AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Commonwealth Games 2026: 12000થી ઓછી વસ્તી, CWGમાં 33 મેડલ, 17 વર્ષની ક્રિસ્ટીએ રચ્યો ઈતિહાસ

માત્ર 12 હજારથી ઓછી વસ્તી ધરાવતા નાનકડા દેશ નૌરુએ કોમનવેલ્થ ગેમ્સ 2026માં ફરી એકવાર પોતાની તાકાત બતાવી છે. માત્ર 17 વર્ષની વેઇટલિફ્ટર ક્રિસ્ટી નોટે મહિલાઓની 63 કિગ્રા કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું. ખાસ વાત એ છે કે નૌરુનો કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતવાનો આ સિલસિલો વર્ષોથી યથાવત્ છે.

| Updated on: Jul 28, 2026 | 9:37 PM
Share
પેસિફિક મહાસાગરમાં આવેલા નાના ટાપુ પર આવેલા નૌરુ દેશે ફરી એકવાર 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ઈતિહાસ રચ્યો છે. 12,000 થી ઓછી વસ્તી ધરાવતા આ દેશની 17 વર્ષની વેઇટલિફ્ટરે શાનદાર પ્રદર્શન કરી મહિલાઓની 63 કિગ્રા શ્રેણીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

1 / 5
17 વર્ષીય ક્રિસ્ટી નોટે કુલ 216 કિલો વજન ઉપાડીને પોડિયમ પર પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું અને પોતાના દેશનું ગૌરવ વધાર્યું. 2026 કોમનવેલ્થ ગેમ્સમાં આ નૌરુનો બીજો મેડલ છે. તેણીએ વેઇટલિફ્ટિંગમાં બીજો બ્રોન્ઝ મેડલ પણ જીત્યો હતો.

2 / 5
ગ્લાસગોમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સ 2026માં નૌરુના 14 ખેલાડીઓની ટુકડી એથ્લેટિક્સ, બોક્સિંગ, જુડો અને વેઈટલિફ્ટિંગ જેવી ઈવેન્ટ્સમાં ભાગ લઈ રહી છે. ક્રિસ્ટીનો આ મેડલ 2026 કોમનવેલ્થ ગેમ્સમાં નૌરુનો બીજો મેડલ છે. આ સાથે કોમનવેલ્થ ગેમ્સના ઈતિહાસમાં નૌરુના કુલ મેડલની સંખ્યા 33 થઈ ગઈ છે.

3 / 5
વૈશ્વિક સ્તરે નૌરુની ઓળખ તેની બહુ ઓછી વસ્તીને કારણે છે. 2002ની વસ્તી ગણતરીમાં આ દેશની વસ્તી માત્ર 9,872 નોંધાઈ હતી અને હાલમાં પણ આ આંકડો 12 હજારથી ઓછો છે. તેમ છતાં રમતગમતના આ મહાકુંભમાં નૌરુનો રેકોર્ડ શાનદાર રહ્યો છે.

4 / 5
નૌરુએ પહેલીવાર 1990 માં કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લીધો હતો. ત્યારથી નૌરુએ દરેક કોમનવેલ્થ ગેમ્સમાં ઓછામાં ઓછો એક મેડલ જીત્યો છે. તેની પ્રથમ ચાર કોમનવેલ્થ ગેમ્સમાં આ નાના દેશે દરેક વખતે ઓછામાં ઓછો એક ગોલ્ડ મેડલ જીત્યો હતો. સૌથી ખાસ વાત એ છે કે દેશના તમામ કોમનવેલ્થ ગેમ્સ મેડલ વેઇટલિફ્ટિંગમાંથી આવ્યા છે. (PC: Getty)

5 / 5

Commonwealth Games 2026: રેસમાં બીજા સ્થાને રહેવા છતાં ભારતનો સૌથી ઝડપી દોડવીર સેમિફાઈનલમાં ક્વોલિફાય ન થયો, જાણો કેમ

Follow Us
આસારામના ગેરકાયદેસર આશ્રમ પર તંત્રનો સપાટો...

એન્જિનિયરો પણ દંગ! ગરમીથી બચવા માટે વ્યક્તિએ શોધ્યો 'દેશી જુગાડ'

અમદાવાદના રિક્ષાચાલકોએ મોટા આંદોલનની ચીમકી ઉચ્ચારી

કાંતિ અમૃતિયાના ભાઈનો વીજપોલ મુદ્દે ધમકીભર્યો વીડિયો વાયરલ...

નકલી દારૂકાંડમાં કોંગ્રેસે સરકાર અને તંત્ર પર ઉઠાવ્યા 'ગંભીર સવાલો'

વડોદરામાં રોડના ખાડાનો કાળ, કાઉન્સિલરના માતા-પિતા ઘાયલ

પાલીતાણા હોસ્પિટલમાં કામ કર્યા વિના ₹50.43 લાખનું ખોટું બિલ રજૂ! Video

ડીસામાં ભાજપ મહિલા કોર્પોરેટરના પતિનું અપહરણ, 50 લાખની માંગી ખંડણી!

સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ટેન્ડર ગોટાળામાં AAP નેતા સામે કાર્યવાહી

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના બે અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

g clip-path="url(#clip0_868_265)">