વિનેશ ફોગાટ
ફોગાટ પરિવાર ભારતીય કુસ્તીનું જાણીતું નામ છે. વિનેશ પણ આ જ પરિવારમાંથી આવતી રેસલર છે. ગીતા અને બબીતા, જેમના જીવન પર આમિર ખાને ફિલ્મ ‘દંગલ’ બનાવી હતી. તે વિનેશના પિતરાઈ બહેનો છે. વિનેશે મહિલા કુશ્તીની 48 કિગ્રા, 52 કિગ્રા, 53 કિગ્રા અને 50 કિગ્રા ઈવેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે.
રેસલિંગ મેટ પર વિનેશની સૌથી મોટી સફળતા ઓલિમ્પિકની ફાઇનલમાં જગ્યા બનાવવી તે છે. વિનેશે પેરિસ ઓલિમ્પિકમાં આ કારનામું કર્યું છે. જો કે ઓવરવેઈટને કારણે તેને ડિસક્વોલિફાય કરી દેવાઈ હતી. મહિલા 50 કિગ્રા વજન વર્ગમાં 4 વખતની વિશ્વ ચેમ્પિયન યુઇ સુસાકીને આંતરરાષ્ટ્રીય મેટ પર હારનો પ્રથમ સ્વાદ આપનારી તે વિશ્વની પ્રથમ કુસ્તીબાજ પણ છે.
વિનેશ ફોગાટે વર્ષ 2018માં તેના લાંબા સમયના બોયફ્રેન્ડ સોમવીર રાઠી સાથે લગ્ન કર્યા હતા. બંને એકબીજાને 2011થી ઓળખતા હતા અને ભારતીય રેલવેમાં સાથે કામ પણ કર્યું હતું. પેરિસ ઓલિમ્પિકમાં જતા પહેલા વિનેશ WFI પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ અવાજ ઉઠાવવાને કારણે પણ વિનેશ ફોગાટ ચર્ચામાં રહી હતી.
વિનેશ ફોગાટે ઘણી કુશ્તી ઈવેન્ટમાં મેડલ જીત્યા છે. તેની પાસે વર્લ્ડ ચેમ્પિયનશિપ, એશિયન ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ છે.