Breaking News: સુરતની શાળામાં કરંટ લાગતા ધોરણ-9ના વિદ્યાર્થીનું મોત, પરિવારજનોમાં આક્રોશ
પ્રાથમિક માહિતી અનુસાર PTના પિરિયડ દરમિયાન વિદ્યાર્થીઓ શાળાના ધાબા પર ગયા હતા. આ દરમિયાન ધાબા પર લગાવવામાં આવેલા લોખંડના લાઇટના થાંભલાને વિદ્યાર્થીનો સ્પર્શ થતાં તેને જોરદાર કરંટ લાગ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
સુરત શહેરના માનદરવાજા વિસ્તારમાં આવેલી સુમન શાળા નં. 16માં કરુણ ઘટના બની છે. ધોરણ-9માં અભ્યાસ કરતા અબ્દુલ રહેમાન મહમદ સલીમ નામના વિદ્યાર્થીનું કરંટ લાગતાં મોત થયું હોવાનું સામે આવ્યું છે. ઘટનાના પગલે પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, જ્યારે સમગ્ર મામલે શાળાની કથિત બેદરકારીના આક્ષેપો ઉઠ્યા છે.
PTના પિરિયડ દરમિયાન બની ઘટના
પ્રાથમિક માહિતી અનુસાર PTના પિરિયડ દરમિયાન વિદ્યાર્થીઓ શાળાના ધાબા પર ગયા હતા. આ દરમિયાન ધાબા પર લગાવવામાં આવેલા લોખંડના લાઇટના થાંભલાને વિદ્યાર્થીનો સ્પર્શ થતાં તેને જોરદાર કરંટ લાગ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કરંટ લાગતાં વિદ્યાર્થી ગંભીર રીતે દાઝી ગયો હતો.
સારવાર દરમિયાન વિદ્યાર્થીનું મોત
કરંટ લાગ્યા બાદ ગંભીર હાલતમાં વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમિયાન તેનું મોત નીપજતાં પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ઘટનાના સમાચાર મળતાં જ હોસ્પિટલ અને શાળા પરિસરમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
શાળાની બેદરકારીના આક્ષેપ
ઘટના બાદ પરિવારજનોએ શાળા સંચાલન પર ગંભીર બેદરકારીનો આક્ષેપ કર્યો છે. ધાબા પર આવેલા લોખંડના થાંભલામાં કરંટ કેવી રીતે આવ્યો અને વિદ્યાર્થીઓની સુરક્ષા માટે જરૂરી વ્યવસ્થા કેમ ન હતી તે અંગે અનેક સવાલો ઊભા થયા છે.
પોલીસ તપાસ શરૂ
ઘટનાની જાણ થતાં પોલીસ તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. ઘટનાના સાચા કારણો બહાર આવ્યા બાદ જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની પરિવારજનો અને સ્થાનિકોએ માંગ ઉઠાવી છે.
આ પણ વાંચો- Weather Forecast Breaking: ગુજરાતમાં પાંચ વરસાદી સિસ્ટમ એકસાથે સક્રિય, 30 જુલાઈથી ભારે વરસાદનો નવો રાઉન્ડ
સુરતની શાળામાં કરંટ લાગતા ધોરણ-9ના વિદ્યાર્થીનું મોત, પરિવારજનોમાં રોષ
દેવગઢ બારીયા નગરપાલિકાની 6 સીટો પર મતદાન શરૂ ! Video
5 મહિનાનું બાળક રૂમમાં થયું લોક! ફાયર વિભાગની ટીમે કર્યું રેસ્ક્યુ
ચાલતી ટ્રેનમાં દીવો પ્રગટાવી પૂજા કરવા લાગ્યો મુસાફર ! Video
