SPG ના લાલજી પટેલે અનામત હટાવો ઝુંબેશનું કર્યુ સમર્થન, કહ્યુ જ્ઞાતિના આધારે નહીં આર્થિક સ્થિતિના આધારે મળવુ જોઈએ ‘રિઝર્વેશન’-Video
NEET પેપરલીક મુદ્દે શિક્ષણમંત્રીના રાજીનામા બાદ સોશિયલ મીડિયા પર હવે 'અનામત હટાવો' (REMOVE RESERVATION) ઝુંબેશ શરૂ થઈ છે. ત્યારે SPG ના લાલજી પટેલે આ ઝુંબેશનું સમર્થન કર્યુ છે. તેમણે જણાવ્યુ છે કે મારુ સ્પષ્ટ માનવુ છે કે દેશમાં જ્ઞાતિ આધારિત નહીં પરંતુ આર્થિક સ્થિતિના આધારે અનામત હોવી જોઈએ.
દેશભરમાં હવે સોશિયલ મીડિયા પર ‘અનામત હટાવો'(REMOVE RESERVATION) નામની ઝુંબેશ ચાલી રહી છે. દેશભરમાં પેપરલીક મુદ્દે ચાલી રહેલા આંદોલન બાદ હવે સોશિયલ મીડિયા પર આ ઝુંબેશ શરૂ થઈ છે. જેમા દેશમાંથી અનામત સિસ્ટમને નાબૂદ કરવાની માગ કરવામાં આવી રહી છે. ત્યારે અગાઉ દેશમાં આર્થિક પછાત કેટેગરીમાં આવતા સવર્ણોને અનામત અપાવવા માટે આંદોલન કરી ચુકેલા SPG ના લાલજી પટેલે આ ઝુંબેશનું સમર્થન કર્યુ છે.
માત્ર આર્થિક પછાત વર્ગના લોકો માટે હોવી જોઈએ ‘અનામત’
લાલજી પટેલે જણાવ્યુ કે દેશમાં જ્ઞાતિ આધારિત નહીં પરંતુ ગરીબ પરિવારો માટે અનામત હોવી જોઈએ. દેશમાં આર્થિક પછાત લોકો માટે અનામત પ્રથા હોવી જોઈએ. જો દેશના ગરીબોને અનામતનો લાભ નથી મળતો તો એ દેશનું નુકસાન છે કારણ કે વંચિતોને તેનો લાભ મળતો નથી. આથી જ હાલ યુવાનો દ્વારા સોશિયલ મીડિયા પર જે ઝુંબેશ ચાલી રહી છે તેનુ SPG સમર્થન કરી રહી છે.
લાલજી પટેલે જણાવ્યુ કે તેમનુ પહેલેથી જ માનવુ છે કે જો અનામત હોવી જોઈએ તો તે માત્ર આર્થિક પછાત વર્ગના લોકો માટે હોવી જોઈએ, જેથી તેઓ વંચિત ન રહી જાય. ના કે જ્ઞાતિ આધારિત હોવી જોઈએ. દરેક સમાજના ગરીબ અને જરૂરતમંદ પરિવારને લાભ મળવા જોઈએ. હાલ તો શ્રીમંત લોકો અનામતનો ખોટી રીતે લાભ લઈ રહ્યા છે. પેપરલીક આક્રોષ મુદ્દે પણ લાલજી પટેલે જણાવ્યુ કે અન્યાય સામે યુવાનોનો આક્રોષ યોગ્ય દિશામાં છે. સરકારે જનતાના પ્રશ્નોનો ઝડપી નિર્ણય કરે તે જરૂરી છે.
Input Credit- Manish Mistri- Mehsana
Health Tips: શું રાત્રે સૂતી વખતે અચાનક પગમાં નસ ચડી જાય છે? જાણો ક્યાં વિટામિનની ઉણપને કારણે આવુ થાય છે
અમદાવાદ એરપોર્ટ પરથી ₹36 લાખનું સોનું જપ્ત, મહિલા ઝડપાઈ
SPG ના લાલજી પટેલે અનામત હટાવો ઝુંબેશનું કર્યુ સમર્થન
નંદી મહારાજ પાસે દુઆ માગતી બાળકીનો Video થયો Viral
અમદાવાદના કાલુપુરમાં મકાન ધરાશાયી થતાં એકનું મોત તો યુવક ગંભીર! Video
