AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: LPG સપ્લાયને લઈને ભારત સરકારનો ‘મોટો નિર્ણય’, ભવિષ્યની અછતથી બચવા માટે ઘડાયો આ ખાસ ‘માસ્ટરપ્લાન’

દેશમાં રસોઈ ગેસ (LPG) ના પુરવઠા અને વપરાશને લઈને કેન્દ્ર સરકાર એક અત્યંત મોટો અને નિર્ણાયક પ્લાન તૈયાર કરી રહી છે. પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે ભારતે ગેસની અછતથી બચવા માટે પોતાનો રૂટ બદલવાનો પ્લાન બનાવી લીધો છે.

| Updated on: Jul 28, 2026 | 4:31 PM
Share
ભારત એલપીજી (LPG) ની ખરીદીને લઈને મોટો ફેરફાર કરવાની તૈયારી કરી રહ્યું છે. સરકારની યોજના છે કે, વર્ષ 2027 સુધીમાં દેશના કુલ LPG આયાતનો આશરે 25 ટકા હિસ્સો અમેરિકા પાસેથી ખરીદવામાં આવે. આ પગલાં પાછળ સરકારનો હેતુ માત્ર ગેસ ખરીદવાનો નથી પરંતુ સપ્લાયને સુરક્ષિત બનાવવાનો અને કોઈ એક ક્ષેત્ર પર નિર્ભરતા ઘટાડવાનો પણ છે.

1 / 5
આ વર્ષની શરૂઆતમાં ઈરાન સાથે જોડાયેલા તણાવ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં સપ્લાય ખોરવાઈ જવાના કારણે ભારતમાં LPG સપ્લાય પ્રભાવિત થઈ હતી. પરિસ્થિતિ એવી બની ગઈ હતી કે, સરકારને અનેક કટોકટીના પગલાં ભરવા પડ્યા હતા. આ સ્થિતિમાં ઉદ્યોગોમાં વપરાતા પેટ્રોકેમિકલ ફીડસ્ટોકને ઘરગથ્થુ રસોઈ ગેસની જરૂરિયાત પૂરી કરવા માટે ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. આ જ કારણ છે કે, હવે ભારત ગેસની સપ્લાય માટે માત્ર એક દેશ પર નિર્ભર રહેવા માગતું નથી. સરકારનું માનવું છે કે, જો ભવિષ્યમાં કોઈ વિસ્તારમાં યુદ્ધ, રાજકીય તણાવ કે સપ્લાયમાં રુકાવટ આવે, તો બીજા દેશોમાંથી ગેસ મંગાવીને જરૂરિયાત પૂરી કરી શકાશે.

2 / 5
સરકારી આંકડા અનુસાર, વર્ષ 2025 માં ભારતે આશરે 2.185 કરોડ મેટ્રિક ટન LPG આયાત કરી હતી. તેમાંથી લગભગ 90 ટકા ગેસ પશ્ચિમ એશિયાના દેશોમાંથી આવી હતી. બીજી તરફ, ભારતમાં વપરાતી કુલ એલપીજીનો આશરે 66 ટકા હિસ્સો આયાત દ્વારા પૂરો થાય છે. ટૂંકમાં, દેશની રસોઈ ગેસની જરૂરિયાતનો મોટો હિસ્સો વિદેશો પર જ નિર્ભર છે.

3 / 5
સરકારી તેલ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન (HPCL) આગામી એકથી બે મહિનાની અંદર અમેરિકા પાસેથી 2027ની એલપીજી સપ્લાય માટે ટેન્ડર બહાર પાડી શકે છે. આ સિવાય કંપનીઓનું એક પ્રતિનિધિમંડળ આવતા મહિને અમેરિકા પણ જઈ શકે છે, જ્યાં ગેસ સપ્લાય અને ખરીદી સાથે જોડાયેલા મુદ્દાઓ પર ચર્ચા થશે.

4 / 5
અમેરિકા પાસેથી વધુ ઊર્જા ખરીદવાનો ફાયદો માત્ર ગેસ પૂરતો સીમિત નહીં રહે. તેનાથી ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી પ્રસ્તાવિત ટ્રેડ ડીલને પણ ઝડપ મળી શકે છે. ભારતે આગામી સમયમાં અમેરિકા પાસેથી ઊર્જા ખરીદી 10 અબજ ડોલરથી વધારીને 25 અબજ ડોલર સુધી કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. સાથે જ બંને દેશોએ વર્ષ 2030 સુધીમાં 500 અબજ ડોલરના દ્વિપક્ષીય વેપારનો લક્ષ્યાંક પણ રાખ્યો છે.

5 / 5

Astronomy Facts: તારા કેવી રીતે બને છે? 9500 પ્રકાશવર્ષ દૂર મળી આવી અનોખી ખગોળીય ઘટના, ભારતીય સંશોધનથી બ્રહ્માંડના રહસ્યો ખુલશે

Follow Us
g clip-path="url(#clip0_868_265)">