Breaking News: સોના-ચાંદીના ભાવમાં ‘મોટો કડાકો’, એક જ દિવસમાં કિંમતો ધડાધડ નીચે પટકાઈ
સોના અને ચાંદીના ભાવમાં અચાનક મોટો ઘટાડો નોંધાયો છે. વૈશ્વિક બજારની અસર અને અમેરિકાના ફેડરલ રિઝર્વની આગામી મીટિંગ પહેલા ભારતીય બજારમાં સોનું અને ચાંદી બંને નોંધપાત્ર રીતે સસ્તા થયા છે.

સોના અને ચાંદી પર 28 જુલાઈએ એટલે કે બુધવારના રોજ મોટું દબાણ જોવા મળ્યું. દેશ અને વિદેશમાં બંને ધાતુની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો હતો. દિલ્હી સર્રાફા બજારમાં સોનું 2,640 રૂપિયા ઘટીને 1,47,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું. ચાંદીની કિંમત 5,200 રૂપિયા ઘટીને 2,24,800 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1.26 ટકા ઘટીને 4,026 ડોલર પ્રતિ ઔંસ હતું, જ્યારે ચાંદી 1.72 ટકા ઘટીને 57.39 ડોલર પ્રતિ ઔંસ હતી.

ગોલ્ડ ફ્યુચર્સ અને સિલ્વર ફ્યુચર્સમાં પણ ઘટાડો જોવા મળ્યો. કમોડિટી એક્સચેન્જ એમસીએક્સ (MCX) પર સાંજના કારોબારમાં ગોલ્ડ ફ્યુચર્સ 1.07 ટકા એટલે કે 1,536 રૂપિયા ઘટીને 1,41,527 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ચાલી રહ્યું હતું. સિલ્વર ફ્યુચર્સ 2.12 ટકા એટલે કે 4,792 રૂપિયા ઘટીને 2,16,388 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ચાલી રહ્યું હતું. છેલ્લા ત્રણ મહિનામાં સિલ્વર ફ્યુચર્સ લગભગ 14 ટકા ક્રેશ થઈ ચૂક્યું છે.

બુલિયન ટ્રેડર્સ અને ઈન્વેસ્ટર્સની નજર 29 જુલાઈએ આવનારી ફેડરલ રિઝર્વની મોનેટરી પોલિસી પર ટકેલી છે. ફેડરલ રિઝર્વની એફઓએમસી (FOMC) ની બેઠક 28 જુલાઈએ ભારતીય સમય અનુસાર મોડી સાંજે શરૂ થશે. તેના પરિણામો 29 જુલાઈએ ભારતીય સમય અનુસાર મોડી રાત્રે આવશે. અમેરિકી સેન્ટ્રલ બેંક મોંઘવારીને રોકવા માટે પોતાનું વલણ કડક કરી શકે છે.

કેટલાક એનાલિસ્ટ્સનું માનવું છે કે, ફેડરલ રિઝર્વ ઈન્ટરેસ્ટ રેટ 0.25 ટકા વધારી શકે છે. જો તે 29 જુલાઈએ ઈન્ટરેસ્ટ રેટ નથી વધારતું તો પણ તે પોતાનું વલણ કડક રાખશે. મોટાભાગના એનાલિસ્ટ્સનું માનવું છે કે, ફેડ સપ્ટેમ્બરની પોતાની પોલિસીમાં ઈન્ટરેસ્ટ રેટ વધારશે. ઈન્ટરેસ્ટ રેટ વધવાની અસર સોનાની કિંમતો પર ખરાબ પડે છે. ઈન્ટરેસ્ટ રેટ વધવાના અનુમાને સોનાની કિંમતો પર દબાણ બનાવ્યું છે.

બીજી તરફ, અમેરિકી ડોલરમાં મજબૂતીની અસર પણ સોનાની કિંમતો પર પડી રહી છે. અમેરિકી ડોલર 28 જુલાઈએ ચાર સપ્તાહની ઊંચાઈ પર પહોંચી ગયો. ડોલરમાં મજબૂતીથી બીજી કરન્સીમાં સોના-ચાંદી ખરીદવું મોંઘું થઈ જાય છે. તેની અસર સોનાની કિંમતો પર પડે છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં ડોલરમાં મજબૂતી જોવા મળી છે.
સોનામાં રોકાણકારો માટે મોટો ખતરો… આ એક રિપોર્ટથી ભલભલાની ઊંઘ ઊડી ગઈ, શું હવે ભાવમાં આવશે ‘મોટો કડાકો’?
