AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SIP Formula : બાળકોના ભણતર કે લગ્નની ચિંતા હવે છોડો, આ ફોર્મુલાથી શરૂ કરો રોકાણ, બાળક 18 વર્ષની ઉંમરે બનશે કરોડપતિ

જો તમે તમારા બાળક માટે સંપતિ સંબંધિત દરેક ચિંતામાંથી મુક્ત થવા માગતા હોવ, તો તેના નામે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો. અહીં જાણો એ ફોર્મ્યુલા જેને લાગુ કરશો તો તમારું બાળક 18 વર્ષની ઉંમરે કરોડપતિ બની જશે.

| Updated on: Apr 12, 2024 | 8:13 PM
Share
દીકરો હોય કે દીકરી, દરેક પિતા તેમને સારી સુવિધાઓ આપવા માગે છે અને તેમના જીવનમાં કોઈ નાણાકીય મુસીબત જોવા માગતા નથી. બાળકોને તમામ સુવિધાઓ પૂરી પાડવામાં અને તેમના જીવનને સુધારવામાં પૈસાની મોટી ભૂમિકા હોય છે. નાણાં ભેગા કરવા માટે યોગ્ય નાણાકીય આયોજન ખૂબ જ જરૂરી છે. આજે રોકાણના ઘણા માધ્યમો છે. પરંતુ જો તમે તમારા બાળક માટે રૂપિયા સંબંધિત દરેક ચિંતામાંથી મુક્ત થવા માગતા હોવ તો તેના નામે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો. અહીં એ ફોર્મ્યુલા આપવામાં આવ્યો છે જેને લાગુ કરશો તો તમારું બાળક 18 વર્ષની ઉંમરે કરોડપતિ બની જશે.

1 / 6
આ ફોર્મુલા 18 x 15 x 12 છે. આ ફોર્મ્યુલા સાથે, તમારે બાળકના જન્મની સાથે જ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું શરૂ કરવું પડશે. તમે SIP દ્વારા દર મહિને સરળતાથી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો. ફોર્મ્યુલા મુજબ, 18 નો અર્થ છે વર્ષ, એટલે કે, તમારે બાળકના જન્મ સાથે જ SIP શરૂ કરવી પડશે અને તે 18 વર્ષનું થાય ત્યાં સુધી તેને ચાલુ રાખવું પડશે. 15 એટલે 15,000ની SIP અને 12 એટલે રિટર્ન. SIPનું સરેરાશ વળતર 12 ટકા માનવામાં આવે છે.

2 / 6
1 કરોડથી વધુનું ફંડ કેવી રીતે બનશે તેની વાત કરવામાં આવે તો આ ફોર્મ્યુલાને લાગુ કરીને, જો તમે બાળકના જન્મની સાથે જ તેના નામે 15,000 રૂપિયાની માસિક SIP શરૂ કરો છો અને તેને 18 વર્ષ સુધી ચાલુ રાખો છો, તો તમે 18 વર્ષમાં કુલ 32,40,000 રૂપિયાનું રોકાણ કરશો. 12% ના દરે SIP ના સરેરાશ વળતરની ગણતરી કરીએ તો, 18 વર્ષમાં આ રકમ પર વ્યાજ તરીકે 82,41,589 પ્રાપ્ત થશે. આ રીતે, 18 વર્ષ પછી, રોકાણ કરેલી રકમ અને વ્યાજ સહિત, તમને કુલ 1,14,81,589 રૂપિયા મળશે. આ રીતે, જ્યારે તમારું બાળક 18 વર્ષનું થશે, ત્યારે તે 1,14,81,589 રૂપિયાનો માલિક બનશે. આવી સ્થિતિમાં, તમે આ રકમથી તેની દરેક જરૂરિયાત સરળતાથી પૂરી કરી શકો છો.

3 / 6
SIP ના લાભો તરફ નજર કરવામાં આવે તો SIPમાં કમ્પાઉન્ડિંગનો ફાયદો જબરદસ્ત છે. SIP જેટલી લાંબી હશે, તેટલો જ કમ્પાઉન્ડિંગનો ફાયદો થશે. તેનું સરેરાશ વળતર 12 ટકા છે જે અન્ય કોઈ યોજનામાં ઉપલબ્ધ નથી. ઘણી વખત વળતર આના કરતા પણ વધુ હોય છે. આ ઉપરાંત, તમને રૂપિયાની સરેરાશ કિંમતનો લાભ મળે છે. આ કારણે, બજારની વધઘટના કિસ્સામાં પણ તમારા ખર્ચ સરેરાશ રહે છે.

4 / 6
SIP દ્વારા રોકાણ કરવામાં, રોકાણની અવધિ અને રકમ અંગે સુગમતા હોય છે. તમે તમારી અનુકૂળતા મુજબ માસિક, ત્રિમાસિક અથવા અર્ધવાર્ષિક રોકાણ સમયગાળા વિકલ્પ પસંદ કરી શકો છો. જ્યારે પણ તમને જરૂર હોય, તમે તેને બંધ કરી શકો છો અને તમારા SIPમાંથી પૈસા ઉપાડી શકો છો અને જ્યારે પણ તમે ઇચ્છો ત્યારે SIPમાં રોકાણ વધારી શકો છો.

5 / 6
નોંધ : અહીં  આપવામાં આવેલી માહિતી આપની જાણકારી માટે છે. કોઈ પણ પ્રકારનું રોકાણ નિષ્ણાતોની સલાહ લીધા બાદ જ કરવું.

6 / 6
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

g clip-path="url(#clip0_868_265)">