Gujarati News » Photo gallery » Start of digital india week 2022 prime minister modi immersed in conversation with children see these special pictures of children and pm modi to inaugur
ડિજિટલ ઈન્ડિયા વીક 2022નો પ્રારંભ, બાળકો સાથે વાતચીતમાં ઓતપ્રોત થયા વડાપ્રધાન મોદી, વિવિધ પ્રોજેક્ટની કરી પ્રશંસા
મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાન મોદી (PM Modi) ‘કેટાલાઈઝીંગ ન્યૂ ઇન્ડિયાઝ ટેકેડ’ થીમ પર આધારિત ‘ડિજિટલ ઈન્ડિયા વીક 2022’નો (Digital India week) દેશવ્યાપી શુભારંભ કરાવ્યો હતો. ત્યારે તેમણે વિવિધ પ્રોજેક્ટ લઇને આવેલા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી અને બાળકોને પ્રોત્સાહન પૂરૂ પાડ્યું હતું.
ગાંધીનગર ખાતે આયોજિત આ પ્રદર્શનમાં દેશના ખૂણે ખૂણેથી બાળકો પોતાના પ્રોજેક્ટ લઈને આવ્યા છે. પ્રધાનમંત્રી રસ લઇને તમામ પ્રોજેક્ટ અંગે માહિતી મેળવી હતી
1 / 7
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરીને કહ્યું હતું કે બાળકો આપણા દેશની તાકાત છે.
2 / 7
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાળકો સાથે ઉંડો રસ લઇને વાતચીત કરી હતી તેમણે કહયું હતું કે વિદ્યાર્થીઓ આટલી નાની ઉંમરમાં દુનિયાની મોટી સમસ્યાઓના સમાધાન શોધી રહ્યા છે.
3 / 7
પ્રદર્શન જોતા સમયે પ્રધાનમંત્રી મોદીએ એક બાળક સાથે વાતચીત કરીને બાળકના માથામાં હાથ ફેરવીને વ્હાલ પણ કર્યું હતું.
4 / 7
વિવિધ પ્રોજેકટ લઇને આવેલા લોકોનો આત્મવિશ્વાસ જોઈને પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે આ લોકોને જોઇને લાગે છે કે તેમના દ્વારા આપણો દેશ સપના સાકાર કરીને રહેશે.
5 / 7
પ્રધાનમંત્રી મોદીએ દેશમાં કોરોના વેક્સિનેશનના અભિયાનને ડિજીટલ ટેક્નોલોજીનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું હતું.
6 / 7
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં વાલીઓને પણ કહ્યું હતું કે તમે તમારા બાળકોને લઈને આ પ્રદર્શન જોવા જજો. તમને એક નવું ભારત જોવા મળશે.