Winter Special Recipe : નાસ્તામાં સ્વાદિષ્ટ બાજરીના લોટના વડા ઘરે બનાવી કરો સ્ટોર, જુઓ તસવીરો
શિયાળામાં બાજરીનું સેવન કરવાથી અનેક લાભ થાય છે. ત્યારે બાજરીમાં ફાઈબર, કેલ્શિયમ, આર્યન, ફોસ્ફરસ, ઓમેગા થ્રી અને પ્રોટીન જેવા સ્વસ્થ પોષક તત્વોથી ભરપૂર ઉર્જાનો સ્ત્રોત છે. ફાસ્ટ ફૂડ ખાવાની ઈચ્છા થતી હોય છે. ત્યારે તમે બાજરીના વડાનું સેવન કરી શકો છો.

બાજરીના વડા બનાવવા માટે લીલા ધાણા, આદુ લસણ, લીલા મરચા, હળદર, સફેદ તલ, અજમો, લાલ મરચાનો પાઉડર, બાજરીનો લોટ, ગરમ મસાલો, ખાંડ, દહીં, પાણી, તલ સહિતની સામગ્રીની જરુરત પડશે.

બાજરીના વડા બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં બાજરીનો લોટ ચાળી લો. હવે તેમાં આદુ- લસણની પેસ્ટ,કાપેલા લીલા ધાણા, ઝીણા કાપેલા લીલા મરચા, સફેદ તલ, ખાંડ, અજમો અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો.

હવે મિક્સ કરેલા લોટમાં દહીં નાખી મિક્સ કરો. ત્યારબાદ તેમાં થોડું પાણી ઉમેરી નરમ લોટ બાંધી લો. ત્યાર બાદ બાંધેલા લોટને ઢાંકીને દસ મિનિટ એક બાજુ મુકી દો.

દસ મિનિટ બાદ લોટમાંથી નાના ગોળા વાળી તેને બંન્ને હાથ વડે દબાવી ચપટા બનાવી લો. હવે એક પેનમાં તેલ ગરમ કરવા મુકો. તેલ મીડીયમ ગરમ થાય ત્યારે તેમાં વડા નાખી ધીમા તાપે બંન્ને બાજુ ગોલ્ડન ફ્રાય કરી લો.

હવે તૈયાર થયેલા બાજરીના વડાને તમે લીલી ચટણી સાથે ખાઈ શકો છો. તેમજ તેને 1 થી 2 દિવસ સુધી સ્ટોર કરી શકો. બાજરીના વડા ચા સાથે પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.
