Gujarati News » Photo gallery » Sports photos » Former Chelsea FC star Michael Ballack dating model girlfriend of his late son photos viral Sophia Schneiderhan
Football સ્ટાર સ્વર્ગસ્થ પુત્રની 21 વર્ષની ખૂબસૂરત ગર્લફ્રેન્ડ ને ડેટ કરી રહ્યો છે, ગત વર્ષે જ પુત્રે બાઈક સ્ટંટ કરતા જીવ ગુમાવ્યો હતો-Photos
માઈકલ બ્લેક ગયા વર્ષે ખરાબ રીતે ભાંગી પડ્યો હતો જ્યારે તેનો પુત્ર એમિલિયો બાઇક અકસ્માતમાં અવસાન પામ્યો હતો. બ્લેક 21 વર્ષની મોડલ સોફીને તેના પુત્ર દ્વારા જ ઓળખે છે.
પૂર્વ ચેલ્સી લિજેન્ડ માઈકલ બ્લેક તેના પુત્રની ખૂબસુરત મોડલ મિત્રને ડેટ કરી રહ્યો છે, 45 વર્ષીય બ્લેક, ગયા વર્ષે ખરાબ રીતે ભાંગી પડ્યો હતો જ્યારે તેનો પુત્ર એમિલિયો બાઇક અકસ્માતમાં અવસાન પામ્યો હતો. બ્લેક 21 વર્ષની મોડલ સોફીને તેના પુત્ર દ્વારા જ ઓળખે છે.
1 / 5
ગયા વર્ષે, પોર્ટુગલમાં તેના ઘરની બહાર બાઇક ચલાવતી વખતે 18 વર્ષીય એમિલિયોએ તેનું સંતુલન ગુમાવ્યું હતું અને જાહેર રસ્તા પર એક વાહનની નીચે આવી ગયો હતો. જેના કારણે તેનું મોત નીપજ્યું હતું.
2 / 5
એક જર્મન અખબારના અહેવાલ મુજબ માઈકલ સોફીને ડેટ કરી રહ્યો છે. તે એક ડૉક્ટરની પુત્રી છે, પરંતુ તેણે મોડેલિંગને વ્યવસાય તરીકે પસંદ કર્યું. ઈન્સ્ટાગ્રામ પર પણ તેના ખૂબ ફેન ફોલોઈંગ છે.
3 / 5
માઈકલ અને સોફી ઘણી વખત સાથે દેખાયા છે. થોડા સમય પહેલા માઈકલ તેની યુવા ગર્લફ્રેન્ડ સાથે એક આર્ટ ઈવેન્ટમાં પણ જોવા મળ્યો હતો. બંને જાહેરમાં એકબીજાને કિસ કરતા પણ જોવા મળ્યા છે.
4 / 5
માઇકલે 2008માં તેની લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ તેમના લગ્ન લાંબો સમય ટકી શક્યા નહીં અને 2012માં બંને અલગ થઈ ગયા. તે 2006માં ચેલ્સી સાથે જોડાયો અને તેની પહેલી જ સિઝનમાં ટાઇટલ જીત્યું.