Vaibhav Sooryavanshi: ઝિમ્બાબ્વેમાં વૈભવનો જલવો, 2 એવોર્ડ સાથે મળ્યા લાખો રૂપિયા, જાણો કેટલી કમાણી કરી
વૈભવ સૂર્યવંશીએ ઝિમ્બાબ્વે સામેની T20I શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરીને બે મોટા એવોર્ડ પોતાના નામે કર્યા છે. શ્રેણીની ત્રણ મેચમાં 151 રન બનાવનાર વૈભવને અંતિમ મેચમાં ‘પ્લેયર ઓફ ધ મેચ’ અને સમગ્ર શ્રેણી માટે ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’ જાહેર કરવામાં આવ્યો. આ બંને એવોર્ડ સાથે તેને ઈનામ તરીકે મોટી રકમ પણ મળી છે. ચાલી જાણીએ વૈભવ સૂર્યવંશીએ ઝિમ્બાબ્વેમાં કેટલી કમાણી કરી.

ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વે સામેની ત્રણ મેચની T20I શ્રેણીમાં 3-0થી ક્લીન સ્વીપ કર્યું. આ શ્રેણીમાં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી ભારત માટે સૌથી મોટો સ્ટાર બનીને ઉભર્યો. તેણે ત્રણ મેચમાં 151 રન બનાવ્યા અને બે અડધી સદી ફટકારી.

વૈભવે શ્રેણીની પ્રથમ મેચમાં માત્ર 19 બોલમાં અડધી સદી ફટકારીને રેકોર્ડ બનાવ્યો હતો. ત્યારબાદ અંતિમ મેચમાં તેણે 48 બોલમાં 81 રનની શાનદાર ઇનિંગ રમી. આ સાથે તે 16 વર્ષની ઉંમર પહેલાં બે આંતરરાષ્ટ્રીય અડધી સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો.

શ્રેણીમાં વૈભવે 50.33ની સરેરાશ અને 196.10ના શાનદાર સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા. તેણે કુલ નવ છગ્ગા પણ ફટકાર્યા. તેના આ પ્રદર્શનને કારણે તેને અંતિમ મેચમાં ‘પ્લેયર ઓફ ધ મેચ’ અને સમગ્ર શ્રેણીમાં ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’નો એવોર્ડ મળ્યો.

આ બંને એવોર્ડ સાથે વૈભવને ઈનામની રકમ પણ મળી. ‘પ્લેયર ઓફ ધ મેચ’ માટે તેને 1,000 ડોલર અને ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’ માટે 2,000 ડોલર મળ્યા. એટલે કે બંને એવોર્ડ માટે તેને કુલ 3,000 ડોલરનું ઈનામ મળ્યું.

વૈભવે એવોર્ડ મળ્યા બાદ કહ્યું કે તે પ્રેક્ટિસમાં જે શોટ રમે છે, તે જ મેચમાં રમવાનો પ્રયાસ કરે છે. માત્ર 15 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આટલી મોટી સિદ્ધિ હાંસલ કરીને વૈભવે પોતાની પ્રતિભાની ઝલક ફરી એકવાર બતાવી છે. (PC:X/BCCI)
વિરાટ કોહલી-અનુષ્કા શર્માએ મુંબઈમાં કરોડોનું વૈભવી એપાર્ટમેન્ટ ખરીદ્યું, શું ફરી ભારત શિફ્ટ થશે?
