Manish Pandey Love Story: આ ભારતીય ક્રિકેટર મેદાનથી સીધો લગ્નના મંડપમાં પહોંચ્યો હતો, ટીમને જીતાડ્યા બાદ લીધા સાત ફેરા
આ ભારતીય બેટ્સમેને ડોમેસ્ટિક ક્રિકેટમાં ધૂમ મચાવી છે. તો ચાલો આજે તમને મનીષ પાંડે (Manish Pandey)ની લવ સ્ટોરી વિશે વાત કરીએ.

મનીષ પાંડે ભારતીય ક્રિકેટમાં ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે તેણે IPLમાં સદી ફટકારી.તેમની પત્નીનું નામ અશ્રિતા શેટ્ટી છે. તેમના લગ્નની સ્ટોરી ખૂબ જ રસપ્રદ છે.

લગ્નના એક દિવસ પહેલા કર્ણાટકની ટીમે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની ફાઈનલ રમવાની હતી અને મનીષ ટીમનો કેપ્ટન હતો. મનીષની કપ્તાનીમાં ટીમે ટાઈટલ જીત્યું અને સાંજે મનીષ મુંબઈ જવા રવાના થઈ ગયો જ્યાં તેના લગ્ન અશ્રિતા સાથે થવાના હતા.ભારતીય બેટ્સમેન મનીષ પાંડેના અંગત જીવન વિશે વાત કરીએ તો, તેણે 2 ડિસેમ્બર 2019 ના રોજ સાઉથ ઈન્ડિયન અભિનેત્રી અશ્રિતા શેટ્ટી સાથે લગ્ન કર્યા.

મનીષ પાંડેની પત્ની અશ્રિતા શેટ્ટીની વાત કરીએ તો તે સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ પ્રખ્યાત છે. અશ્રિતા શેટ્ટીએ ઈન્દ્રજીત અને ઉધયમ NH4 જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.અશ્રિતા શેટ્ટી અનેક ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

લગ્ન પહેલા મનીષ પાંડે અને અભિનેત્રી અશ્રિતા શેટ્ટી લાંબા સમય સુધી એકબીજાને ડેટ કરતા રહ્યા. લાંબા સંબંધો બાદ બંનેએ એકબીજા સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. તમને જણાવી દઈએ કે મનીષ પાંડેએ તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 23 જુલાઈ 2021 ના રોજ શ્રીલંકા સામે રમી હતી, જે એક ODI મેચ હતી. ત્યારપછી ખરાબ પ્રદર્શનના કારણે મનીષ પાંડેને ટીમ ઈન્ડિયામાંથી બહાર કરવામાં આવ્યો હતો.

ભારતીય ક્રિકેટરની કારકિર્દી 33 વર્ષની ઉંમરે ખતમ થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે અને ટૂંક સમયમાં આ ખેલાડીને નિવૃત્તિની જાહેરાત કરવાની ફરજ પડી શકે છે. આઈપીએલ 2023માં જ ભારતીય ખેલાડીની કારકિર્દી લગભગ સમાપ્ત થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાના આ ક્રિકેટરે આઈપીએલ 2023માં ખરાબ પ્રદર્શન કરીને પોતાના પગે કુહાડો માર્યો છે.

મનીષ પાંડે ખૂબ જ ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. મનીષ પાંડેને ઘણી તકો આપવામાં આવી છે, પરંતુ તે દરેક વખતે ફ્લોપ સાબિત થયો હતો. દિલ્હી કેપિટલ્સે IPL 2023 માટે મનીષ પાંડેને રૂ. 2.40 કરોડમાં ખરીદ્યો હતો.