Breaking News: ટીમ ઈન્ડિયાના કોચે છોડ્યું પદ, હવે IPL 2027 માં આ ટીમને આપશે કોચિંગ
આયર્લેન્ડ, ઈંગ્લેન્ડ અને ઝીમ્બાબ્વે સિરીઝ બાદ હવે ટીમ ઈન્ડિયાના કોચિંગ સ્ટાફમાં મોટા ફેરફાર થઈ રહ્યા છે. ફિલ્ડીંગ કોચ ટી દિલીપ બાદ વધુ એક કોચ ટીમ ઈન્ડિયાથી અલગ થયો છે. હવે આ કોચ IPL ટીમમાં કોચ તરીકે જોડાયો છે.

ટીમ ઈન્ડિયાના સહાયક કોચ રાયન ટેન ડોશેટે પોતાનું પદ છોડી દીધું છે. તે હવે IPL ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે જોડાઈ ગયો છે. ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ડોશેટે BCCI ને જાણ કરી હતી કે તે તેનો કાર્યકાળ લંબાવશે નહીં.

ટીમ ઈન્ડિયા સાથેનો કરાર સમાપ્ત થયા બાદ હવે રાયન ટેન ડોશેટ IPL ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે જોડાઈ રહ્યો છે. તે અગાઉ આ ફ્રેન્ચાઇમાં સહાયક કોચ તરીકે સેવા આપી ચૂક્યો છે.

ટેન ડોશેટ ફરી એકવાર KKRમાં જોડાશે અને અભિષેક નાયર સાથે કોચિંગ આપશે. બંનેએ ભારતીય ટીમના સહાયક કોચ તરીકે સેવા આપી છે. જોકે, હવે બંને KKR માં ફરી સાથે કામ કરશે.

ટેન ડોશેટનો KKR સાથે જૂનો સંબંધ છે. એક ખેલાડી તરીકે તેણે KKR સાથે બે IPL ટાઇટલ જીત્યા અને 2022 માં ફિલ્ડિંગ કોચ તરીકે ફ્રેન્ચાઇઝમાં જોડાયો હતો. તે 2024 સુધી KKR કોચિંગ ટીમનો ભાગ રહ્યો, જે દરમિયાન ટીમે ગંભીરના માર્ગદર્શન હેઠળ એક અને ચંદ્રકાંત પંડિતના કોચિંગમાં એક ટાઇટલ જીત્યું હતું. ગંભીર ટીમ ઇન્ડિયામાં જોડાયો પછી તેણે પણ KKR છોડી દીધી.

ભારતના સહાયક કોચ તરીકે ટેન ડોશેટનું પ્રદર્શન મિશ્ર રહ્યું. તેના કાર્યકાળ દરમિયાન ભારતે 2025 એશિયા કપ અને 2026 T20 વર્લ્ડ કપ જીત્યો. જોકે, ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ ક્રિકેટમાં અનેક મેચ-સિરીઝમાં મોટી હારનો સામનો કરવો પડ્યો. ટીમ ઓસ્ટ્રેલિયામાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી હારી ગઈ અને ઘરઆંગણે ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા સામે હારનો સામનો કરવો પડ્યો. (PC-PTI)
Commonwealth Games 2026 : લિફ્ટિંગ શૂઝ ખરીદવા પણ પૈસા નહોતા, હવે સતત બીજો CWG મેડલ જીતી બિંદિયારાણી દેવીએ રચ્યો ઈતિહાસ
