મુકેશ અંબાણી અને રતન ટાટા આપશે બમ્પર કમાણીની તક, ટૂંક સમયમાં આવશે તેની કંપનીના IPO

ગયા વર્ષે ભારતીય શેરબજારમાં નાની મોટી 243 કંપનીઓ લિસ્ટ થઈ હતી, જે વર્ષ 2022ની સરખામણીમાં 65 ટકા વધારે છે. બેન્ક ઓફ અમેરિકાના મતે આગામી બે વર્ષ દેશ ભંડોળ એકત્ર કરવાની બાબતમાં ખૂબ જ વ્યસ્ત રહેશે.

| Updated on: Feb 21, 2024 | 12:49 PM
દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ટૂંક સમયમાં રોકાણકારોને કમાણી કરવાની તક આપશે. ગયા વર્ષે માર્કેટમાં રેકોર્ડ બ્રેક કંપનીના IPO નું શેરબજારમાં લિસ્ટિંગ થયું હતું. ચાલુ વર્ષે પણ ઘણી મોટી કંપનીઓના IPO આવ્યા અને આવશે. આગામી સમયમાં મુકેશ અંબાણીની કંપની રિલાયન્સથી લઈને ટાટા ગૃપની કંપનીઓ સામેલ હશે.

1 / 5
મુકેશ અંબાણી અને ટાટા ગ્રુપ વર્ષ 2024 માં IPO માર્કેટમાં પ્રવેશ કરી શકે છે. ગયા વર્ષે ભારતીય શેરબજારમાં નાની મોટી 243 કંપનીઓ લિસ્ટ થઈ હતી, જે વર્ષ 2022ની સરખામણીમાં 65 ટકા વધારે છે. બેન્ક ઓફ અમેરિકાના મતે આગામી બે વર્ષ દેશમાં ભંડોળ એકત્ર કરવાની બાબતમાં ખૂબ જ વ્યસ્ત રહેશે.

2 / 5
આ સમયગાળા દરમિયાન ઘણી મોટી કંપનીઓ, ટેક કંપનીઓ અને નાણાકીય સેવાઓ પ્રદાતાઓ IPO માર્કેટમાં પ્રવેશ કરી શકે છે. ચાલો જાણીએ કે મુકેશ અંબાણી અને ટાટા ગૃપ તેઓની કંપનીના IPO લોન્ચ કરી શકે છે.

3 / 5
IPO ની બાબતમાં વર્ષ 2024 અને 2025 વ્યસ્ત વર્ષ હશે. આ બે વર્ષ દરમિયાન 10 ટેક કંપની તેના ઈશ્યુ લાવી શકે છે. આ ઉપરાંત બે કે ત્રણ બહુરાષ્ટ્રીય કંપનીઓની સ્થાનિક કંપનીઓ IPO માર્કેટમાં આવી શકે છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તેની બે કંપનીઓનો IPO લાવી શકે છે. તેમાં રિલાયન્સ જિયો ઈન્ફોકોમ અને રિલાયન્સ રિટેલ વેન્ચર્સનો સમાવેશ થાય છે.

4 / 5
જો ટાટા ગૃપની વાત કરીએ તો ટાટા સન્સ તેના નાણાકીય સેવાઓ એકમનો આઈપીઓ લાવી શકે છે. RBI દ્વારા ટાટા ગ્રૂપને વર્ષ 2025 પહેલા તેની ફાઈનાન્સિયલ કંપનીને લિસ્ટ કરવા માટે કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત દક્ષિણ કોરિયાની ઓટો કંપની હ્યુન્ડાઈ મોટર પણ તેના ભારતીય બિઝનેસને લિસ્ટ કરવાની તૈયારી કરી રહી છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">