Year Ender : વિનેશ ફોગાટે હાર્દિક પંડ્યાને પછાડ્યો, તમામ સેલિબ્રિટીને પાછળ છોડી દેશમાં બની નંબર-1

વર્ષ 2024માં ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવેલા ટોપ 10 ભારતીયોની યાદી જાહેર કરવામાં આવી છે. તેમની વચ્ચે રમતગમતની હસ્તીઓનો દબદબો રહ્યો છે. જ્યારે રાજકીય હસ્તીઓ પણ સામેલ થઈ હતી. આ યાદીમાં વિનેશ ફોગટથી લઈને હાર્દિક પંડ્યા સુધીના નામ સામેલ છે. જેમાં બેડમિન્ટન સ્ટાર લક્ષ્ય સેન, ક્રિકેટર અભિષેક શર્મા અને શશાંક સિંહના નામ પણ છે. જ્યારે વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજ ટોપ-10માંથી ગાયબ રહ્યા. ચાલો જાણીએ કે આ વર્ષે ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરાયેલા ટોપ-10 ભારતીયોમાં આ સ્પોર્ટ્સ હસ્તીઓએ કયું સ્થાન હાંસલ કર્યું અને તેનું મુખ્ય કારણ શું હતું.

| Updated on: Dec 11, 2024 | 4:57 PM
વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિક 2024માં થયેલા વિવાદ બાદ ઘણી ચર્ચામાં હતી. તે આ ઓલિમ્પિકમાં મહિલાઓની 50 કિગ્રા ફ્રી સ્ટાઈલ રેસલિંગની ફાઈનલમાં ક્વોલિફાય થઈ હતી. જોકે, ફાઈનલ મેચ પહેલા મહિલા ખેલાડીને 100 ગ્રામથી વધુ વજન હોવાના કારણે ગેરલાયક ઠેરવવામાં આવી હતી. સમગ્ર વિશ્વમાં આ વિવાદની ચર્ચા થઈ હતી. આ પછી વિનેશે કોંગ્રેસની ટિકિટ પર હરિયાણા વિધાનસભાની ચૂંટણી લડી અને જીતવામાં સફળ રહી.

1 / 6
આ વર્ષે ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરાયેલા ભારતીયોની યાદીમાં હાર્દિક ચોથા નંબરે છે. જ્યારે ક્રિકેટરોના મામલામાં તે ટોપ પર છે. આના ઘણા કારણો છે. IPLમાં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ મેળવ્યા બાદ ટ્રોલિંગ, નતાશા સ્ટેનકોવિકથી તેના છૂટાછેડા અને T20 વર્લ્ડ કપમાં ભારતની શાનદાર જીતમાં તેની મહત્વની ભૂમિકા. હાર્દિક પંડ્યા આ કારણોસર ચર્ચામાં રહ્યો હતો. લોકોએ તેને ગૂગલ પર ખૂબ સર્ચ કર્યો હતો.

2 / 6
શશાંક સિંહ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પંજાબ કિંગ્સનો ભાગ છે. પંજાબ કિંગ્સના આ અનકેપ્ડ ખેલાડીને ટીમે 5 કરોડ રૂપિયામાં જાળવી રાખ્યો હતો. શશાંક સિંહને ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરાયેલા ભારતીયોની યાદીમાં છઠ્ઠું સ્થાન મળ્યું છે.

3 / 6
IPL 2025માં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમતા અભિષેક શર્માએ શાનદાર બેટિંગ કરી હતી. બાદમાં તે ટીમ ઈન્ડિયામાં પણ જોવા મળ્યો હતો. ગુગલ પર સૌથી વધુ સર્ચ કરાયેલા ભારતીયોની યાદીમાં અભિષેક શર્મા નવમા સ્થાને છે. જ્યારે તે ભારતીય ખેલાડીઓની યાદીમાં ચોથા સ્થાને છે.

4 / 6
લક્ષ્ય સેન ભારતનો બેડમિન્ટન સ્ટાર છે. વર્ષ 2024માં ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવેલી વ્યક્તિઓમાં લક્ષ્ય સેનને 10મું સ્થાન મળ્યું છે. તે ભારતીય ખેલાડીઓની યાદીમાં પાંચમા સ્થાને છે. લક્ષ્ય પેરિસ ઓલિમ્પિક 2024માં બ્રોન્ઝ મેડલ જીતવામાં ચૂકી ગયો હતો.

5 / 6
2024માં ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરાયેલા ટોપ-10 ભારતીયોની યાદી :  1. વિનેશ ફોગાટ, 2. નીતિશ કુમાર, 3. ચિરાગ પાસવાન, 4. હાર્દિક પંડ્યા, 5. પવન કલ્યાણ, 6. શશાંક સિંહ, 7. પૂનમ પાંડે, 8. રાધિકા મર્ચન્ટ, 9. અભિષેક શર્મા, 10. લક્ષ્ય સેન (All Photo Credit : PTI / GETTY / INSTA )

6 / 6

સ્પોર્ટ્સને લગતા અન્ય સમાચાર જાણવા માટે અહી ક્લિક કરો 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">