ટ્રેન અકસ્માતમાં પગ ગુમાવ્યો, દુ:ખને જ પોતાની તાકાત બનાવી આજે ભારતને ગોલ્ડ મેડલ જીતાડ્યો

બેડમિન્ટન ખેલાડી નિતેશ કુમારે પેરિસ પેરાલિમ્પિક્સમાં અદભૂત પ્રદર્શન કર્યું અને દેશ માટે વધુ એક ગોલ્ડ મેડલ જીત્યો છે. આર્મીમાં સપનું જોતા નિતેશ કુમારનું સપનું અકસ્માત થતા તૂટી ગયું, પેરિસ પેરાલિમ્પિકમાં ડેબ્યુ કર્યું અને આ સાથે ગોલ્ડ મેડલ જીત્યો છે.

Nirupa Duva
| Edited By: | Updated on: Sep 02, 2024 | 7:10 PM
પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતને બીજો ગોલ્ડ મેડલ મળ્યો છે. નિતેશ કુમારે મેન્સ સિંગલ બેડમિન્ટન SL3માં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સાથે જ ભારત પાસે હવે કુલ 9 મેડલ છે. ગોલ્ડ મેડલ મેચ અંદાજે 1 કલાક 20 મિનિટ સુધી ચાલી હતી.

1 / 11
નિતેશ કુમારે પેરાલિમ્પિક્સમાં દેશ માટે ગોલ્ડ જીત્યો છે. બેડમિન્ટન સિંગલ્સની ફાઇનલમાં રોમાંચક મેચમાં બ્રિટિશ ખેલાડીને 21-14, 18-21, 23-21થી હરાવ્યો. નિતેશને ટ્રેન અકસ્માતમાં પગ ગુમાવવો પડ્યો હતો.

2 / 11
કુમાર નિતેશનો જન્મ 30 ડિસેમ્બર 1994 રાજસ્થાનના એક નાનકડા ગામમાં થયો છે. નિતેશએક ભારતીય વ્યાવસાયિક પેરા-બેડમિન્ટન ખેલાડી છે. 2016માં આંતરરાષ્ટ્રીય સ્તરે ડેબ્યુ કર્યા બાદ તે 14 જૂન 2022ના રોજ SL3 કેટેગરીમાં વિશ્વમાં નંબર 3નો ખેલાડી બન્યો.

3 / 11
તેણે 2017માં આઇરિશ પેરા-બેડમિન્ટન ઇન્ટરનેશનલ ખાતે તેનું પ્રથમ ટાઇટલ જીત્યું. 2019માં, તેણે બેડમિન્ટન કોચ તરીકે રમતગમત અને યુવા બાબતોના વિભાગ, હરિયાણા માટે કામ કરવાનું શરૂ કર્યું.હાલમાં તે હરિયાણાના કરનાલમાં રહે છે. તેને હાલમાં OGQ દ્વારા સમર્થન મળે છે.

4 / 11
BWF પેરા બેડમિન્ટન વર્લ્ડ સર્કિટ  ગ્રેડ 2, લેવલ 1, 2 અને 3 ટુર્નામેન્ટને 2022 થી બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન દ્વારા મંજૂરી આપવામાં આવી છે. તો આજે પેરિસ પેરાલિમ્પિકમાં ડંકો વાગડનાર નિતેશ વિશે વધુ ચર્ચા કરીએ.

5 / 11
ભારતના નિતેશ કુમારે સોમવાર, 2 સપ્ટેમ્બરના રોજ પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતનો પહેલો બેડમિન્ટન મેડલ જીત્યો હતો. નિતેશ SL3.19 મિનિટ પહેલા મેન્સ સિંગલ્સમાં ગ્રેટ બ્રિટનના ડેનિયલ બેથેલને સીધી ગેમમાં હરાવીને ગોલ્ડ જીત્યો હતો.

6 / 11
IIT-મંડીમાં અભ્યાસ કરતી વખતે તેને બેડમિન્ટન વિશે જાણકારી મળી અને પછી આ રમત તેની શક્તિનો સ્ત્રોત બની ગઈ. આ સમયને યાદ કરતાં તેણે કહ્યું હતું કે, મારું બાળપણ થોડું અલગ હતું. હું ફૂટબોલ રમતો હતો અને પછી આ અકસ્માત થયો. મારે રમતગમતને કાયમ માટે છોડી દેવી પડી અને ભણવાનું શરૂ કર્યું. પરંતુ સ્પોર્ટસ મારા જીવનમાં ફરી પાછું આવ્યું.

7 / 11
2009માં એક અકસ્માતમાં નિતેશને પગમાં ઈજા થઈ હતી જેના કારણે તે મહિનાઓ સુધી પથારીવશ રહ્યો હતો.આજે ભારતને પેરાલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતાડ્યો છે.

8 / 11
નિતેશ કુમારને આ વર્ષે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. નિતેશ સેમિફાઇનલમાં બેથેલ સામે હારી ગયો હતો. પરંતુ હવે નીતિશે પેરાલિમ્પિક્સની ફાઇનલમાં બેથેલને હરાવીને પોતાનો બદલો પૂરો કર્યો છે.

9 / 11
 2022માં નિતેશે 2022ની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ગત વર્ષે એશિયન પેરા ગેમ્સમાં તેણે મેન્સ ડબલ્સમાં ગોલ્ડ જીત્યો હતો જ્યારે સિંગલ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

10 / 11
સખત મહેનત પછી નિતેશ કુમારે પહેલીવાર પેરાલિમ્પિક ગેમ્સમાં સ્થાન મેળવ્યું અને જુઓ, તેણે ગોલ્ડ પણ જીત્યો. આ છે નિતેશ કુમારની તાકાત અને હિંમત જેની આજે સૌ કોઈ ચર્ચા કરી રહ્યા છે.

11 / 11
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">