સોમનાથ ટ્રસ્ટનું 11 લાખ વૃક્ષારોપણનું મહાઅભિયાન, ગ્રામ્ય સંસ્કૃતિ અનુસાર ખેડૂતોએ વૃક્ષારોપણ અભિયાનનું સામૈયું અને છોડનું પૂજન કર્યું
સોમનાથ ટ્રસ્ટ દ્વારા 11 લાખ વૃક્ષારોપણ મહાઅભિયનનું આયોજન બીજા દિવસે 5814 કેસર કેરીના રોપાનું વિતરણ કરવામાં આવ્યું. ગ્રામ્ય સંસ્કૃતિ અનુસાર ખેડૂતોએ વૃક્ષારોપણ અભિયાનનું સામૈયું અને છોડનું પૂજન કરી મહાદેવના કૃપાપ્રસાદ સ્વરૂપે સ્વીકાર્યા.

સોમનાથ ટ્રસ્ટ ખાતે 11 લાખ વૃક્ષારોપણ મહાઅભિયાનના બીજા તબક્કાનો પ્રારંભ કરાયો. આંબાના છોડનું વિતરણ અનોખી રીતે શરૂ કરાયૂ છે. ગામેગામ ઢોલ, શરણાઈ, પુષ્પવર્ષા, ઓર્કેસ્ટ્રા, અને ફટાકડા સાથે સોમનાથમાં વૃક્ષ વિતરણ અભિયાન યોજાયું હતું.

સોમનાથ ટ્રસ્ટ તરફથી આજે સુત્રાપાડા તાલુકાથી પ્રારંભ કરી નોંધણી કરાવેલ ખેડૂતોને કેસર આંબાની કલમો આપવામાં આવી હતી. ખેરા, ભૂવાટીંબી, પીપળવા, ભુવાવાડા, રંગપુર, ગાંગેથા ગામોમાં ઢોલ-શરણાઈ, પુષ્પવર્ષા, ઓર્કેસ્ટ્રા, અને ફટાકડા સાથે સોમનાથના વૃક્ષ વિતરણ અભિયાન યોજાયું હતું.

ખેડૂતોએ સોમનાથ મહાદેવ તરફથી મળેલા આંબાના છોડને સોમનાથનો આશીર્વાદ માની ભવ્ય સ્વાગત કરાયું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટનો પ્રકૃતિ રક્ષણનો મહા પ્રકલ્પ થયો હતો. પ્રકૃતિ રક્ષણના મહા અભિયાન તરીકે 11 લાખ વૃક્ષોનું વિતરણ બીજાં તબક્કામાં પહોંચ્યું છે.

કન્યાઓ દ્વારા વૃક્ષારોપણ રથને કુમકુમ તિલક કરીને અક્ષત વડે વધાવવામાં આવે છે. પુષ્પ વર્ષા કરવામાં આવતી હતી. સાથે ઉત્સાહમાં આવીને યુવાનો અને બાળકો ફટાકડા ફોડીને સોમનાથ ટ્રસ્ટના રથનું સ્વાગત કરતા હતા. કોઈક ગામે ઢોલ શરણાઈ તો બીજા ગામે આખા ઓરકેસ્ટ્રા સાથે સોમનાથના વૃક્ષારોપણ અભિયાન નું સ્વાગત કરવામાં આવ્યું હતું.

ગામોમાં ખેડૂતોને આપવામાં આવેલ આંબાની કલમ માત્ર વૃક્ષ નહીં પણ સોમનાથનો પ્રસાદ સમજી ખેડૂતોએ મસ્તક પર ચડાવ્યો હતો. વૃક્ષારોપણ પ્રકલ્પ પોતાના ગામમાં આવી રહ્યો છે તેવી ખબર મળતાની સાથે લોકો એકઠા થઈને સોમનાથ ટ્રસ્ટ પરિવારનું ભાવભર્યું સ્વાગત કરી રહ્યા હતા.