AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સાસણ ગીરમાં રકુલ પ્રીત સિંહે નિયમો તોડ્યા હોવાનો 'વાયરલ વીડિયો'માં આક્ષેપ, જાણો સાસણ રેન્જના DCF એ શું કહ્યું - જુઓ Video

સાસણ ગીરમાં રકુલ પ્રીત સિંહે નિયમો તોડ્યા હોવાનો ‘વાયરલ વીડિયો’માં આક્ષેપ, જાણો સાસણ રેન્જના DCF એ શું કહ્યું – જુઓ Video

| Updated on: May 10, 2026 | 5:04 PM
Share

સાસણ ગીરના જંગલમાં સફારીનો આનંદ માણવા પહોંચેલી અભિનેત્રી રકુલ પ્રીત સિંહ મુશ્કેલીમાં મુકાઈ હોય તેવું લાગી રહ્યું છે. સોશિયલ મીડિયા પર તેનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તે નિયમો તોડીને પ્રતિબંધિત વિસ્તારમાં કારમાંથી નીચે ઉતરીને ચાલતી જોવા મળી રહી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. એવામાં ચાલો જાણીએ કે, વન વિભાગના સાસણ રેન્જના ડીસીએફ અગ્નિ વ્યાસે શું કહ્યું...

ગુજરાતના પ્રખ્યાત સાસણ ગીર અભયારણ્યમાં સફારી દરમિયાન બોલિવૂડ અભિનેત્રી રકુલ પ્રીત સિંહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા વિવાદ સર્જાયો છે. આ વાયરલ વીડિયોમાં અભિનેત્રી પ્રતિબંધિત વિસ્તારમાં નિયમોનું ઉલ્લંઘન કરતી હોવાનો આક્ષેપ થયો છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં, એવો આક્ષેપ કરાયો છે કે, ફિલ્મ કલાકાર રકુલ પ્રિત સિંહે વન વિભાગના નીતિ નિયમો નેવે મુકીને જગંલ વિસ્તારમાં વાહનમાંથી નીચે ઉતરીને ચાલી રહી છે. જો કે, સોશિયલ મીડિયામાં એવો સવાલ સાથે ટીકા કરાઈ રહ્યી છે કે, સામાન્ય નાગરિકો અને વીવીઆઈપી નાગરિકો માટે વન વિભાગના કાયદા અલગ અલગ છે ?

TV9 ગુજરાતી ઉપર વન વિભાગના સાસણ રેન્જના ડીસીએફ અગ્નિ વ્યાસે સમગ્ર મામલે સ્પષ્ટતા કરી છે કે, રકુલ પ્રીત સિંહે કોઈ નિયમ ભંગ કર્યો નથી. સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ થયો છે તે, અભ્યારણમાં પ્રવેશવાની જગ્યાનો છે. આ કોઈ પ્રતિબંધિત કે વન વિસ્તારની અંદરનો વીડિયો નથી. આથી તેમણે વન વિભાગના કોઈ જ નીતિ નિયમ કે કાયદાનો ભંગ કર્યો નથી.

આ વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયામાં એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે, અભિનેત્રી હોવાને કારણે તેમને નિયમો નેવે મૂકીને ખાસ સુવિધા આપવામાં આવી હોવાના આક્ષેપ કરાયા છે. સામાન્ય પ્રવાસીઓ માટે જે નિયમો કડક હોય છે, તેની અવગણના કરીને અભિનેત્રીને પ્રતિબંધિત વિસ્તારમાં કારમાંથી નીચે ઉતરવા દેવા બદલ વન વિભાગની કામગીરી સામે પણ સોશિયલ મીડિયામાં ટીકા કરવામાં આવી હતી. વન વિભાગની આ સ્પષ્ટતા બાદ સાફ છે કે, રકુલ પ્રીત સિંહે કોઈ નિયમોનો ઉલ્લંઘન કર્યો નથી.

Breaking News : કાજલ મહેરિયાના પતિ પર લાઈવ પ્રોગ્રામ દરમિયાન હુમલો, મારામારીનો જુઓ Video

Published on: May 10, 2026 04:16 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">