AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સાબુ કે ફેસવોશ ? ચમકતી ત્વચા, પિમ્પલ ફ્રી સ્કિન અને ગ્લો માટે કયો વિકલ્પ વધુ લાભદાયક ?

મોટાભાગના લોકો મુંઝવણમાં હોય છે કે, ચહેરા પર સાબુ લગાવવો જોઈએ કે ફેસવોશ? એવામાં ચાલો જાણીએ કે, ચહેરા પર ગ્લો (ચમક) લાવવા માટે કયો ઉપાય અસરકારક સાબિત થશે...

| Updated on: Feb 06, 2026 | 6:59 PM
Share
ચહેરા પરની શુષ્કતા (Dryness) અને ડાઘ-ધબ્બાથી યુવાનો અત્યંત પરેશાન થઈ જાય છે. તબીબોના જણાવ્યા અનુસાર, ચહેરો ખરાબ થવાનું મુખ્ય કારણ પ્રદૂષણ, વધુ પડતું ઓઈલી ફૂડ, જંક ફૂડ, પૂરતી ઊંઘ ન લેવી અને બદલાતી જીવનશૈલી છે. યુવાનો ચિંતિત છે કે, ચહેરા પર શું લગાવવું જોઈએ, જેથી તેમને આ સમસ્યામાંથી રાહત મળી શકે.

1 / 7
હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર, ચહેરા પર કોઈ પણ સારી બ્રાન્ડનું ફેસવોશ વાપરી શકાય છે. બીજું કે, જ્યારે પણ તમે બહારથી ઘરે આવો ત્યારે ફેસવોશથી ચહેરો સાફ કરો. શિયાળામાં સવારના સમયે હળવા ગરમ (નવશેકા) પાણીથી ચહેરો સાફ કરવો જોઈએ.

2 / 7
હેલ્થ એક્સપર્ટે જણાવ્યું કે, ચહેરો સાફ કર્યા પછી તેને કપડાથી ઘસવો જોઈએ નહીં પરંતુ હળવા હાથે પાણી લૂછવું જોઈએ. તબીબે વધુમાં ઉમેર્યું કે, ઘણીવાર યુવાનો ચહેરા પર આવતા ખીલ કે ફોલીઓને હાથથી નખ મારીને ફોડી નાખે છે અથવા કોતરે છે. તેમણે સલાહ આપી કે, આવી સ્થિતિમાં ખીલને હાથથી અડકવું કે ફોડવા જોઈએ નહીં, અન્યથા ત્યાં કાયમી ડાઘ (Spots) પડી જવાની શક્યતા રહે છે. જો સમસ્યા વધુ હોય, તો કોઈ નજીકના ત્વચારોગ નિષ્ણાત (Dermatologist) ની સલાહ લેવી જોઈએ.

3 / 7
ચહેરાને દિવસમાં ત્રણ વાર કોઈ પણ સારી બ્રાન્ડના ફેસવોશથી સાફ કરો. બહારથી ઘરે આવ્યા પછી પણ ચહેરો સાફ કરો અને ત્યારબાદ કોઈ સ્વચ્છ સુતરાઉ કપડાથી હળવા હાથે પાણી લૂછી લો.

4 / 7
હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર, જ્યારે આપણે કામ માટે બહાર જઈએ છીએ, ત્યારે પ્રદૂષણ અને ધૂળ-રજકણોને કારણે ચહેરા પર ગંદકીનું એક પડ જામી જાય છે. એવામાં જ્યારે પરસેવો થાય છે, ત્યારે આ ગંદકી એલર્જીમાં ફેરવાઈ જાય છે, જેનાથી ચહેરો ખરાબ થઈ જાય છે અને ડલનેસ દેખાવા લાગે છે.

5 / 7
આ સિવાય કેટલાક ઘરેલુ ઉપચારો દ્વારા ચહેરા પર નિખાર લાવી શકાય છે. પ્રાચીન સમયમાં લોકો ચહેરા પર દૂધની મલાઈ લગાવતા હતા, જેનાથી ચહેરો ગ્લો કરતો (ચમકતો) હતો. હેલ્થ એક્સપર્ટે વધુમાં ઉમેર્યું કે, ઘણી મહિલાઓ ચહેરા પર મુલતાની માટીનો ઉપયોગ કરે છે, જે ખૂબ જ ફાયદાકારક હોય છે. આનાથી કોઈ આડઅસર (Side effect) પણ થતી નથી. વધુમાં, ચહેરા પર ચણાના લોટ (બેસન) થી પણ સ્ક્રબ કરી શકાય છે, જે ત્વચા માટે ઘણું ગુણકારી સાબિત થાય છે.

6 / 7
ધ્યાન રાખો કે, જ્યારે ચહેરા પર વધુ પડતા ડાઘ-ધબ્બા, ખીલ (Pimples), ડલનેસ વગેરે દેખાય, ત્યારે નજીકના ડોક્ટરની સલાહ લો. ટૂંકમાં, લોકોએ ચહેરા પર નિખાર લાવવા માટે વધુ પડતો તળેલો ખોરાક ન ખાવો જોઈએ. બીજું કે, વ્યક્તિએ શક્ય તેટલું વધુ પાણી પીવું જોઈએ અને પૂરતી માત્રામાં ઊંઘ લેવી પણ ખૂબ જરૂરી છે.

7 / 7

આ પણ વાંચો: સવારે કે સાંજે ? ‘નાળિયેર પાણી’ પીવાનો સાચો સમય કયો ? આટલું ધ્યાન રાખશો તો, ભરપૂર ફાયદા મળશે

Follow Us
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ

નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!

જામનગરના સળગતા અંગારા પર રાસ ગરબા-જુઓ વીડિયો

સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી

અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી

જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?

નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ

વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ

દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં

મોરબીના હળવદમાં જૂથ અથડામણ, રસ્તા પરની બોલાચાલી

g clip-path="url(#clip0_868_265)">