પેરાલિમ્પિક
પેરાલિમ્પિક ગેમ્સએ સૌથી મોટી આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ છે. જેમાં વિવિધ પ્રકારની વિકલાંગતા ધરાવતા એથ્લેટ ભાગ લે છે. પેરાલિમ્પિક્સ દરેક ઓલિમ્પિક ગેમ્સ પછી તરત જ યોજાય છે. ભારતે 1984 થી દરેક પેરાલિમ્પિક ગેમ્સમાં ભાગ લીધો છે. પેરિસ પેરાલિમ્પિકમાં ભારતના 84 એથ્લેટ્સ ભાગ લેશે, પેરિસ પેરાલિમ્પિક 28 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. 84 એથ્લેટમાં 32 મહિલા પણ સામેલ છે.4 ગુજરાતની મહિલા પેરા એથ્લેટ પણ સામેલ છે.
તમને જણાવી દઈએ કે, ભારત પેરિસ પેરાલિમ્પિકમાં 3 નવી રમતમાં પેરા સાયકલિંગ, પેરા રોઈંગ અને બ્લાઈન્ડ જૂડોમાં પણ ભાગ લેશે. પેરિસ 2024માં કુલ 22 રમતો યોજાશે. ભારત આમાંથી કુલ 12 રમતમાં ભાગ લેશે.ભારતે પેરાલિમ્પિક ગેમ્સમાં અત્યારસુધી કુલ 31 મેડલ જીત્યા છે, જેમાં 9 ગોલ્ડ, 12 સિલ્વર અને 10 બ્રોન્ઝ મેડલ સામેલ છે.