એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

27 April, 2024

એમેલિયા કેરે તેની વિસ્ફોટક બેટિંગથી WPL પર પ્રભુત્વ જમાવ્યું હતું.

ત્યારે હવે તેની ઈનિંગ્સ કરતાં તેની સુંદરતાની વધુ ચર્ચા થઈ રહી છે

WPLની પ્રથમ સિઝનની પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની ઓલરાઉન્ડર એમિલિયા કેરે 24 બોલમાં 45 રનની અણનમ ઈનિંગ રમી હતી.

આ પછી તેણે બોલિંગમાં પણ પોતાની પ્રતિભા બતાવી. તેણે બે ઓવરમાં 12 રન આપીને 2 વિકેટ લીધી હતી.

એમિલિયા માત્ર 22 વર્ષની છે. તેણે 16 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો.

નવેમ્બર 2016માં, તેણે પાકિસ્તાન સામેની મેચમાં ન્યૂઝીલેન્ડ તરફથી વનડેમાં ડેબ્યૂ કર્યું હતું.

અત્યાર સુધી એમિલિયાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ODI અને T20 ફોર્મેટમાં 59-59 મેચ રમી છે.

અહીં તેણે બે હજારથી વધુ રન બનાવ્યા છે અને 135 વિકેટ લીધી છે.  

WPLની હરાજીમાં આ અનુભવી ઓલરાઉન્ડરને મુંબઈ ઈન્ડિયન્સે 1 કરોડ રૂપિયાનો દાવ લગાવીને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.

પહેલી જ મેચમાં શાનદાર પ્રદર્શન કરીને તેણે પોતાની ફ્રેન્ચાઈઝીના નિર્ણયને સાચો સાબિત કર્યો હતો.