલ કમિટી દ્વારા આ ભાવ વધારાને હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે.આગામી 15 તારીખે આ નિર્ણય બાબતમાં સેવક આગેવાનો સાથે ચેરમેન અને ટ્રસ્ટી ચર્ચા કરશે.15 મેના દિવસે સમગ્ર બાબતને લઈ નવો નિર્ણય લેવામાં આવશે.

શું હતો સમગ્ર મામલો?

થોડા દિવસ પહેલા ડાકોર મંદિરમાં ભક્તો પર મોંઘવારીનો માર જોવા મળ્યો હતો. મનોરથના લાગામાં ધરખમ વધારો કરવામાં આવ્યો હતો.​ગરીબોના બેલી ગણાતા રાજા રણછોડરાયના દર્શને આવતા ભક્તો માટે હવે મનોરથ કરવા મોંઘા બનશે તેવું લાગી રહ્યો હતો. ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા ભક્તો દ્વારા કરવામાં આવતા વિવિધ મનોરથોના દર (લાગા) માં તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો હતો.​મંદિર પ્રશાસન દ્વારા કરવામાં આવેલા નવા ફેરફાર મુજબ વિવિધ સેવાઓના દર નીચે મુજબ રાખવામાં આવ્યા હતા.

  • ડાકોર મંદિરના સોનાના શિખર ઉપર ધજા ચડાવવા 2500 રૂપિયા
  • શિખર ઉપર 52 ગજની ધજા ચડાવવા 11 હજાર રૂપિયા
  • બાધા માનતાના રાજભોગમાં 9345
  • કુંજ મનોરથમાં 11 હજાર
  • તુલસી વિવાહ 51,000

ધજા ચડાવવાથી લઈને રાજભોગ સુધીની તમામ પૂજા વિધિઓના ભાવમાં સીધો બમણો કે તેનાથી પણ વધુ વધારો કરવામાં આવ્યો હતો. પરંતુ હવે યાત્રાધામ ડાકોરમાં લાગો વધારવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે.

ગુજરાત રાજ્યનું નામ ગુજ્જર પરથી પડેલ છે. જેમણે ઇ.સ. 700 અને ઇ.સ. 800 દરમિયાન અહીં રાજ કર્યું હતું. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
g clip-path="url(#clip0_868_265)">